શોધખોળ કરો

Rajkot: ફાયર વિભાગના જવાનને સલામ! ધસમસતા પાણી વચ્ચે નાના બાળકનું રેસ્ક્યૂ કરી બચાવ્યો જીવ

રાજકોટ: જિલ્લાના જસદણ તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. એવામાં જસદણના ઈશ્વરીયા ગામમાં પૂર વચ્ચે ફસાયેલા 15 જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.

રાજકોટ: જિલ્લાના જસદણ તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. એવામાં જસદણના ઈશ્વરીયા ગામમાં પૂર વચ્ચે ફસાયેલા 15 જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. જેમાં એક નાનું બાળક પણ સામેલ હતા. જેને જસદણ નગર પાલિકાના ફાયર વિભાગના જવાન દ્વારા પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચેથી બચાવી લાવવામાં આવ્યું હતું. હાલ આ નાના બાળકના રેસ્ક્યુનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

રાજકોટ જિલ્લાના જસદણ ગ્રામ્ય અને શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. વહેલી સવારથી જસદણ ,આટકોટ, વીરનગર,બળધોઈ જસાપર, હલેન્ડા નવાગામ, જીવાપર, ગરણી, પાંચવડા, ગામે ધોધમાર વરસાદ પડ્યો છે. બળધોઈ ગામે ભારે વરસાદના કારણે ઇકો કાર તણાઈ હતી. બળધોઈ ,વીરનગર ,જસાપર,પાંચવડા ગામે 3 કલાકમાં 7 ઇંચ વરસાદ વરસાદ પડ્યો હતો. જસદણના જીવાપર પાસેનો કણુંકી ડેમ ઓવરફ્લો થયો હતો. ડેમના સાત દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા.

રાજકોટ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટીંગ

રાજકોટ જિલ્લામાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે. રાજકોટ જિલ્લામાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો છે.   લોધિકામાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે કોટડા સંઘાણીમાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. જસદણ તાલુકામાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે.  ગોંડલમાં પણ વરસાદ પડ્યો છે.  રાજકોટ-ભાવનગર હાઈવે પરના અનેક ગામો બેટમાં ફેરવાયા છે. અનરાધાર વરસાદના કારણે પાડાસણ અને ઉમરાળી ગામ પાણીમાં અડધા ડૂબી ગયા હતા. ગામની શેરીમાં પાંચથી છ ફૂટ સુધી પાણી ભરાતા લોકો જીવ બચાવવા પહેલા માળે જતા રહ્યા હતા. ખારચિયા ગામની બજારોમાં ત્રણથી પાંચ ફૂટ સુધી પાણી ભરાયા હતા. ઘરોમાં પાણી ઘૂસતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા હતા. 

જસદણ પંથકમાં વરસાદના કારણે જસાપર ગામમાં ભાદર નદીના પાણી ઘૂસ્યા હતા. જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આટકોટ,વીરનગર,જસાપર,નવાગામ અને જીવાપર સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.  જીવાપર પાસેનો કણૂકી ડેમ ઓરફ્લો થયો છે.  રસ્તા પર નદીની જેમ પાણી વહેતી થતા એક ઈકો કાર પાણીમાં તણાઈ ગઈ હતી.  ત્રાંબાથી વડાલી તરફના રસ્તા પર નદીના પાણી વહેતા અંદાજે 3 કલાક સુધી રસ્તો બંધ રહ્યો હતો.  રાજકોટ જિલ્લાના કોટડા સંઘાણી પંથકમાં મૂશળધાર વરસાદ વરસ્યો છે.  વદીપરા, પાંચ તલાવડા,જૂની ખોખરી, નાના માંડવા સહિતના ગામોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદને લઈને કોટડા સાંગાણીથી રાજકોટ તરફનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો.  

Rajkot: ફાયર વિભાગના જવાનને સલામ! ધસમસતા પાણી વચ્ચે નાના બાળકનું રેસ્ક્યૂ કરી બચાવ્યો જીવ

લોધિકાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેર થઈ હતી. ખીરસરા, વાગુદડ, છપરા સહિતના ગામોમાં વરસાદને લઈને ફોફળ નદી બે કાંઠે વહેતી થઈ હતી.  રાજકોટ તાલુકાના હરીપર રોડ પર આવેલા સ્વામીનારાયણ મંદિરના પરિસરમાં પાણી ઘૂસ્યા હતા. મંદિરના ગ્રાઉન્ડમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો હતો. 

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 
10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા

વિડિઓઝ

Kinjal Dave: સમાજમાંથી બહિષ્કાર કરાયા મુદ્દે ગાયક કિંજલ દવેએ તોડ્યું મૌન, લગ્નનો વિરોધ કરનારાને ગણાવ્યા અસામાજિક તત્ત્વો
Rajkot News: રાજકોટમાં 4.025 કિલો ગાંજા સાથે મહિલા, પુરુષની ધરપકડ
Surat Fire Incident: સુરતના બારડોલીમાં પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી
Nitin Patel Statement: હિંદુઓની વસ્તી અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સનસનીખેજ નિવેદન
Ahmedabad news: અમદાવાદના ઘાટલોડિયાના આવેલી સ્નેહાંજલી સોસાયટીના રહીશો સંકટમાં મુકાયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 
10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
સોના અને ચાંદીની કિંમતોમાં આટલો મોટો ઉછાળો કેમ આવ્યો, સરકારે સંસદમાં જણાવ્યું કારણ 
સોના અને ચાંદીની કિંમતોમાં આટલો મોટો ઉછાળો કેમ આવ્યો, સરકારે સંસદમાં જણાવ્યું કારણ 
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
Embed widget