શોધખોળ કરો

વઘઈમાં 11 ઈંચ વરસાદથી નદીઓ બની ગાંડીતૂર: જાણો દક્ષિણ ગુજરાતના વરસાદના લેટેસ્ટ આંકડા

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે અત્યાર સુધીમાં ગુજરાતમાં એકપણ તાલુકો વરસાદી પાણી વગર રહ્યો નથી. સોમવારે ગુજરાતમાં સૌથી વધારે ડાંગના વઘઈમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો

સુરત: ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે અત્યાર સુધીમાં ગુજરાતમાં એકપણ તાલુકો વરસાદી પાણી વગર રહ્યો નથી. સોમવારે ગુજરાતમાં સૌથી વધારે ડાંગના વઘઈમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો હતો. મોસમનો 61.55 ટકા વરસાદ નોંધાયો હતો. ગુજરાતના સાત જિલ્લામાંથી 21,086 નાગરિકોનું સ્થળાંતર કરી દેવામાં આવ્યું જ્યારે ફસાયેલા અન્ય નાગરિકોને રેસ્ક્યૂ દ્વારા બચાવવામાં આવી રહ્યા છે. વરસાદી આંકડાની વાત કરીએ તો સોમવારે સવારે છથી સાંજના છ વાગ્યા સુધી ડાંગના વઘઈમાં 272 એમએમ, નવસારીના વાંસદામાં 221 એમએમ, ડાંગના આહવામાં 144 એમએમ, સુબરીમાં 127 એમએમ, છોટાઉદેપુરના નસવાડીમાં 95 એમએમ, તાપીના વ્યારામાં 87 એમએમ, છોટાઉદેપુરના ક્વાંટમાં 69 એમએમ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત તાપીના ઉચ્છલમાં 35 એમએમ, નર્મદાના ગરુડેશ્વરમાં 34 એમએમ, તાપીના સોનગઢ, નિઝરમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે સમગ્ર જગ્યાએ પાણી ભરાઈ ગયા હતાં. ગુજરાતમાં વરસાદી બે સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે, અત્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે ગુજરાતના નવસારી, ડાંગ, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિમ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત અને દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડશે. આ ઉપરાંત ગુજરાતના છોટા ઉદેપુર, દાહોદ અને મહિસાગરમાં પણ ભારે વરાસદની આગાહી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક

NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી

Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ

IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | વૃક્ષો વાવો, જીવન બચાવોHu to Bolish | હું તો બોલીશ | રોગચાળાથી સાવધાનNavsari News: બીલીમોરામાં પ્રશાસનની બેદરકારીથી ચાર વર્ષીય બાળકી પાણી ભરેલા ખાડામાં પડીRajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
IND vs SA Final: કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ

Jio, એરટેલ બાદ હવે Vodafone એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો નવા રિચાર્જ પ્લાનની કિંમત

Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

ફ્રી રાશન કાર્ડના ચક્કરમાં ખાલી જઈ જશે બેંક એકાઉન્ટ, ભૂલથી પણ ન કરો આ ભૂલ

Embed widget