શોધખોળ કરો

Surat: સુરતમાં 5 વર્ષીય બાળકી સાથે 23 વર્ષના ઢગાએ કર્યા અડપલા, પોલીસે કરી ધરપકડ

સુરત: શહેરના પુણા વિસ્તારમાં બાળકીની છેડતીની ઘટના સામે આવી છે. 5 વર્ષીય બાળકી સાથે શારીરિક અડપલાં કરી યુવકે છેડતી કરતા ચકચાર મચી જવા પામી છે.

સુરત: શહેરના પુણા વિસ્તારમાં બાળકીની છેડતીની ઘટના સામે આવી છે. 5 વર્ષીય બાળકી સાથે શારીરિક અડપલાં કરી યુવકે છેડતી કરતા ચકચાર મચી જવા પામી છે. 23 વર્ષીય નરાધમે બાળકીની શારીરિક છેડતી કરતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ સમગ્ર મામલે પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. સુજીત વલ્લભભાઈ સોલંકી નામના ઇસમની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં વિધર્મી યુવકે હિન્દુ નામ ધારણ કરી યુવતીને ફસાવી આચર્યું દુષ્કર્મ

સુરત: શહેરમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વિધર્મી યુવકે વાસુ નામ ધારણ હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર બન્ને યુવક અને યુવતીએ પાર્ટનરશીપમાં મેરેજ ઇવેન્ટનું કામ શરૂ કર્યું ત્યારે વીઝીટીંગ કાર્ડમાં પણ વાસુ નામ લખાવેલું હતું.  તો બીજી તરફ ઓફિસ શીફટીંગ વેળા આધારકાર્ડ મળતા આ સમગ્ર વાતનો ભાંડો ફૂટ્યો હતો. યુવતી સુરતના વેસું વિસ્તારમાં રહે છે અને મહેંદી મુકવાનું કામ કરે છે. 24 વર્ષની આ યુવતી એક લગ્નપ્રસંગમાં મંડપ ડેકોરેશનનું કામ કરતા મૂળ રાજસ્થાનના 27 વર્ષના વસીમ અકરમના સંપર્કમાં આવી હતી. યુવકે લગ્નની લાલચ આપી યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. યુવતીની ફરિયાદના આધારે પોલીસે વસીમની ધરપકડ કરી છે.

અમદાવાદમાં લિફ્ટમાં પાડોશી યુવકે સગીરાની કરી છેડતી

અમદાવાદ: શહેરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. એપાર્ટમેન્ટની લિફ્ટમાં પાડોશી યુવકે સગીરાની છેડતી કરી હતી. ત્યાર બાદ પરિવારને મારી નાખવાની ધમકી પણ  આપી હતી. ઓઢવમાં ધૂળેટીના દિવસે ભર બપોરે બનેલી આ ઘટનાથી ચકચાર મચી ગયો છે. યુવકે યુવતીને કહ્યું કે, તારા પરિવારને પતાવી દઇશું અને તને પણ ઉઠાવી જઇશું. આમ સોસાયટીમાં જ સગીરાને ધમકી આપવામાં આવતા અરેરાટી મચી ગઈ છે.

ગીર ગઢડામાં CRPF જવાને યુવતી પર ગુજાર્યો બળાત્કાર

ગીર ગઢડામાં CRPF જવાન વિરુદ્ધ બળાત્કારનો ગુન્હો નોંધાયો છે. ધોકડવા ગામની યુવતીએ CRPF જવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આરોપી સોહિલ દિલાવર લીંગારી સહિત 09 વિરુદ્ધ પોલીસે ગુન્હો નોંધ્યો છે. તમને જણાવી દઈએ કે, આ ઘટનામાં લવજેહાદનો મુદ્દો ઉઠ્યો હતો. ઉનાના ધારાસભ્ય કે. સી.રાઠોડ સહિત હિન્દૂ સંગઠનો દ્વારા રેલી કાઢી આવેદનપત્ર પાઠવ્યું હતું. ધોકળવા ગામની યુવતીને લવજેહાદમાં ફસાવ્યાના આક્ષેપ સાથે રેલી યોજાઈ હતી. આરોપી સોહિલ મૂળ ધોકળવા ગામનો રહેવાસી છે અને હાલ CRPF માં દિલ્હી ખાતે ફરજ બજાવે છે. આરોપીએ લગ્નની લાલચ આપી ધમકાવી બળજબરીથી અનેકવાર દુષ્કર્મ ગુજાર્યાનો પીડિતાએ આરોપ લગાવ્યો છે. પોલીસે યુવતીની ફરિયાદ આધારે આરોપી સોહિલના પરિવાર સહિત અન્ય 09 વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન, કિંમત જાણી ચોંકી જશો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Embed widget