શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મોરબી હાઈવે પર ટ્રેલર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે યુવકોના કમકમાટીભર્યા મોત
વાંકાનેર મોરબી હાઇવે પર ટ્રેઇલર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે.
મોરબીઃ વાંકાનેર મોરબી હાઇવે પર ટ્રેઇલર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. ડબલ સવારી બાઇકને ટ્રેઇલરે હડફેટે લેતા બંનેના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. બંને યુવાનો બોટાદના વતની હતા. વાંકાનેર પોલીસ ઘટના સ્થળે પહોંચી બન્ને મૃતકોની ડેડબોડીને પીએમ અર્થે ખસેડી છે.
અકસ્માતને પગલે રોડ પર ટ્રાફિકજામ સર્જાયો હતો. જોકે, ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. જીજે -33, ડી-739 નંબરની બાઇકને અકસ્માત નડ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
બિઝનેસ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion