શોધખોળ કરો

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષા આપતા 196 વિદ્યાર્થીઓ કોપી કરતા ઝડપાયા

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષા આપતા 196 વિદ્યાર્થીઓ પરીક્ષામાં કોપી કરતા ઝડપાયા હતા

સુરતઃ સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષા આપતા 196 વિદ્યાર્થીઓ પરીક્ષામાં કોપી કરતા ઝડપાયા હતા.  મોટાભાગના વિદ્યાર્થીઓ સ્માર્ટ વૉચ અને માઈક્રો ઝેરોક્ષથી પરીક્ષામાં ચોરી કરતા ઝડપાયા હતા.

મળતી જાણકારી અનુસાર, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની બી.કોમ, બી.એસસીની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે. પરીક્ષા દરમિયાન કોપી કરતા 196 વિદ્યાર્થી સ્કવૉડના હાથે ઝડપાયા હતાં. 196 પૈકી 38 વિદ્યાર્થીનીઓનો સમાવેશ થાય છે. કેટલાક વિદ્યાર્થીઓ તો હૉલ ટિકિટ સાથે રાઈટિંગ પેડની પાછળ, હાથ અને પગ પર જવાબ લખીને આવ્યા હતાં. યુનિવર્સિટીએ આ તમામ વિદ્યાર્થીઓને જે- તે વિષયમાં શૂન્ય માર્ક, 500નો દંડ અને સસ્પેન્ડ કરી દીધા હતા.

Passport: પાસપોર્ટધારકો મામલે ગુજરાત દેશમાં છઠ્ઠા ક્રમે, રાજ્યના 25 ટકા પાસપોર્ટધારકો માત્ર અમદાવાદમાં

Ahmedabad: કોરોનાકાળ ગુજરાતમાંથી મોટા પાયે લોકો વિદેશ જઈ રહ્યા છે. વિદેશ જવા માટે પાસપોર્ટ સૌથી મહત્વનો પુરાવો છે. હાલ સ્ટુડન્ટ વિઝા પર વિદેશમાં ભણવા જતાં વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ છે. ગુજરાતમાં પોસપોર્ટધારકોની સંખ્યા 67.61 લાખ થઇ ગઇ છે. દેશના જે રાજ્યમાં સૌથી વધુ પાસપોર્ટધારકો હોય તેમાં કેરળ મોખરે, મહારાષ્ટ્ર બીજા અને ગુજરાત છઠ્ઠા સ્થાને છે. ગુજરાતમાંથી સૌથી વધુ 16.15 લાખ પાસપોર્ટધારકો અમદાવાદમાં જ્યારે સૌથી ઓછા 1452 પાસપોર્ટધારકો ડાંગમાં છે. આમ, ગુજરાતના ચોથા ભાગના પાસપોર્ટધારકો માત્ર અમદાવાદમાં છે.

ગુજરાતની અંદાજીત વસતી 7 કરોડ છે. આમ, 91 ટકા ગુજરાતીઓ પાસે પાસપોર્ટ જ નથી. સૌથી વધુ પાસપોર્ટધારકો હોય તેવા જિલ્લામાં સુરત 10.97 લાખ સાથે બીજા, વડોદરા 6.89 લાખ સાથે ત્રીજા, રાજકોટ 3.87 લાખ સાથે ચોથા અને મહેસાણા 2.72 લાખ સાથે પાંચમાં સ્થાને છે. રીજિયોનલ પાસપોર્ટ ઓફિસ  અમદાવાદમાં 2281, રીજિયોનલ પાસપોર્ટ ઓફિસ સુરતમાં 605 અરજીઓ પડતર છે.  અમદાવાદમાં પોલીસ પાસે 14333 અને સુરતમાં 4188 અરજી પોલીસમાં પેન્ડિંગ હોવાનું સામે આવ્યું છે. ગુજરાતમાં 30 જૂન 2022 સુધી પાસપોર્ટધારકો 56,42,905 હતા. આમ, 6 મહિનામાં જ 11 લાખથી વધુ લોકોને પાસપોર્ટ જારી કરવામાં આવ્યા છે.

50 ટકા પાસપોર્ટ આ રાજ્યોમાં કરાયા જાહેર

લોકસભામાં રજૂ કરવામાં આવેલી માહિતી અનુસાર દેશના 50 ટકા પાસપોર્ટ મહારાષ્ટ્ર, કેરળ, તામિલનાડુ, ઉત્તર પ્રદેશ, પંજાબ અને ગુજરાતમાંથી જાહેર કરવામાં આવ્યા છે. ભારતમાં કુલ 521 પાસપોર્ટ સેવા કેન્દ્ર છે. ભારતમાં 2014માં પાસપોર્ટ મળવા માટેનો સમયગાળો 16 દિવસ હતો. છેલ્લા 3 વર્ષમાં પાસપોર્ટ મેળવવાનો સમયગાળો ઘટીને સરેરાશ 6 દિવસ થઇ ગયો છે. ભારતે છેલ્લા 8 વર્ષમાં કુલ 3.49 કરોડ વિઝા આપ્યા છે. જેમાં 2.48 કરોડ સામાન્ય વિઝા અને 1.1 કરોડ ઈ વિઝાનો સમાવેશ થાય છે. ઈ વિઝા માટે માન્યતા ધરાવતા દેશ 2014 સુધી 43 હતા અને તે હવે વધીને 171 થઇ ગયા છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારેBanaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્રAmreli Fake letter scandal: લેટરકાંડમાં આરોપીઓની જામીન અરજી પર આજે સુનાવણી Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
Embed widget