શોધખોળ કરો
Advertisement
રાજકોટઃ લગ્નની લાલચ આપી સગીરાને ભગાડી ગયો, પછી શું થયું? જાણો વિગત
રાજકોટના પરાસરનગરમાં રહેતા પાર્થ કનુભાઈ ખાંચર અને સીગીરા થોડા સમય પહેલા એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયા હતા.
રાજકોટઃ સગીરાને લગ્નની લાલચ આપીને બળાત્કાર ગુજારવાના ગુનામાં પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે. યુવક સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. જોકે, પોલીસે તેમને શોધી કાઢ્યા હતા અને હાલ, યુવક પોલીસ રિમાન્ડમાં છે. પોલીસે યુવક અને સગીરાને દેવભૂમિ દ્વારકાથી પકડી લીધા છે.
થોરાળા પોલીસ સ્ટેશનના પીઆઈ બી.ટી. વાઢીયાએ આપેલી વિગતો પ્રમાણે રાજકોટના પરાસરનગરમાં રહેતા પાર્થ કનુભાઈ ખાંચર અને સીગીરા થોડા સમય પહેલા એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયા હતા. દરમિયાન ગત 22-6-2019ના રોજ યુવક અને સગીરા ઘરેથી ભાગી ગયા હતા.
પોલીસને આ યુવક દેવભૂમિ દ્વારકામાં હોવાની જાણ થતાં ગત 18મી સપ્ટેમ્બરે તપાસ કરતા બંને ત્યાંથી મળી આવ્યા હતા. પોલીસે યુવકની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતાં પોલીસે 21મી સુધીના રિમાન્ડ આપ્યા છે. આમ, પોલીસને 70 દિવસ પછી સગીરાની ભાળ મળી હતી. આ યુવક અગાઉ બળાત્કારના કેસમાં મદદગારીના ગુનામાં પકડાયેલો છે. એટલું જ નહીં, તેની સામે વાહનચોરીનો ગુનો પણ નોંધાયેલો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement