શોધખોળ કરો
Advertisement
વલસાડમાં ધોધમાર 9 ઈંચ વરસાદ, બે કાંઠે વહેતી નદીમાં 3 બાઈક તણાયા, આ રીતે કરાયું રેસ્ક્યુ
વલસાડનાં ઉમરગામ તાલુકામાં ભારે વરસાદને કારણે બાયપાસ રોડ પર પણ પાણી ફરી વળ્યાં હતાં. રોડ પરનાં ધસમસતા વરસાદી પાણીમાં વાહનો પર પસાર થતાં 3 બાઈક તણાતી જોવા મળી હતી. 4 વાહનો પાણીમાં ફસાતા ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કરીને તેમને બચાવી લેવામાં આવ્યાં છે.
વલસાડ: શનિવારે વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં વલસાડમાં 9 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. મધુબન ડેમાંથી પાણી છોડવામાં આવ્યું છે. જેથી દમણગંગા નદી બે કાંઠે વહી રહી છે અને કાંઠાના ગામોને પણ સૂચના આપી દેવામાં આવી છે.
વલસાડનાં ઉમરગામ તાલુકામાં ભારે વરસાદને કારણે બાયપાસ રોડ પર પણ પાણી ફરી વળ્યાં હતાં. રોડ પરનાં ધસમસતા વરસાદી પાણીમાં વાહનો પર પસાર થતાં 3 બાઈક તણાતી જોવા મળી હતી. 4 વાહનો પાણીમાં ફસાતા ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કરીને તેમને બચાવી લેવામાં આવ્યાં છે.
વલસાડ જિલ્લાનાં તમામ તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં વરસતા વરસાદમાં ઉમરગામમાં 4 ઇંચ, પારડીમાં 5.72 ઇંચ, ધરમપુરમાં 8 ઇંચ, વાપીમાં 8 ઇંચ, કપરાડામાં 8.6 ઇંચ અને વલસાડમાં 8.36 ઇંચ વરસાદ ખાબક્યો છે.
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં નદી નાળાઓ બે કાંઠે થઈ ગયા છે. સરીગામ બાયપાસ રોડ પર પાણી ફરી વળ્યાં હતાં. રોડ પર ધસમસતા પાણીમાં વાહનો પર પસાર થતાં અનેક વાહન ચાલકો ફસાયા હતા અને તેમને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
સરીગામ બાયપાસ પર 3 બાઈક તણાઈ વાહનો સાથે 4 વાહનચાલકો પણ તણાયા પાણી માં ફસાઈ જતાં ફાયર બ્રિગેડ દ્વારા કરાયું દિલ ધડક રેસ્ક્યું સરીગામ ફાયબ્રિગેડના જવાનો એ રેસક્યું કરી પાણી માં ફસાયેલા 4 લોકો ને બચાવી લેવામાં આવ્યા હતાં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
અમદાવાદ
Advertisement