શોધખોળ કરો
રાજકોટઃ 8 વર્ષની બાળકી પર બળાત્કારની આશંકાથી ખળભળાટ, પોલીસે CCTVને આધારે હાથ ધરી તપાસ
ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 8 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજાર્યો હોવાની આશંકાને પગલે ભારે ચકચાર જાગી છે.

રાજકોટઃ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આઠ વર્ષીય બાળકી પર બળાત્કાર ગુજાર્યો હોવાની આશંકાને પગલે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. બાળકી સાથે દુષ્કૃત્ય કર્યા પછી આરોપી બાળકીને પરત મૂકવા જતો હતો, ત્યારે બાઇક ખાડામાં ગબડી પડ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે. આ રસ્તેથી કારમાં જઈ રહેલા કપલના ધ્યાને અહીં એકલી ઉભેલી બાળકી દેખાતા તેની પૂછપરછ કરી હતી અને પછી તેને પોતાના ઘરે પહોંચાડી હતી. આ અંગે ગાંધીગ્રામ પોલીસે CCTV ફૂટેજને આધારે તપાસ શરૂ કરી છે. અપહરણકર્તા જાણભેદુ હોવાની પોલીસને શંકા છે. જોકે, બાળકી સાથે બળાત્કાર થયો છે કે નહીં તે અંગે મેડિકલ રિપોર્ટ આવ્યા પછી જ ખબર પડશે.
વધુ વાંચો





















