મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપ્યા બાદ પહેલી વાર રાજકોટ આવેલા રૂપાણીએ શું આપ્યું મોટું નિવેદન ?
અમારા અનેક પૂર્વજોએ આ પ્રકારે સત્તાનો ત્યાગ કરવાની તૈયારીઓ દર્શાવી હતી તેજ રીતે મેં પણ સત્તાનો ત્યાગ કર્યો છે.
![મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપ્યા બાદ પહેલી વાર રાજકોટ આવેલા રૂપાણીએ શું આપ્યું મોટું નિવેદન ? What big statement did Rupani, who came to Rajkot for the first time after resigning from the post of Chief Minister? મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપ્યા બાદ પહેલી વાર રાજકોટ આવેલા રૂપાણીએ શું આપ્યું મોટું નિવેદન ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/12/28ea9b5bf8ff47190d151df80feb70bd_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
રાજકોટ: પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટ પહોંચ્યા છે. વિજયભાઈ રુપાણીએ પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું, નવા મંત્રી મંડળની શપથવિધિ કરાવી પ્રથમ વખત રાજકોટ ઘરે આવ્યો છું. ખૂબ હળવાશ અને મુક્ત થઈને આવ્યો છું.
નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં વિકાસ થશે. આતો રિલે રેસ છે એક બીજાને દોડીને જવાબદારી સોંપતા હોઈ છે. આ ભાજપ જ કરી શકે. અમારા અનેક પૂર્વજોએ આ પ્રકારે સત્તાનો ત્યાગ કરવાની તૈયારીઓ દર્શાવી હતી તેજ રીતે મેં પણ સત્તાનો ત્યાગ કર્યો છે. ભારતીય જનતા પાર્ટીએ નો રિપીટનો ગુજરાતમાં પ્રયોગ કર્યો છે. બધાએ સહર્ષ સ્વીકારી સત્તાનો ત્યાગ કર્યો છે. અમારી એક જ ભૂમિકા કે સત્તા પર હોઈ કે નહીં અમે કાર્યકરો જ છીએ.
ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળનારા ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની આજે ગુરૂવારે બપોરે 1.30 કલાકે રાજભવન ખાતે શપથવિધી થઈ હતી. આ મંત્રીમંડળમાં ‘નો રીપીટ’ થીયરી અપનાવીને જૂના તમામ મંત્રીઓને પડતા મૂકાયા હતા. ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળમાં કુલ 24 પ્રધાનોનો સમાવેશ કરાયો છે. મંત્રીઓને ખાતની ફાળવણી કરવામાં આવી છે.
કેબિનેટ મંત્રી
રાજેન્દ્ર ત્રિવેદી (વડોદરા)- મહેસૂલ અને કાયદા, વૈધાનિક સંસદિય બાબતો,
જીતુભાઈ વાઘાણી (ભાવનગર)- શિક્ષણ મંત્રી
ઋષિકેશ પટેલ (વિસનગર)-આરોગ્ય મંત્રી, જળસંપતિ અને પાણી પુરવઠો
પૂર્ણેશ મોદી (સુરત પશ્ચિમ)- માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડન, પ્રવાસ અને યાત્રાધામ
રાઘવજી પટેલ (જામનગર ગ્રામ્ય)-કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન
કનુભાઈ દેસાઈ (પારડી-વલસાડ)- નાણા મંત્રાલય
કિરિટસિંહ રાણા (લીંબડી)- વન પર્યાવરણ, ક્લાઈમેન્ટ ચેન્જ, છાપકામ, સ્ટેશનરી
નરેશ પટેલ (ગણદેવી-નવસારી)- વન પર્યાવરણ આદિજાતી
પ્રદીપ પરમાર (અસારવા-અમદાવાદ)-સામાજિક ન્યાય અને અધિકારીતા
અર્જુનસિંહ ચૌહાણ (મહેમદાવાદ)-ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ,
રાજ્ય કક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો)
હર્ષ સંઘવી (મજૂરા-સુરત)- ગૃહ રાજ્ય મંત્રી, રમત ગમત, યુવક સેવા અને સાંસ્કૃિત પ્રવૃતિઓ
જગદીશ પંચાલ (નિકોલ, અમદાવાદ)-કુટિર ઉદ્યોગ
બ્રિજેશ મેરજા (મોરબી)-શ્રમ રોજગાર
જીતુભાઈ ચૌધરી (કપરાડા,વલસાડ)- કલ્પસર, મત્સ્યોદ્યોગ
મનિષા વકીલ (વડોદરા શહેર)- મહિલા બાળ કલ્યાણ
રાજ્ય કક્ષાના મંત્રી
મુકેશ પટેલ (ઓલપાડ, સુરત)- કૃષિ અને ઉર્જા પેટ્રોકેમિકલ્સ
નિમિષા સુથાર (મોરવા હડફ, પંચમહાલ)- આદિજાતી વિકાસ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ
અરવિંદ રૈયાણી (રાજકોટ)- વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડન, પ્રવાસન
કુબેર ડિંડોર (સંતરામપુર, મહીસાગર)- ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વૈધાનિક અને સંસદીય બાબતો
કીર્તિસિંહ વાઘેલા (કાંકરેજ, બનાસકાંઠા) પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ
ગજેન્દ્રસિંહ પરમાર (પ્રાંતિજ, સાબરકાંઠા)- અન્ન નાગિરક પુરવઠો
રાઘવજી મકવાણા (મહુવા, ભાવનગર)- સામાજિક ન્યાય અધિકારીતા
વિનુ મોરડિયા (કતારગામ, સુરત)- શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ
દેવાભાઈ માલમ (કેશોદ, જૂનાગઢ)- પશુપાલન અને ગૌ સંવર્ધન
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)