શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

રાજ્યમાં PSI-LRD ભરતી કૌભાંડ બહાર આવતાં બોર્ડના ચેરમેને શું કરવી પડી અપીલ ?

પોલીસે બંને  સામે ગુનો નોંધી બંનેને જેલભેગા કર્યા છે. આ બંને આરોપીઓએ ખરેખર કેટલા ઉમેદવારોને શિકાર બનાવ્યા છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

અમદાવાદઃ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ  દ્વારા લેવાઈ રહેલી  શારીરિક ક્ષમતા કસોટીનું પરિણામ જાહેર થઈ ગયું છે. રાજ્યના લાખો યુવક, યુવતીઓએ આ પરીક્ષા આપી હતી ત્યારે હવે આ પરીક્ષામાં પાસ કરાવી દેવાના નામે સંખ્યાબંધ વિદ્યાર્થીઓને છેતરવામાં આવ્યા હોવાની ચોંકાવનારી ઘટના બહાર આવી છે.

આ કૌભાંડ બહાર આવતાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે ઉમેદવારોને અપીલ કરી છે કે, બીજે ક્યાંય પણ ઉમેદવારોની લાલચ નો લાભ લઇ કોઈએ પૈસા પડાવ્યા હોય તો સંબંધિત જિલ્લા/ શહેર પોલીસ નો સંપર્ક કરવો. હસમુખ પટેલે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ નાનીચેના નંબર પર ઓફિસ સમય દરમ્યાન સંપર્ક કરવા પણ કહ્યું છે.

મોબાઈલ નંબર્સઃ

9104654216

8401154217

7041454218

સમયઃ  સવારે 10:30 થી સાંજે 6.00 સુધી

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ  દ્વારા લેવાયેલી પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) અને લોક રક્ષક દળ (LRD)ની  પરીક્ષામાં પાસ કરાવી દેવાના નામે લાખો રૂપીયાનું કૌભાંડ આચરાયાનું બહાર આવતાં હસમુખ પટેલે આ અપીલ કરવી પડી છે. ગાંધીગ્રામ પોલીસે કૌભાંડ આચરનાર જુનાગઢની ક્રિષ્નાબેન ભરડવા અને જામનગરના જેનીશ પરસાણાની ધરપકડ કરી છે.

પોલીસે બંને  સામે ગુનો નોંધી બંનેને જેલભેગા કર્યા છે. આ બંને આરોપીઓએ ખરેખર કેટલા ઉમેદવારોને શિકાર બનાવ્યા છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં ત્રણ યુવતી સહિત 12 ઉમેદવારો પાસેથી પોલીસ ભરતીના નામે રૂપિયા ખંખેર્યા હતા એવું બહાર આવ્યું છે.

પોલીસ પાસથી મળેલી વિગતો પ્રમાણે  જુનાગઢની ક્રિષ્નાબેન ભરડવા અને જામનગરના જેનીશ પરસાણાએ કહ્યું હતું કે, ઉમેદવારોને પોલીસ તંત્રમાં પોતાની મોટી ઓળખાણ છે.  તેને કારણે ઉમેદવારે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ  દ્વારા લેવાયેલી પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) અને લોક રક્ષક દળ (LRD)ની  શારીરીક કે લેખિત પરીક્ષા આપવી નહી પડે અને સીધા પાસ થઈ જવાશે તેવા દાવા કરી ઉમેદવારોને બાટલામાં ઉતાર્યા હતા. ઘણા ઉમેદવારોએ તેમને નાણાં આપ્યાં હતાં.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Wayanad Results:  વાયનાડમાં પ્રિયંકા ગાંધી મોટી જીત તરફ, 60 હજાર મતોથી આગળ છે કોંગ્રેસના મહાસચિવ

Maharashtra Assembly Election: સ્વરા ભાસ્કરના પતિ ફહાદ અહેમદ મહારાષ્ટ્રમાં તેમની સીટ પર આગળ કે પાછળ, જાણો એક ક્લિકમાં

Maharashtra Election Result 2024: VIP બેઠકો પર રસપ્રદ મુકાબલો, પવાર-શિંદે અને ફડણવીસ સહિત દિગ્ગજોમાં કોણ આગળ?

Cash For Vote: ચૂંટણી પરિણામના દિવસે જ રાહુલ ગાંધી ફસાયા મોટી મુશ્કેલીમાં! આ નેતાએ ફટકારી 100 કરોડની નોટિસ

ABP Premium

વિડિઓઝ

Jharkhand Election 2024: ઝારખંડમાં JMM 30 બેઠકો પર આગળ, જુઓ વીડિયોમાંMaharastra Election Result 2024: 9 વાગ્યા સુધીમાં મહારાષ્ટ્રમાં કોણ આગળ?Vav By Election Result 2024 : ચૂંટણી પરિણામો વચ્ચે ગેનીબેનનો હુંકાર, આજે કમળ પર ગુલાબનો ઘા થશેMaharashtra Election Result 2024 : મહારાષ્ટ્રના શરૂઆત વલણમાં ભાજપે મારી બાજી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Wayanad Results:  વાયનાડમાં પ્રિયંકા ગાંધી મોટી જીત તરફ, 60 હજાર મતોથી આગળ છે કોંગ્રેસના મહાસચિવ
Wayanad Results: વાયનાડમાં પ્રિયંકા ગાંધી મોટી જીત તરફ, 60 હજાર મતોથી આગળ છે કોંગ્રેસના મહાસચિવ
Maharashtra Assembly Election: સ્વરા ભાસ્કરના પતિ ફહાદ અહેમદ મહારાષ્ટ્રમાં તેમની સીટ પર આગળ કે પાછળ, જાણો એક ક્લિકમાં
Maharashtra Assembly Election: સ્વરા ભાસ્કરના પતિ ફહાદ અહેમદ મહારાષ્ટ્રમાં તેમની સીટ પર આગળ કે પાછળ, જાણો એક ક્લિકમાં
Maharashtra Election Result 2024: VIP બેઠકો પર રસપ્રદ મુકાબલો, પવાર-શિંદે અને ફડણવીસ સહિત દિગ્ગજોમાં કોણ આગળ?
Maharashtra Election Result 2024: VIP બેઠકો પર રસપ્રદ મુકાબલો, પવાર-શિંદે અને ફડણવીસ સહિત દિગ્ગજોમાં કોણ આગળ?
Cash For Vote: ચૂંટણી પરિણામના દિવસે જ રાહુલ ગાંધી ફસાયા મોટી મુશ્કેલીમાં! આ નેતાએ ફટકારી 100 કરોડની નોટિસ
Cash For Vote: ચૂંટણી પરિણામના દિવસે જ રાહુલ ગાંધી ફસાયા મોટી મુશ્કેલીમાં! આ નેતાએ ફટકારી 100 કરોડની નોટિસ
IND vs AUS: પ્રથમ ઈનિંગમાં ઓસ્ટ્રેલીયા 104 રનમાં ઓલ આઉટ, બુમરાહની 5 વિકેટ

Maharashtra: કોણ બનશે મુખ્યમંત્રી? મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ માટે ઉદ્ધવ ઠાકરે-એકનાથ શિંદેના નામના લાગ્યા પોસ્ટર

Assembly Election Results 2024: આજે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની મતગણતરી

Assembly Election 2024 Result Live Updates: મહારાષ્ટ્રમાં ઉલટફેર, NDA ફરી આગળ, ઝારખંડમાં  કોંગ્રેસ-JMM ગઠબંધન આગળ

Embed widget