શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સૌરાષ્ટ્રના આ શહેરમાં કોરોનાના એક સાથે 15 કેસ નોંધાતા તંત્ર દોડતું થયું, જાણો વિગત
ધોરાજીમાં એક સાથે 15 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. ધોરાજીમાં 3 મહિલા અને 12 પુરુષના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે હવે સૌરાષ્ટ્રમાં પણ કોરોનાએ માથું ઉંચક્યું છે. રાજકોટના ધોરાજીમાં ફરી એક સાથે કોરોના પોઝિટિવ કેસોનો મોટો બ્લાસ્ટ થયો છે. ધોરાજીમાં એક સાથે 15 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. ધોરાજીમાં 3 મહિલા અને 12 પુરુષના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
ધોરાજી શહેર અને ગ્રામ્યમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસોની સંખ્યા પહોંચી 54 પર પહોંચી ગઈ છે. પોઝિટિવ દર્દીઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોઝિટિવ કેસ નોંધાતાં તંત્ર સતર્ક અને સમગ્ર વિસ્તારને સેનેટાઈઝર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પોઝિટિવ આવેલ સમગ્ર વિસ્તારને સીલ કરવાની તજવીજ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion