શોધખોળ કરો

સુરતના પાંડેસરામાં લુમ્સના કારખાનામાંથી એક યુવકની મળી લાશ, પોલીસે ગુનો નોંધી શરૂ કરી તપાસ

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા લુમ્સના કારખાનામાંથી એક યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી

સુરતઃ સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા લુમ્સના કારખાનામાંથી એક યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. મળતી જાણકારી અનુસાર, સુરતના પાંડેસરામાં આવેલા હરિઓમ ઈન્ડસ્ટ્રીઝના કારખાનાના ત્રીજા માળેથી 30 વર્ષીય રોહિતસિંહ ઠાકુરની લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. તબીબોના પ્રાથમિક રિપોર્ટમાં મૃતકને માથાના ભાગે ઈજાના નિશાન જોવા મળ્યા છે. મૃતક લુમ્સના કારખાનામાં TFO ચલાવતો હતો. મૃતક યુવકનું નામ રોહિતસિંગ ઠાકુર છે અને તે મૂળ ઉત્તર પ્રદેશનો વતની છે. તે હાલમાં સુરતમા રહેતો હતો. રોહિતસિંગની હત્યા થઈ છે કે આત્મહત્યાનો બનાવ છે તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે. હાલ તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.

Surat : રિસેપ્શનિસ્ટની નોકરી માટે ગઈ પરિણીતા, બિલ્ડરે ઓફિસમાં કર્યુ એવું કે જાણીને ચોંકી જશો

Surat Crime News: સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં વૃદ્ધ બિલ્ડરે પરિણીતા પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. 38  વર્ષીય પરિણીતાને નોકરીની જરૂર હોવાથી બિલ્ડરની ઓફિસમાં રિસ્પેશનિસ્ટની નોકરી માટે ગઈ હતી. ઓફિસમાં મીઠી મીઠી વાતો કરી જમીન દલાલે પરિણીતાને ફસાવી દુષ્કર્મ આચર્યું હતું. ઉમરા પોલીસે દુષ્કર્મ કરનાર ત્રણ સંતાનના પિતા સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અડાજણ પાલ વિસ્તારમાં રહેતી એક મહિલાએ પાંચ વર્ષ પહેલા પતિ સાથે છૂટાછેડા લીધા હતા. જે બાદ માતા સાથે રહેતી હતી. મહિલાને નોકરીની જરૂરીયાત હોવાથી એક મહિલા મિત્ર હસ્તક પાર્લે પોઇનટ સ્થિત એક રીયલ એસ્ટેટ એજન્સીના માલિકની ઓફિસે ગઈ હતી. આરોપીએ આડી અવળી વાતો કર્યા બાદ તેનો હાથ મચકોડીને બળજબરીથી દુષ્કર્મ આચર્યુ હતું અને જો કોઈને કહીશ તો તારું જીવન બગાડી નાંખીશ અને તને કોઈ નોકરીએ નહીં રાખે તેવી ધમકી આપી હતી. મહિલાએ ઘરે આવીને વાત કરી હતી. જે બાદ આરોપી સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

અમૂલે દૂધના ભાવમાં વધારો કર્યો

અમૂલે દૂધના ભાવમાં વધારો કર્યો છે. જેના કારણે આમ આદમી વધુ એક ફટકો લાગ્યો છે. દૂધના ભાવમાં  3 રૂપિયા સુઘીનો વધારો કરવામાં આવ્યો છે.  નવો ભાવ વધારો આજથી જ લાગુ થઈ ગયો છે. કંપનીએ એક નિવેદનમાં માહિતી આપી છે કે ઉત્પાદન અને ખર્ચમાં વધારાને કારણે અમૂલ દૂધની કિંમતમાં વધારો થયો છે. કંપનીએ કહ્યું કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ચારાની કિંમતમાં 20 ટકાનો વધારો થયો છે. કંપનીએ કહ્યું કે તેના કારણે દૂધની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. કંપનીએ કહ્યું કે ઈનપુટ કોસ્ટમાં વધારો થવાથી ખેડૂતોના ભાવમાં ગયા વર્ષની સરખામણીમાં 8-9 ટકાનો વધારો થયો છે.

અમૂલે છેલ્લે ક્યારે વધાર્યો હતો ભાવ

અમૂલે ઓગસ્ટ 2022માં દૂધના ભાવમાં પ્રતિ લિટરે બે રૂપિયાનો વધારો કર્યો હતો.  ગુજરાત સહિત દિલ્હી એનસીઆર, મુંબઇ, પશ્વિમ બંગાળમાં આવતીકાલથી ભાવ વધારો લાગુ થયો હતો. 500 મીલી અમૂલ ગોલ્ડનો નવો ભાવ 31, 500 મીલી અમૂલ તાજાનો નવો ભાવ 25 રૂપિયા અને 500 મીલી અમૂલ શક્તિનો નવો ભાવ 28 રૂપિયા થયો હતો ઓપરેશન ખર્ચ અને દૂધના ઉત્પાદન ખર્ચમાં વધારાને કારણે ભાવ વધારો લાગુ કરાયો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
CAT Result 2024: CAT 2024ના પરિણામ જાહેર, 14 વિદ્યાર્થીઓને મળ્યા 100 પર્સેન્ટાઇલ
CAT Result 2024: CAT 2024ના પરિણામ જાહેર, 14 વિદ્યાર્થીઓને મળ્યા 100 પર્સેન્ટાઇલ
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
CAT Result 2024: CAT 2024ના પરિણામ જાહેર, 14 વિદ્યાર્થીઓને મળ્યા 100 પર્સેન્ટાઇલ
CAT Result 2024: CAT 2024ના પરિણામ જાહેર, 14 વિદ્યાર્થીઓને મળ્યા 100 પર્સેન્ટાઇલ
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Embed widget