શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Bank Cyber Attack: આપના બેન્ક અકાઉન્ટ પર તોળાઇ રહ્યું છે સાઇબર અટેકનું જોખમ, RBIએ કરી એડવાઇઝરી જાહેર

RBI Threat Alert: રિઝર્વ બેંકને સૂત્રો પાસેથી માહિતી મળી છે કે, સાયબર હુમલાખોરોનું એક જૂથ ભારતીય બેંક ખાતાઓને નિશાન બનાવી શકે છે. આ અંગે એક એડવાઈઝરી જારી કરવામાં આવી છે...

Bank Cyber Attack:દેશભરના કરોડો બેંક ખાતાધારકો માટે એક ખરાબ સમાચાર છે. ભારતીયોના બેંક ખાતાઓ પર સાયબર હુમલાનો ખતરો છે. આરબીઆઈએ આ ખતરાને લઈને એલર્ટ જાહેર કર્યું છે. સેન્ટ્રલ બેંકે બેંક ખાતાઓ પર સાયબર હુમલાના જોખમને ધ્યાનમાં રાખીને તમામ બેંકોને તૈયાર રહેવા કહ્યું છે.

બેંકોને 24 કલાક તૈયાર રહેવા સૂચના આપી છે

રિઝર્વ બેંકે તમામ બેંકોને ચોવીસ કલાક  માટે સક્રિયપણે તૈયાર રહેવા જણાવ્યું છે. રિઝર્વ બેંકનું કહેવું છે કે, તેને સાયબર હુમલાના સંદર્ભમાં સૂત્રો પાસેથી માહિતી મળી છે. આ અંગે સેન્ટ્રલ બેંકે 24 જૂને પત્ર મોકલીને તમામ બેંકો અને નાણાકીય સંસ્થાઓને ચેતવણી આપી છે. એડવાઈઝરીમાં, બેંકોને જોખમોને ઓળખવા અને નિવારક પગલાંને સઘન બનાવવા માટે સર્વેલન્સ ક્ષમતા વધારવા માટે કહેવામાં આવ્યું છે.

હેકર્સના આ જૂથ તરફથી ધમકી

રિઝર્વ બેંકે આ એલર્ટ અને એડવાઈઝરી એવા સમયે જારી કરી છે જ્યારે તાજેતરની એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેણે ભારતીય બેંક ખાતાધારકોને જોખમ અંગે ચેતવણી આપી છે. રિઝર્વ બેંકે 24 જૂને એક એડવાઈઝરી જાહે કરી હતી અને તે જ દિવસે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે લુલ્ઝસેક નામનું હેકર જૂથ ભારતીય બેંકોને નિશાન બનાવવા જઈ રહ્યું છે. LulzSec ભૂતકાળમાં ઘણા હાઇ-પ્રોફાઇલ સાયબર હુમલાઓ માટે જવાબદાર છે.

એવું માનવામાં આવતું હતું કે હેકર જૂથ લુલ્ઝસેક હવે નિષ્ક્રિય છે, પરંતુ તાજેતરમાં તેના પુન: સક્રિય થવાની માહિતી પ્રકાશમાં આવી છે.

દર વર્ષે આટલું નુકશાન થાય છે

ડિજિટલ અર્થતંત્રમાં, સાયબર હુમલાના જોખમો પણ સતત વધી રહ્યા છે. રિઝર્વ બેંક દ્વારા આ અઠવાડિયે જાહેર  કરવામાં આવેલા ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ અનુસાર, છેલ્લા 20 વર્ષમાં ફાઇનાન્શિયલ સેક્ટરમાં 20 હજારથી વધુ સાઇબર હુમલા થયા છે, જેમાં 20 બિલિયન ડૉલરથી વધુનું નુકસાન થયું છે. એટલે કે, દર વર્ષે સરેરાશ 1000 સાયબર હુમલાના કેસ નોંધાઈ રહ્યા છે અને તેના કારણે દર વર્ષે સરેરાશ 1 અબજ ડોલરનું નુકસાન થઈ રહ્યું છે.

એલર્ટ પહેલાથી જ જાહેર કરવામાં આવ્યું છે

ગયા વર્ષની શરૂઆતમાં, CERT-In એ સમાન ધમકીની આશંકા વ્યક્ત કરી હતી. CERT-In એ આંતરરાષ્ટ્રીય ફંડ ટ્રાન્સફરની SWIFT સિસ્ટમ, કાર્ડ નેટવર્ક, રિયલ ટાઇમ પેમેન્ટ સિસ્ટમ UPI અને RTGS, NEFT જેવા સ્થાનિક ફંડ ટ્રાન્સફર નેટવર્ક પર જોખમનો ભય વ્યક્ત કર્યો હતો. હવે રિઝર્વ બેંકના એલર્ટ બાદ બેંકોએ આ જોખમોથી પોતાને બચાવવા બચાવવાના પ્રયાસો તેજ કરવા પડશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો
IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો
'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો
ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ
ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ
Advertisement
ABP Premium

વિડિઓઝ

BIG New: રાજકોટમાં ભાજપના નેતા પર હુમલો! PI સંજય પાદરીયાએ હુમલો કર્યો હોવાનો લગાવ્યો આરોપHun To Bolish : હું તો બોલીશ : નશેડી નબીરોHun To Bolish : હું તો બોલીશ : માસૂમની તસ્કરીના માફિયા કોણ?Valsad News : વલસાડ જિલ્લામાં ટોલટેક્સમાં વધારો, વાહનચાલકોમાં તોતિંગ વધારાથી રોષ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો
IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો
'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો
ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ
ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ
ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો
ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો
બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો
બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો
તમારી આ મનપસંદ વસ્તુ બાળકો માટે ઝેર સમાન છે, આજે જ આપવાનું બંધ કરો નહીંતર....
તમારી આ મનપસંદ વસ્તુ બાળકો માટે ઝેર સમાન છે, આજે જ આપવાનું બંધ કરો નહીંતર....
ઉદ્ધવ ઠાકરેને સીએમ બનવાના આશીર્વાદ આપનાર અવિમુક્તેશ્વરાનંદ હવે બતાવવા લાગ્યા મહારાષ્ટ્રમાં ભાજપની જીતની ફોર્મ્યુલા
ઉદ્ધવ ઠાકરેને સીએમ બનવાના આશીર્વાદ આપનાર અવિમુક્તેશ્વરાનંદ હવે બતાવવા લાગ્યા મહારાષ્ટ્રમાં ભાજપની જીતની ફોર્મ્યુલા
Embed widget