શોધખોળ કરો

સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં ખાતરની કોઈ તંગી જ નથીઃ કૃષિમંત્રી રાઘવજી પટેલનો દાવો

લાલપુર બાયપાસ નજીક કૃષિ કેન્દ્રના સંચાલકોએ દાવો કર્યો કે એક જ ગાડી યુરિયા ખાતરનો જથ્થો આવ્યો છે. આ જથ્થો ખેડૂતોને સરખા હિસ્સે વહેંચવામાં આવે છે.

યુરિયા ખાતરની અછતની ફરિયાદો વચ્ચે કૃષિમંત્રીએ મોટો દાવો કર્યો છે. સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં ખાતરની કોઈ તંગી હોવાનું કૃષિમંત્રીએ કહ્યું છે. રાજકોટમાં યોજાયેલ પત્રકાર પરિષદમાં રાઘવજી પટેલે કહ્યું કે કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારને પૂરતા પ્રમાણમાં જથ્થો આપવામાં આવે છે. કોઈ પણ મંડળીઓમાં ખાતરની અછત નથી.

જોકે કૃષિમંત્રીના દાવાની વચ્ચે તેમના જ જિલ્લામાં ખાતર ન મળતું હોવાની ખેડૂતોની ફરિયાદ છે. જામનગરના ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા 10 દિવસથી તેઓ ખાતર માટે ધક્કા ખાઈ રહ્યા છે. કેન્દ્ર પર ખાતરની એક-બે જ ગાડી આવે છે. પોલીસની હાજરીમાં ખાતરનું વેચાણ થઈ રહ્યું છે.

રાજ્યમાં એકતરફ પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ હોવાના દાવાઓ કરવામાં આવે છે. પણ કૃષિમંત્રીના આ દાવાથી વાસ્તવિકતા તદન વિપરીત છે. જામનગરમાં ખાતરનો પૂરતો જથ્થો ન મળતા ગઈકાલે ખેડૂતોએ હલ્લાબોલ કર્યો હતો. ખેડૂતોના રોષ પારખી ગયેલા સંચાલકોએ પોલીસને જાણ કરવાની ફરજ પડી હતી. પોલીસે આવી સ્થિતિ થાળે પાડી હતી.

લાલપુર બાયપાસ નજીક કૃષિ કેન્દ્રના સંચાલકોએ દાવો કર્યો કે એક જ ગાડી યુરિયા ખાતરનો જથ્થો આવ્યો છે. આ જથ્થો ખેડૂતોને સરખા હિસ્સે વહેંચવામાં આવે છે.

તો ત્રણ દિવસ પૂર્વે મોરબીમાં પણ ખેડૂતોએ હંગામો મચાવ્યો હતો. અહીં પણ ખેડૂતોએ આરોપ લગાવ્યો કે સવારે 3 વાગ્યાથી લાઈનમાં ઉભા રહેવા છતા પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો મળતો નથી.

ગુજરાતમા હાલ ખરીફ સીઝનનું વાવેતર ચાલી રહ્યું છે. આ સીઝનમાં ખેડૂતોને યુરિયા ખાતરની મોટા પ્રમાણમાં જરૂર પડે છે. આ પહેલા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં યુરિયા ખાતરનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ખેડૂત મિત્રોએ ખોટી અફવાઓથી પ્રેરાવવું નહિ અને જરૂરીયાત મુજબ જ ખાતર ખરીદવું. કૃષિ મંત્રી ગાંધીનગર ખાતે ખેતીવાડી ખાતાના ઉચ્ચ અધિકારીઓ તેમજ મુખ્ય ખાતર વિતરક સંસ્થાઓ સાથે ખાતરની ઉપલબ્ધતા અંગે બેઠક કરી હતી. જોકે કૃષિ મંત્રીના આ દાવા કરતાં સ્થિતિ વિપરિત જણાઈ રહી છે.

