શોધખોળ કરો

Gujarat Politics: સુરતમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, જાણો ક્યા નેતા ભાજપમાં જોડાયા

સુરત: વિધાનસભા ચૂંટણી પહેલા સુરત જિલ્લામાં તોડજોડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. આમ આદમી પાર્ટીના મહિલા નેતા અને કામરેજના નવાગામ-૨ સીટ પરથી ગત સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડનાર ઉમેવાર ભાજપમાં જોડાયા છે.

સુરત: વિધાનસભા ચૂંટણી પહેલા સુરત જિલ્લામાં તોડજોડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. આમ આદમી પાર્ટીના મહિલા નેતા અને કામરેજના નવાગામ-૨ સીટ પરથી ગત સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડનાર ઉમેવાર ભાજપમાં જોડાયા છે. આમ આદમી પાર્ટીના મહિલા નેતા રંજન બેન શિહોરા ભાજપમાં જોડાતા રાજકારણ ગરમાયિું છે.  રંજન બેને ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા તેમજ કામરેજના ધારાસભ્ય વીડી ઝાલાવાડિયાના હસ્તે ખેસ ધારણ કર્યો હતો. 

નોંધનિય છે કે, કામરેજ વિધાનસભા વિસ્તારમાં આમ આદમી પાર્ટીનું મજબૂત સંગઠન છે. આમ વિધાનસભાની ચુંટણી પહેલા આમ આદમી પાર્ટી તૂટવાની શરૂ થતા રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રિય સંયોજક અરવિંદ કેજરીવાલ ગઈ કાલે જ સુરતમાં હતા અને એવાં સમયે જ રંજન બેને પાર્ટી છોડતા આપને મોટો ઝટકો લાગ્યો છે.

વિધાનસભાની ચૂંટણી પહેલા નરેશ પટેલ થયા એક્ટિવ

Naresh Patel: રાજકોટ જિલ્લાના શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનની વાર્ષિક સાધારણ સભા મળી હતી. જેમાં નરેશ પટેલથી લઈને અનેક આગેવાનો હાજર રહ્યા હતા. આ દરમિયાન નરેશ પટેલે મીડિયા સાથે વાત કરી હતી. તેમણે આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠીયા પર થયેલા હુમલાને નિંદયનીય ગણાવ્યો હતો અને ટૂંક સમયમાં મહાસભા યોજવાની જાહેરાત કરી હતી. આ વિધાનસભાની ચૂંટણી પહેલા નરેશ પટેલના નિવેદનથી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

 મનોજ સોરઠીયા પર થયેલા હુમલા અંગે નરેશ પટેલે આપ્યું નિવેદન
ઘણા લાંબા સમય બાદ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ આજે મીડિયા સમક્ષ બોલ્યા હતા. શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના કાર્યક્રમમાં નરેશ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે ખોડલધામ ચેરમેન નરેશ પટેલનું નિવેદન આપ્યું હતું. શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના કાર્યક્રમમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલે હાજરી આપી હતી. 

શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ કાર્યક્રમમાં મીડિયા સાથે ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલે વાત કરી હતી. સુરતમાં મનોજ સોરઠીયા પર હુમલો નિંદનીય ગણાવ્યો હતો. ચૂંટણી નજીક આવી છે ત્યારે આ પ્રકારે હુમલાઓ કરવા યોગ્ય નહીં. પાટીદાર મતદારોને પ્રભુત્વ ધરાવતી બેઠકો પર પાટીદારોને જ ટિકિટો આપવામાં આવે છે. ટિકિટો કોને આપવી તે નિર્ણય રાજકીય પાર્ટીઓ કરતી હોય છે તેમાં હું ખાસ કોઈ કોમેન્ટ નહિ કરું.

નોંધનિય છે કે, વાર્ષિક સાધારણ સભા સમયે 75 બાળકોને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. કોરોનામાં માતા-પિતા ગુમાવનાર બાળકોને ચેક આપવામાં આવ્યા હતા. શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના હોદ્દેદારો અને ઉદ્યોગપતિઓ આ પ્રસંગે હાજર રહ્યા હતા. લેહુવા પાટીદાર અને કડવા પાટીદાર સમાજના આગેવાનો પણ હાજર રહ્યા હતા. લેઉવા પાટીદાર સમાજના આગેવાન નરેશ પટેલ અને કડવા પાટીદાર સમાજના આગેવાન અને ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણી ઉપસ્થિત રહ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ચીન બાદ હવે આ દેશમાં HMPVનો કેસ મળતા ચિંતા, સરકારે કહ્યુ- 'કારણ વિના ઘરની....'
ચીન બાદ હવે આ દેશમાં HMPVનો કેસ મળતા ચિંતા, સરકારે કહ્યુ- 'કારણ વિના ઘરની....'
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કાતિલ દોરીના સોદાગર કોણ?Hun To Bolish : હું તો બોલીશ : ST અમારી, જવાબદારી તમારીAravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયુંSurat Police : ભેસ્તાન વિસ્તારમાં બાળકીઓ સાથે અડપલાં કરનારનો પોલીસે વરઘોડો કાઢ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચીન બાદ હવે આ દેશમાં HMPVનો કેસ મળતા ચિંતા, સરકારે કહ્યુ- 'કારણ વિના ઘરની....'
ચીન બાદ હવે આ દેશમાં HMPVનો કેસ મળતા ચિંતા, સરકારે કહ્યુ- 'કારણ વિના ઘરની....'
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
ફેટી લિવર માટે રામબાણ ઈલાજ, આ શાકભાજીના રસ કરશે દવાનું કામ
ફેટી લિવર માટે રામબાણ ઈલાજ, આ શાકભાજીના રસ કરશે દવાનું કામ
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
Embed widget