શોધખોળ કરો

રાજકોટ મનપાના તત્કાલિન TPO મનસુખ સાગઠિયાની મુશ્કેલીમાં વધારો, ઈડી એ RMC પાસે ગુનો નોંધવા માંગી મંજૂરી

Rajkot News: ઈડીએ મનસુખ સાગઠિયા સામે ગુનો નોંધવા મહાનગરપાલિકા પાસે મંજૂરી માગી છે. નોંધનિય છે કે, સાગઠિયા વર્ગ 1ના કર્મચારી હોવાથી તપાસ પહેલા મંજૂરી લેવી પડે છે.

Rajkot News:રાજકોટ મહાનગર પાલિકાના તત્કાલિન TPO મનસુખ સાગઠિયાની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે. ઈડીએ મનસુખ સાગઠિયા સામે  ગુનો નોંધવા  માટે મહાનગરપાલિકા  પાસે  મંજૂરી માંગી છે. નોંધનિય છે કે, સાગઠિયા વર્ગ 1ના કર્મચારી હોવાથી તપાસ પહેલા મંજૂરી લેવી પડે છે.  સ્ટેન્ડિંગ કમિટી અને બાદમાં જનરલ બોર્ડમાં મંજૂરી માંગવમાં આવશે, આજે સ્ટેન્ડિંગ કમિટી સાગઠિયા વિરૂદ્ધ તપાસને મંજૂરી આપી શકે છે. સ્ટેન્ડિંગ કમિટી મંજૂરી આપ્યા બાદ જનરલ બોર્ડ પણ આપે  તેવી શક્યતા  જોવાઇ રહી છે. જનરલ બોર્ડની મંજૂરી બાદ સાગઠિયા સામે ઈડી   કાર્યવાહી કરશે. નોંધનિય છે કે, છેલ્લા એક વર્ષથી મનસુખ સાગઠિયા  જેલમાં બંધ છે. રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં ગેરકાયદે બાંધકામ તોડી પાડવા અંગે નોટિસ આપ્યા બાદ  પણ તેમણે  કોઈ કાર્યવાહી ન કરી પોતાની ફરજ પ્રત્યે બેદરકારી દાખવી હતી જેને લઇ પોલીસે ધરપકડ કર્યા.

TRP ગેમઝોન અગ્નિકાંડ કેસમાં મુખ્ય સહઆરોપી અને રાજકોટ મનપાના પૂર્વ ટાઉન પ્લાનિંગ અધિકારી મનસુખ સાગઠિયાની રૂ.21 કરોડની મિલ્કતો પ્રિવેન્સન ઓફ મની લોન્ડરિંગ એકટની કલમ 5 હેઠળ તા.28.05.2024ના રોજ જપ્તીમા લીધા બાદ દિલ્લીની એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે રાજકોટ મહાનગર પાલિકા પાસે ફરિયાદ દાખલ કરવા મંજૂરી માંગી છે.

ઉલ્લેખનિય છે કે, TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનીંગ ઓફિસર મનસુખ ધનજીભાઈ સાગઠિયા સામે એક સાથે 3 ફોજદારી કેસો નોંધાયા હતા.જેમા  ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ એક કેસ અને ભારતીય દંડ સહિતા હેઠળ બે કેસ કરવામાં આવ્યા છે, કેસોની તપાસ દરમિયાન સામે આવ્યું હતુ કે ટી.પી.ઓ. મનસુખ સાગઠિયાએ 28 કરોડની અપ્રમાણસર મિલ્કત ધરાવે  છે. ઉલ્લેખનિય છે કે, મનસુખ સાગઠિયાની  23.15 કરોડની મિલકત ટાંચમાં લેવા સરકારે આદેશ કર્યો હતો. એસીબીની તપાસ દરમિયાન સાગઠિયાએ પોતાની કાયદેસરની આવક કરતા 628.42 ટકા વધુ અપ્રમાણસર મિલકત વસાવી હોવાનું સામે આવતા ભ્રષ્ટાચાર અધિનિયમ કલમ હેઠળ તેની ધરપકડ કરવામાં આવી હતી.

જાણો શું હતી સમગ્ર ઘટના

ગત ઉનાળાના વેકેશનમાં ગ્રાહકોને  આકર્ષવા માટે રાજકોટ ગેમઝોનના માલિકે  જુદી જુદી ગેમની સ્કીમો પણ બહાર પાડી હતી. જેના વીકએન્ડના દિવસે અહીં ખૂબ ભીડ હતી. લોકો જુદી જુદી રોમાચિંત કરી દેતી ગેમનો આનંદ લઇ રહ્યાં હતા ત્યારે અચાનક ભીષણ આગ લાગી હતી અને 27 લોકો જીવતા ભૂંજાયા હતા. આગ એટલી વિકરાળ હતી કે, મૃતકની ઓળખ મુશ્કેલી બનતા તેમના DNA રિપોર્ટ મેચ કરીને મૃતદેહ સોપાયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા

યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત

બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?

દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ

SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ

કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી

‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો

Embed widget