શોધખોળ કરો

Old Pension Scheme: કર્મચારીઓને હોળી પર સરકારની ભેટ, પેન્શન પર મોદી સરકારનો મહત્વો નિર્ણય

Old Pension Scheme: કેન્દ્ર સરકારે કર્મચારીઓના એક વર્ગને હોળીની જબરદસ્ત ભેટ આપી છે. જૂની પેન્શન સ્કીમમાં કરવામાં આવેલા નવા ફેરફારોથી લાખો લોકોને ફાયદો થશે.

Old Pension Scheme:  કેન્દ્ર સરકારે કર્મચારીઓના એક વર્ગને હોળીની જબરદસ્ત ભેટ આપી છે. જૂની પેન્શન સ્કીમમાં કરવામાં આવેલા નવા ફેરફારોથી લાખો લોકોને ફાયદો થશે.

રંગોનો તહેવાર હોળીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. જો કે કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ માટે હોળીની ઉજવણી શરૂ થઈ ગઈ છે. હકીકતમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે જૂની પેન્શન યોજનાને લઈને એક નવું અપડેટ જારી કર્યું છે. આ પછી હવે કેન્દ્રીય કર્મચારીઓના એક વર્ગને નવી પેન્શન યોજના (નેશનલ પેન્શન સિસ્ટમ)ની જગ્યાએ જૂની પેન્શન યોજના પસંદ કરવાનો વિકલ્પ મળ્યો છે.

તારીખ દ્વારા પસંદ કરવાનો વિકલ્પ

કર્મચારી મંત્રાલયે જૂની પેન્શન યોજનાને લઈને નવો આદેશ જારી કર્યો છે. તદનુસાર, હવે કેટલાક કેન્દ્રીય કર્મચારીઓ જૂની પેન્શન યોજનાનો વિકલ્પ પસંદ કરી શકે છે. આ આદેશ હેઠળ, જૂની પેન્શન યોજનાનો લાભ લેવા માટે પાત્ર એવા તમામ કેન્દ્રીય કર્મચારીઓને નવો વિકલ્પ પસંદ કરવા માટે 31 ઓગસ્ટ, 2023 સુધીનો સમય આપવામાં આવ્યો છે.

સમયમર્યાદા પછી તક નહીં મળે

જો કે, જો પાત્ર કર્મચારીઓ સમયમર્યાદાની સમાપ્તિ પહેલાં જૂની પેન્શન યોજના પસંદ ન કરે, તો તેઓ આપમેળે નવી પેન્શન યોજના હેઠળ આવરી લેવામાં આવશે. આનો અર્થ એ થયો કે 31 ઓગસ્ટ, 2023 સુધી, પાત્ર કેન્દ્રીય કર્મચારી પેન્શન યોજના જે પણ વિકલ્પ પસંદ કરશે, તેને અંતિમ ગણવામાં આવશે. મંત્રાલયે આદેશમાં એ પણ સ્પષ્ટ કર્યું છે કે ડેડલાઈન એટલે કે 31 ઓગસ્ટ 2023 પછી પેન્શન સ્કીમનો વિકલ્પ બદલવાની કોઈ સુવિધા નહીં હોય.

આવા કર્મચારીઓને લાભ મળશે

સરકારી આદેશ અનુસાર, આ સુવિધાનો લાભ એવા કેન્દ્રીય કર્મચારીઓને આપવામાં આવશે જેમની નવી પેન્શન યોજના અમલીની જાહેરાત પહેલા  નિમણૂક કરવામાં આવી હતી અથવા તેમની પોસ્ટની નિમણૂક અંગેની સૂચના પહેલાથી જ બહાર પાડવામાં આવી હતી. રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમની સૂચના સરકાર દ્વારા 22 ડિસેમ્બર 2003ના રોજ બહાર પાડવામાં આવી હતી. આનો અર્થ એ છે કે 22 ડિસેમ્બર 2003 પહેલા જે લોકોની નિમણુંક થઇ છે માત્ર એ જ કર્મચારી જુની પેન્શન યોજનાનો વિકલ્પ પસંદ કરી શકે છે.

જૂની પેન્શન યોજનાના લાભો

પેન્શન યોજનાનો લાભ એમ્પ્લોઈઝ સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (પેન્શન) રૂલ્સ, 1972 હેઠળ ઉપલબ્ધ હતો, જે હવે કર્મચારી સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (પેન્શન) નિયમો, 2021 તરીકે ઓળખાય છે. આ યોજના હેઠળ વર્ષ 2004 પહેલા નિવૃત્ત થનારા કેન્દ્રીય કર્મચારીઓને પેન્શન તરીકે નિશ્ચિત રકમ મળે છે. નિવૃત્તિ સમયે પગારના આધારે પેન્શનની રકમ નક્કી કરવામાં આવે છે. જો નિવૃત્તિ પછી પેન્શનર મૃત્યુ પામે છે, તો આ સ્થિતિમાં તેના આશ્રિતોને લાભ મળે છે.

નિવૃત કર્મચારીઓને આવકાર્યા હતા

કેન્દ્ર સરકારના આ ફેરફારથી કેન્દ્રીય કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. . પીટીઆઈના એક સમાચાર અનુસાર, પેન્શનરોના સંગઠન નેશનલ મૂવમેન્ટ ફોર ઓલ્ડ પેન્શન સ્કીમએ આ ફેરફારનું સ્વાગત કર્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોના 14 લાખથી વધુ નિવૃત્ત લોકોના આ સંગઠને પરિવર્તનને એક સારા સમાચાર ગણાવ્યા છે. આ સાથે સંગઠને નવી પેન્શન યોજનામાં કેટલાક ફેરફાર કરવાની પણ માંગ કરી રહ્યાં છે..         

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Embed widget