શોધખોળ કરો

Surat: સુરતમાં મેટ્રોની કામગીરી કરતાં યુવકને લાગ્યો કરંટ, તરફડી તરફડીને મોત 

સુરત શહેરમાં મેટ્રોની કામગીરી દરમિયાન યુવકને કરંટ લાગતા તેનું ઘટનાસ્થળ પર જ મોત થયું છે.  મેટ્રોની સાઇટ પર ખુલ્લા તાર વચ્ચે જ યુવકને કીચડ કાઢવા મોકલ્યો હતો.

સુરતઃ સુરત શહેરમાં મેટ્રોની કામગીરી દરમિયાન યુવકને કરંટ લાગતા તેનું ઘટનાસ્થળ પર જ મોત થયું છે.  મેટ્રોની સાઇટ પર ખુલ્લા તાર વચ્ચે જ યુવકને કીચડ કાઢવા મોકલ્યો હતો. કરંટ લાગતા યુવકનું તરફડી-તરફડીને મોત થયું છે. આ બનાવ રવિવારે બન્યો હતો.  સુરતમાં મેટ્રોની  કામગીરી દરમિયાન અકસ્માત ન થાય તેની તકેદારી રાખવામાં એજન્સી સદંતર નિષ્ફળ ગઈ છે.  મૃતકના પરિવાર અને સંબંધીઓએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.  ઘટના સ્થળે સુરક્ષાત્મક પગલાનો અભાવ જોવા મળ્યો હતો.  એક દિવસથી યુવકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ રુમમાં પડ્યો છે. 

યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું

કરંટ લાગતાં  કામ કરતા યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.  મૃતકના પરિવારજનોએ ન્યાયની માગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો.  એક દિવસથી શ્રમજીવીનો મૃતદેહ સુરત સિવિલના પોસ્ટમોર્ટમ રૂમમાં છે. મેટ્રોના અધિકારીઓ દ્વારા પરિવારજનોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ બનાવની જાણ પોલીસને થતાં પોલીસ પણ દોડી આવી હતી. 

સુરતના ડિંડોલીમાં વિસ્તારમાં રહેતો યુવક મેટ્રોની કામગીરીમાં હાઉસ કિપિંગનું કામ કરતો હતો. ગઈકાલે બપોરે ઈશ્વર અને તેના પરિવારના સભ્યો મેટ્રોની કામગીરી દરમિયાન કીચડ બહાર કાઢવાનું કામ કરતો હતો. કીચડમાં કોઈ કારણસર વીજ કરંટ પસાર થયાં ઈશ્વરનું કરંટ લાગતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ ઘટનાને લઈને અઠવા લાઈન્સ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.  રવિવારે બપોરે ઈશ્વર અને પરિવારના સભ્યો ચોકબજારમાં ચાલી રહેલી મેટ્રોની કામગીરી દરમિયાન કીચડ બહાર કાઢવાનું કામ કરતા હતા. ત્યારે કીચડમાં કોઈક રીતે વીજપ્રવાહ પસાર થયો હતો. 

પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઈનકાર

મૃતકના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરતાં એક દિવસથી મૃતદેહ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં પડ્યો છે.મૃતકના ભાઇ સંતોષે મીડિયાને જણાવ્યું હતું કે, મેટ્રોમાં અધિકારીઓએ મૃતકનો વીમો કરાવવાની વાત કરીને તેની જવાબદારી લીધી હતી. કંપની પાસેથી રૂપિયા અપાવવાની જવાબદારી પણ લીધી હતી. જેની લેખિતમાં બાહેંધરી નહિ મળે ત્યાં સુધી અમે મૃતદેહ સ્વીકારશું નહિ. 

મેટ્રોની કામગીરી દરમિયાન બેદરકારીને કારણે ઈશ્વરનું કરંટ લાગવાથી મોત નીપજ્યું હોવાથી તેના પરિવારના સભ્યો અને સંબંધીઓએ મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કરી દીધો હતો. છેલ્લા 24 કલાકથી મૃતદેહ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં છે.

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial
 
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
Embed widget