Surat: પત્નીએ રૂપિયા આપવાની ના પાડતા ઉશ્કેરાયો પતિ, ચારિત્ર્ય પર શંકા રાખી પત્નીના ગળાના ભાગે મારી બ્લેડ
સુરતના રાંદેર વિસ્તારમાં શંકાશીલ પતિ વિરુદ્ધ પત્નીની હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો
સુરતના રાંદેર વિસ્તારમાં શંકાશીલ પતિ વિરુદ્ધ પત્નીની હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે. મળતી જાણકારી અનુસાર, સુરતના રાંદેર વિસ્તારમાં એક પતિએ પત્નીની હત્યાનો પ્રયાસ કર્યો હતો. પતિએ પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી તેની સાથે ઝઘડો કરતો હતો. બેકાર પતિએ પત્ની પાસે રૂપિયાની માંગણી કરતા પત્નીએ રૂપિયા આપવાની ના પાડી હતી. જેથી પતિ ઉશ્કેરાયો અને પત્નીનું મોઢું દબાવી ગળાના ભાગે બ્લેડના ઘા મારી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાને ગળાના ભાગે 10થી વધુ ટાંકા આવ્યા હતા. રાંદેર પોલીસે પતિ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
Tunisha Sharma: તુનિષા શર્મા કેસમાં પોલીસે દાખલ કરી 524 પાનાની ચાર્જશીટ, શીજાન ખાન સાથેની ચેટથી ખુલશે રહસ્યો!
Tunisha Sharma Death Case: મુંબઈ પોલીસે ટીવી અભિનેત્રી તુનીષા શર્માના કથિત આત્મહત્યા કેસમાં ગુરુવારે ચાર્જશીટ દાખલ કરી છે. ટીવી શો 'અલી બાબાઃ દાસ્તાન-એ-કાબુલ' એક્ટર શીઝાન ખાન તુનીશા કેસમાં મુખ્ય આરોપી છે અને હાલમાં જેલમાં છે. આરોપી શીઝાન ખાનની જામીન અરજી પર બોમ્બે હાઈકોર્ટમાં આજે એટલે કે શુક્રવારે સુનાવણી થશે. શીજાને અગાઉ વસઈ કોર્ટમાં જામીન અરજી કરી હતી. પરંતુ કોર્ટે તેને ફગાવી દીધી હતી. તે પછી શીજાને હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો.
524 પાનાની ચાર્જશીટ દાખલ કરી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર પોલીસે તુનિષા શર્મા કેસમાં 524 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટ વિશે વધુ માહિતી જાહેર કરવામાં આવી નથી. પરંતુ એક અહેવાલ મુજબ તેમાં મુખ્યત્વે આરોપી શીજાન ખાન સાથેની ચેટ વગેરેનો ઉલ્લેખ છે, જેના કારણે ઘણા રહસ્યો બહાર આવી શકે છે. એક તરફ શીજાનના જામીન પર આજે સુનાવણી થઈ શકે છે તો બીજી તરફ મળતી માહિતી મુજબ તુનીષા શર્મા આત્મહત્યા કેસમાં આગામી સુનાવણી 23 ફેબ્રુઆરીએ થશે.
ચંદને ચોંકાવનારો ખુલાસો કર્યો હતો
હાલમાં જ તુનિષા શર્માની આત્મહત્યાના લગભગ બે મહિના બાદ ટીવી એક્ટર ચંદન કે આનંદે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તે કહે છે કે તુનીશા ડિપ્રેશનમાં નહોતી. તે આત્મહત્યાના એક દિવસ પહેલા તેને કંઈક કહેવા માંગતી હતી, પરંતુ તે તેને સમય આપી શક્યો ન હતો. એક ઈન્ટરવ્યુમાં ચંદને કહ્યું, 'તુનીષાને મને કંઈક કહેવું હતું, પરંતુ સમય મળ્યો નહોતો. ક્યારેક સેટ પર કંઈક ને કંઈક આવી જતું. ત્યારબાદ બીજા દિવસે તેણે આવું પગલું ભર્યું હતું. શું વાત કરવી હતી તે ખબર નથી.
તુનિષા શર્મા ડિપ્રેશનમાં ન હતી
'અલી બાબા દાસ્તાન-એ-કાબુલ'માં તુનીષાના મામાનો રોલ કરનાર ચંદને કહ્યું, 'લોકો કહે છે કે તુનિષા ડિપ્રેશનમાં હતી, પરંતુ એવું નથી. જ્યારે બધા કહેવા લાગ્યા કે તે ડિપ્રેશનમાં છે ત્યારે મને ખરાબ લાગતું હતું. તેણીનું હૃદય તૂટી ગયું હતું, ખરાબ લાગ્યું હતું અને બાકીની વાર્તા ફક્ત તેણી જ જાણે છે કે શું થયું હતું. મને ખબર નથી, પરંતુ જ્યારે હું તેના વિશે વિચારું છું, ત્યારે મને સેટ પર તેની મહેનત યાદ આવે છે. તે ખૂબ જ ધ્યાન કેન્દ્રિત અને ખુશ છોકરી હતી.