શોધખોળ કરો

Social Media Day 2023: Sixdegrees હતું પહેલુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, જાણવા જેવો છે રોચક ઇતિહાસ

તમે સોશિયલ મીડિયાની શક્તિનો અંદાજો એ વાત પરથી લગાવી શકો છો કે તે કોઈને રાતોરાત સ્ટાર બનાવી શકે છે. સોશિયલ મીડિયા કોઇ વાત જંગલની આગ કરતાં પણ વધુ ઝડપથી ફેલાય છે.

Social Media Day 2023:તમે સોશિયલ મીડિયાની શક્તિનો અંદાજો એ વાત પરથી લગાવી શકો છો કે તે કોઈને રાતોરાત સ્ટાર બનાવી શકે છે. સોશિયલ મીડિયા કોઇ વાત જંગલની આગ કરતાં પણ વધુ ઝડપથી ફેલાય છે.

 ટેલિફોનનો યુગ કોમ્યુનિકેશનની દુનિયામાં સૌથી મોટો બદલાવ હતો. તે પછી ફેક્સ મશીને કબજો જમાવ્યો અને હવે સોશિયલ મીડિયા વિશ્વની સૌથી મોટી કોમ્યુનિકેશન સિસ્ટમ બની ગઈ છે. સોશિયલ મીડિયાના આ યુગમાં કોઈ પણ વ્યક્તિ કોઈની પણ સાથે સેકન્ડમાં કનેક્ટ થઈ શકે છે. તમે સોશિયલ મીડિયાની શક્તિનો અંદાજો એ વાત પરથી લગાવી શકો છો કે તે કોઈને રાતોરાત સ્ટાર બનાવી શકે છે અને કોઈને સ્વર્ગમાંથી પૃથ્વી પર પણ લાવી શકે છે. સોશિયલ મીડિયા પર જંગલની આગ કરતાં પણ ઝડપથી કંઈ પણ  ફેલાય છે. આજે અમે તમારી સાથે સોશિયલ મીડિયા વિશે વાત કરી રહ્યા છીએ કારણ કે આજે 30 જૂન છે અને દર વર્ષે 30 જૂન સોશિયલ મીડિયા ડે તરીકે ઉજવવામાં આવે છે. આવો જાણીએ આ ખાસ દિવસે સોશિયલ મીડિયા સાથે જોડાયેલી ખાસ વાતો.

સોશિયલ મીડિયાનો ઇતિહાસ

વર્લ્ડ સોશિયલ મીડિયા ડેની શરૂઆત 30 જૂન 2010ના રોજ Mashable દ્વારા કરવામાં આવી હતી. Mashable એક ટેકનોલોજી વેબસાઇટ છે. સોશિયલ મીડિયા ડે મનાવવાનો અર્થ છે સમગ્ર વિશ્વની કોમ્યુનિકેશન સિસ્ટમને આદર આપવો. આજે દરેક વ્યક્તિ દરરોજ કોઈને કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. દર વર્ષે લોકો 30મી જૂને #SMDay સાથે સોશિયલ મીડિયા ડે ઉજવે છે.

વિશ્વનું પ્રથમ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Sixdegrees

Sixdegrees ને વિશ્વનું પહેલું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માનવામાં આવે છે જે 1997 માં લોન્ચ કરવામાં આવ્યું હતું. તેના સ્થાપકનું નામ એન્ડ્રુ વેઈનરીચ છે. SixDegrees સાઇટ દ્વારા, લોકો કુટુંબના સભ્યો અને મિત્રોના ગ્રૂપ બનાવી શકતા હતા.  Sixdegrees ના લાખો યુઝર્સ હતા પરંતુ તે 2001 માં બંધ થઈ ગયું હતું. સિક્સડિગ્રી ફેસબુક જેવું જ પ્લેટફોર્મ હતું.  તમે Sixdegrees પર પ્રોફાઇલ પણ બનાવી શકો છો અને Facebookની જેમ જ લોકો સાથે કનેક્ટ થઈ શકો છો.

 ફ્રેન્ડસ્ટરને આધુનિક સોશિયલ મીડિયા પ્લેટફોર્મનું બિરુદ મળ્યું હતું.  જે 2002માં શરૂ થયું હતું. તે એશિયામાં ખૂબ જ લોકપ્રિય હતું. LinkedIn એ પહેલું બિઝનેસ આધારિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માનવામાં આવે છે જે 2003માં શરૂ થયું હતું. MySpace પણ એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હતું જે 2004માં લોન્ચ કરવામાં આવ્યું હતું અને ફેસબુક પણ તે જ વર્ષે લોન્ચ કરવામાં આવ્યુ. 2006 સુધીમાં, MySpace પ્રભુત્વ ધરાવતું હતું અને વિશ્વનું સૌથી મોટું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બની ગયું હતું.

સોશિયલ મીડિયા પર દર 60 સેકન્ડે શું થાય છે?

2020ના રિપોર્ટ અનુસાર, YouTube પર દર 60 સેકન્ડમાં 4,320 મિનિટનો વીડિયો અપલોડ થાય છે. ઇન્સ્ટાગ્રામ પર દર મિનિટે 2,16,00 નવા ફોટા અપલોડ થાય છે. વધુમાં, Pinterest પર દર 60 સેકન્ડે 3,472 ફોટો પિન અને Facebook પર 2,460,000 કન્ટેન્ટ શેર થાય છે. દર 60 સેકન્ડે 2,77,000 ટ્વીટ્સ કરવામાં આવે છે. Snapchat પર દરરોજ 6 બિલિયન વીડિયો જોવામાં આવે છે.

