Gujarat Election 2022: મહેમદાવાદમાં યોગી આદિત્યનાથે કોંગ્રેસ પર કર્યા પ્રહાર
Gujarat Election 2022: વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે યૂપીના સીએમ યોગી આદિત્યનાથ હાલમાં ગુજરાત પ્રવાસે છે. ખેડાની મહેમદાવાદ બેઠકના પ્રચાર માટે યુપીના સીએમ યોગી આદિત્યનાથ હાલમાં સભા સ્થળે પહોંચ્યા છે.
Gujarat Assembly Election 2022: વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે યૂપીના સીએમ યોગી આદિત્યનાથ હાલમાં ગુજરાત પ્રવાસે છે. ખેડાની મહેમદાવાદ બેઠકના પ્રચાર માટે યુપીના સીએમ યોગી આદિત્યનાથ હાલમાં સભા સ્થળે પહોંચ્યા છે. સીએમ યોગી આદિત્યનાથનું મહેમદાવાદમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અવસરે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ અને ઉમેદવાર અર્જુનસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.
जनपद खेड़ा, गुजरात के मेहमदाबाद विधान सभा क्षेत्र का जनाधार फिर से एक बार भाजपा के साथ है...
— Yogi Adityanath (@myogiadityanath) November 21, 2022
https://t.co/d9rskzrEIZ
પાવાગઢનું નવીનીકરણ કરવામાં આવ્યું
તેમણે કહ્યું કે, માં અંબા પાવાગઢનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ભારત વૈશ્વિક મંચ ઉપર સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી રહ્યા છે. દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે, ગુલામ બનાવનાર બ્રિટનની અર્થવ્યવસ્થા પછાડી ભારત આગળ આવ્યું છે. G20 દેશોનું ભારત આગેવાની કરશે. આજે ભારતની સુરક્ષાઓ સુરક્ષિત બની છે. ગુજરાત આજે દંગા અને કરફ્યુ મુક્ત બન્યું છે.
તેમણે કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું કે, કોંગ્રેસ હોત તો બીજા કોઈક વેક્સીન વેંચતા હોત. ભગવાન રામનું 2023માં ભવ્ય મંદિર બનશે. ભગવાન રામનું મંદિર દેશવાસીઓ માટે ગર્વની ક્ષણ હશે. કાશી વિશ્વનાથ મહાકાલ મંદિર બદ્રીનાથ કેદારનાથ મંદિરનું નવીનીકરણ કરાયું છે. દેશની જનતા જાણે છે કે મોદીજીના રાજમાં દેશ સુરક્ષિત છે. યુપીમાં માત્ર બે સીટ કોંગ્રેસ જીતી શકી. યુપીમાં કોંગ્રેસનો સફાયો કર્યો ગુજરાતમાં તમે સફાયો કરશો.
યોગી આદિત્યનાથે ભારત જોડો યાત્રા ઉપર પણ પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, કોંગ્રેસ બોલે છે કૈક અને કરે છે કૈક.કોંગ્રેસે ધારા 370 લગાવી આતંકવાદ આપ્યો અને મોદી-અમિત શાહે કાશ્મીરમાંથી 370 કલમ હટાવી દીધી. 370ના હટી હોટ તો આતંકવાદ સમાપ્ત ન થાત.
જેમને પદ પરથી હટાવ્યા તેઓ આજે યાત્રા કરી રહ્યા છે': વડાપ્રધાન મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરેન્દ્રનગરના દૂધરેજમાં ચૂંટણી સભા સંબોધી હતી. લોકોને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ધોરીધજા ડેમ ભરવાનો હતો ત્યારે હું સુરેન્દ્રનગર આવ્યો હતો. અમે ફક્ત સપના જ નથી જોતા, સપનાનો સંકલ્પ લઇને સિદ્ધિ મેળવીએ છીએ. 24 કલાક વીજળી ન મળે તેવુ વિધાનસભામાં કોગ્રેસના ધારાસભ્યો બોલ્યા હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે અઘરા કામ કરવા માટે જ મને બેસાડ્યો છે. 10 વર્ષ અગાઉ ગુજરાતમાં 24 કલાક વીજળી પહોંચી ગઇ છે. ડેરી સેક્ટરમાં સુરેન્દ્રનગર જિલ્લાએ મોટો પ્રભાવ ઉભો કર્યો છે. 24 કલાક વિજળીથી દૂધને સાચવવામાં અને દૂધની ક્વોલિટી સારી થઇ છે. આજે ગુજરાતમાં લગભગ પોણા બસો લાખ મેટ્રિક ટન દૂધનું ઉત્પાદન થાય છે. સુરસાગર ડેરી તો સુખસાગર ડેરી થઇ ગઇ છે.