રાજ્યમાં ખેડૂતલક્ષી કોઇપણ સમસ્યાનો ત્વરિત ઉકેલ લાવી ખેડૂતોને જરૂરી તમામ મદદ પૂરી પાડવા રાજ્ય સરકાર પ્રયત્નશીલ હોવાનું રાઘવજી પટેલે જણાવ્યું હતું. તેમણે કહ્યું, રાજ્યમાં યુરિયા ખાતરનું વિતરણ સુવ્યવસ્થિત રીતે થાય અને ખાતરની ખેંચ ન પડે તે મુજબનું આયોજન કરવા સૂચનાઓ આપી છે. રાજ્યમાં યુરિયા ખાતરની ઉપલબ્ધતા અંગે ખેડૂતો તરફથી મળેલા સૂચનોને ધ્યાને લઇ કૃષિ મંત્રીએ ગાંધીનગર ખાતે ખેતીવાડી ખાતાના ઉચ્ચ અધિકારીઓ, મુખ્ય ખાતર વિતરક સંસ્થાઓ સાથે બેઠક કરીને ખાતરની ઉપલબ્ધતા અંગે વર્તમાન પરીસ્થિતિની સમીક્ષા કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar: બિહારમાં મહિલા બની શકે છે ડિપ્ટી CM, 20 મંત્રી લઈ શકે છે શપથ

કેન્દ્રિય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આઠમા પગાર પંચ અગાઉ DAમાં થઈ શકે છે ત્રણ વખત વધારો

Ahmedabad:  ભુવાલડી હિટ એન્ડ રનમાં 3 દિવસ બાદ પણ નબીરાને શોધવામાં પોલીસ નિષ્ફળ

ઓટો ડ્રાઈવરની પુત્રી મીનાક્ષી હુડ્ડાએ કરી કમાલ, વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ ફાઇનલમાં કરી ધમાકેદાર એન્ટ્રી

વિડિઓઝ

Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડ , પ્રેમપ્રકરણમાં કરી હત્યા?
Harit Shukla :  BLOની ધરપકડ મામલે મુખ્ય ચૂંટણી અધિકારીનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : 'પ્રામાણિકતાનું પોસ્ટર'
Hun To Bolish : હું તો બોલીશ : કોણ વસૂલે છે ખેડૂતો પાસે રૂપિયા?
Hun To Bolish : હું તો બોલીશ : કોણે કરી ધારાસભ્યને સળી?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar: બિહારમાં મહિલા બની શકે છે ડિપ્ટી CM, 20 મંત્રી લઈ શકે છે શપથ
Bihar: બિહારમાં મહિલા બની શકે છે ડિપ્ટી CM, 20 મંત્રી લઈ શકે છે શપથ
કેન્દ્રિય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આઠમા પગાર પંચ અગાઉ DAમાં થઈ શકે છે ત્રણ વખત વધારો
કેન્દ્રિય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આઠમા પગાર પંચ અગાઉ DAમાં થઈ શકે છે ત્રણ વખત વધારો
Ahmedabad:  ભુવાલડી હિટ એન્ડ રનમાં 3 દિવસ બાદ પણ નબીરાને શોધવામાં પોલીસ નિષ્ફળ
Ahmedabad: ભુવાલડી હિટ એન્ડ રનમાં 3 દિવસ બાદ પણ નબીરાને શોધવામાં પોલીસ નિષ્ફળ
ઓટો ડ્રાઈવરની પુત્રી મીનાક્ષી હુડ્ડાએ કરી કમાલ, વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ ફાઇનલમાં કરી ધમાકેદાર એન્ટ્રી
ઓટો ડ્રાઈવરની પુત્રી મીનાક્ષી હુડ્ડાએ કરી કમાલ, વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ ફાઇનલમાં કરી ધમાકેદાર એન્ટ્રી
જો આ કામ નહીં કરો તો તમારુ પાન કાર્ડ થઈ જશે બેકાર, આવશે મુશ્કેલીઓ

Guwahati: ગુવાહાટી ટેસ્ટ માટે સાઉથ આફ્રિકાએ આ ખેલાડીને ટીમમાં કર્યો સામેલ, ભારત માટે કેટલો ખતરનાક?

PM Svanidhi Scheme: ગેરન્ટી વિના 90,000 સુધીની લોન આપી રહી છે, ફક્ત આધાર કાર્ડ લઈને આવો અને લઈ જાવ

Rising Star Asia Cup: રાઈઝિંગ સ્ટાર્સ એશિયા કપની સેમિફાઈનલમાં ઈન્ડિયા-એની કોની સામે થશે ટક્કર? જાણો સમીકરણ

Embed widget