(Source: ECI/ABP News/ABP Majha)
Surat: એક જ પરિવારના છ લોકો ક્યાં ગયા હતા ને લાગ્યો કોરોનાનો ચેપ ? તમામનું કેમ કરાશે જીનોમ સિક્વન્સિંગ ?
સુરતનાં પનાસ જોગર્સ પાર્ક સામે આવેલા સુર્યા એપાર્ટમેન્ટમાં આખો પરિવાર કોરોના સંક્રમિત થયો છે
ગાંધીનગરઃરાજ્યમાં લોકોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોનું પાલન કરવાનું બંધ કરતા હવે ફરીથી કોરોનાના કેસ ધીરે-ધીરે વધી રહ્યા છે. સુરતનાં પનાસ જોગર્સ પાર્ક સામે આવેલા સુર્યા એપાર્ટમેન્ટમાં આખો પરિવાર કોરોના સંક્રમિત થયો છે. એક જ પરિવારના 2 વર્ષના બાળક સહિચ 6 લોકો પોઝિટિવ આવતા તેમના સેમ્પલોનું જીનોમ સિક્વન્સિગ કરવામાં આવશે. હાલ તમામ સભ્યોને હોમ કોરંટાઈન કરાયા છે.. અને એપાર્ટમેન્ટને પણ કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયો છે. આ પરિવારનો એક સભ્ય દિલ્લીથી ફર્યા બાદ આખો પરિવાર સંક્રમિત થયો હોવાનું બહાર આવ્યું છે.
આ તમામ લોકો ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત છે કે તેના માટે સિક્વન્સિંગ કરવામાં આવશે. આ પરિવાર દિલ્હીથી સુરત પરત આવ્યો હતો જેના કારણે તેમનો જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવશે. જીનોમ સિક્વન્સિંગ શું છે તેની જાણકારી મેળવી લઇને તે કેમ કરવામાં આવે છે. જીનોમ સિક્વન્સિંગના એક સેમ્પલ પર 4 હજારથી 8 હજારનો ખર્ચ થાય છે. જીનોમ સીક્વન્સિંગથી નવા વેરિયન્ટની જાણકારી પણ મેળવી શકાય છે. જીનોમ સિક્વન્સિંગથી જીનોમના જીનમાં થયેલા ફેરફારને જાણી શકાય છે. ઓમિક્રોનની જાણ વાઇરસમાં સ્પાઈક પ્રોટીન ન મળતા થઈ છે. જીન મ્યૂટેશનથી નવી બીમારી કે નવા વેરિયન્ટની જાણ થઈ છે.
જીનોમ સિક્વન્સિંગથી જીનનો સંપૂર્ણ જેનેટિક બાયોડેટા મળે છે. જીનોમમાં થયેલા મ્યૂટેશનને સરળતાથી જાણી શકાય છે. જીનોમ સિક્વન્સિંગથી બીમારીની ઓળખ અને તેની સારવાર સંભવ છે. કોરોના, એચઆઈવી અને સોર્સ વાઇરસનું પણ જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવે છે. દુનિયામાં જીનોમ સિક્વન્સિંગની શરૂઆત એલન મૈક્સમ- વોલ્ટર ગિલ્બર્ટે 1976માં કરી હતી.
Defence Ministry Recruitment 2021: સંરક્ષણ મંત્રાલયમાં આ જગ્યાઓ પર નીકળી ભરતી, જાણો વિગતે
SBI CBO Recruitment 2021: એસબીઆઈમાં સર્કલ આધારિત અધિકારીઓની 1226 જગ્યાઓ માટે ભરતી, જાણો વિગતે
રેસિડેન્ટ તબીબોની માંગ સ્વીકારાતા અમદાવાદમાં તબીબોએ હડતાળ કરી પૂર્ણ