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GSEB SSC Results 2024: ધોરણ 10નું પરિણામ જાહેર,  કુલ 82.56 ટકા  રિઝલ્ટ,  આ નંબર સેવ કરી, વોટસઅપથી જાણો રિઝલ્ટ
GSEB SSC Results 2024: ધોરણ 10નું પરિણામ જાહેર, કુલ 82.56 ટકા રિઝલ્ટ,  આ નંબર સેવ કરી, વોટસઅપથી જાણો રિઝલ્ટ
Gujarat Weather: ખેડૂતો માટે માઠા સમાચાર, ગુજરાતમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી
Gujarat Weather: ખેડૂતો માટે માઠા સમાચાર, ગુજરાતમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી
Arvind Kejriwal Live: કેજરીવાલ આજે દિલ્હીમાં કરશે ભવ્ય રોડ શો
Arvind Kejriwal Live: કેજરીવાલ આજે દિલ્હીમાં કરશે ભવ્ય રોડ શો
GSEB SSC Results 2024: ધોરણ 10માં વિદ્યાર્થિનીઓએ મારી બાજી, આ જિલ્લાનું સૌથી ઓછું પરિણામ
GSEB SSC Results 2024: ધોરણ 10માં વિદ્યાર્થિનીઓએ મારી બાજી, આ જિલ્લાનું સૌથી ઓછું પરિણામ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Pavagadh Ropeway| મહાકાળી માતાના મંદિરે હવે તમે જઈ શકશો રોપ-વેમાં.. મળી ગઈ મંજૂરી| Abp AsmitaSurat Fire Updates | મોબાઈલની દુકાનમાં લાગી ભીષણ આગ, ધુમાડાના ઉડ્યા ગોટે ગોટાHun To Bolish : યે ઇલુ ઇલુ ક્યાં હૈ ? । abp AsmitaHun To Bolish : કેમ લાગી આગ ?  । abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GSEB SSC Results 2024: ધોરણ 10નું પરિણામ જાહેર,  કુલ 82.56 ટકા  રિઝલ્ટ,  આ નંબર સેવ કરી, વોટસઅપથી જાણો રિઝલ્ટ
GSEB SSC Results 2024: ધોરણ 10નું પરિણામ જાહેર, કુલ 82.56 ટકા રિઝલ્ટ,  આ નંબર સેવ કરી, વોટસઅપથી જાણો રિઝલ્ટ
Gujarat Weather: ખેડૂતો માટે માઠા સમાચાર, ગુજરાતમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી
Gujarat Weather: ખેડૂતો માટે માઠા સમાચાર, ગુજરાતમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી
Arvind Kejriwal Live: કેજરીવાલ આજે દિલ્હીમાં કરશે ભવ્ય રોડ શો
Arvind Kejriwal Live: કેજરીવાલ આજે દિલ્હીમાં કરશે ભવ્ય રોડ શો
GSEB SSC Results 2024: ધોરણ 10માં વિદ્યાર્થિનીઓએ મારી બાજી, આ જિલ્લાનું સૌથી ઓછું પરિણામ
GSEB SSC Results 2024: ધોરણ 10માં વિદ્યાર્થિનીઓએ મારી બાજી, આ જિલ્લાનું સૌથી ઓછું પરિણામ
GSEB SSC Results 2024: ધોરણ 10નું અત્યાર સુધીનું સૌથી સારૂ પરિણામ, આ જિલ્લાનું 87.22 ટકા સાથે સૌથી ઊંચુ પરિણામ
GSEB SSC Results 2024: ધોરણ 10નું અત્યાર સુધીનું સૌથી સારૂ પરિણામ, આ જિલ્લાનું 87.22 ટકા સાથે સૌથી ઊંચુ પરિણામ
ઓરિસ્સા અને બંગાળમાં BJP ક્લિન સ્વીપ કરશે, PM મોદીએ ABP સાથેની ખાસ વાતચીતમાં કર્યો દાવો
ઓરિસ્સા અને બંગાળમાં BJP ક્લિન સ્વીપ કરશે, PM મોદીએ ABP સાથેની ખાસ વાતચીતમાં કર્યો દાવો
GT vs CSK: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાતની ધમાકેદાર જીત, ચેન્નાઈની હારથી રોમાંચક થઈ પ્લેઓફની રેસ
GT vs CSK: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાતની ધમાકેદાર જીત, ચેન્નાઈની હારથી રોમાંચક થઈ પ્લેઓફની રેસ
Surat News: નિલેશ કુંભાણી અત્યાર સુધી ક્યાં છુપાયો હતો, ખુદ કર્યો ખુલાસો, પ્રતાપ દુધાત અને ભાજપને લઈ કહી આ વાત
Surat News: નિલેશ કુંભાણી અત્યાર સુધી ક્યાં છુપાયો હતો, ખુદ કર્યો ખુલાસો, પ્રતાપ દુધાત અને ભાજપને લઈ કહી આ વાત
Embed widget