Rajkot: રૈયા ધાર વિસ્તારમાં અસામાજિક તત્વોના ત્રાસથી મહિલાઓ અને સ્થાનિક વેપારીઓ પરેશાન
રાજકોટ શહેરના રૈયા ધાર વિસ્તારમાં અસામાજિક તત્વોના ત્રાસથી સ્થાનિક લોકો પરેશાન થયા છે. આ વિસ્તારની મહિલાઓ અને સ્થાનિક વેપારીઓ પરેશાન થયા છે.
રાજકોટ: રાજકોટ શહેરના રૈયા ધાર વિસ્તારમાં અસામાજિક તત્વોના ત્રાસથી સ્થાનિક લોકો પરેશાન થયા છે. આ વિસ્તારની મહિલાઓ અને સ્થાનિક વેપારીઓ પરેશાન થયા છે. કેટલાક શખ્સોએ સ્થાનિક વેપારીઓ સાથે મારપીટ કરી, પૈસાની ઉઘરાણી કરી હતી. આરોપ છે કે, પ્રોટેક્શનના નામે કેટલાક શખ્સો વૈપારી પાસે પૈસા ઉઘરાવે છે.
આ સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરવા પર ઓટ્રોસિટીની ફરિયાદ નોંધાવાની ધમકી આપે છે. સ્થાનિકો અનુસાર, અસામાજિક તત્વો બહેનો-દીકરો પર ઈંડા ફેંકી પરેશાન કરે છે. આવા શખ્સો સામે કાર્યવાહી કરવાના બદલે પોલીસ પણ તેમને છાવરે છે. ગઈકાલે અહીંના રહીશો સાંસદ રામભાઈ મોકરિયાને રજૂઆત કરવા પહોંચ્યા હતા. જેથી સાંસદે પોલીસ કમિશનરે જાણ કરતા, ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી છે. જોકે, પોલીસ કમિશનર રાજૂ ભાર્ગવે સ્થાનિકો પાસે પૂરાવા માગતા, અહીંના સ્થાનિકો રોષે ભરાયા છે.
અમદાવાદમાં દારુબંધીના ફરી લીરેલીરા ઉડ્યા
એએમસી સંચાલિત અર્બન હેલ્થ સેન્ટરના ડોક્ટર દારૂના નશામાં જોવા મળ્યા છે. અમદાવાદના ચાંદખેડા અર્બન હેલ્થ સેન્ટરના ડોક્ટર દારૂના નશામાં જોવા મળતા ચકચાર મચી જવા પામી છે. ગુરુવાર સાંજના સમયે મુલાકાતીને અનુભવ થતા મોબાઈલમાં વિડીયો ઉતાર્યો હતો. દારૂ પીધેલ ડૉક્ટરનું નામ ડોકટર બ્રિજેશ કટારા હોવાનું સામે આવ્યું છે. ડો બ્રિજેશ કટારાને અગાઉ પણ કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી છે. હાલ વીડિયોના પુરાવા સ્વરૂપે ડોક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુસાર, ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે. જેને લઈ 28 અને 29 તારીખે ગુજરાતમાં માવઠું પડશે. હવામાન વિભાગના મતે વરસાદી માહોલ અને ભારે પવન ફૂંકાવાને લઈ ગરમીથી મુક્તિ મળશે. ત્રણ દિવસ તો તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય. ત્યારબાદ ગરમીમાં થોડો વધારો થશે. આજે અમદાવાદ સૌથી ગરમ રહ્યું છે. અમદાવાદમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગાંધીનગરમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગે ચોમાસાને લઈને પણ આગાહી કરી છે. ગુજરાતમાં આ વખતે ચોમાસું સામાન્ય રહેવાની આશા છે.
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે. ઉપરાંત પાટણ, મેહસાણા, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી છે. આણંદ,ભરૂચ,અમરેલી, રાજકોટ,ભાવનગરમાં પણ વરસાદ વરસી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તો બીજી બાજુ આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં ભારે પવન ફુંકાવાની આગાહી કરાઈ છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
