શોધખોળ કરો
Advertisement
સુરત: જો આ રીતે જાહેરમાં બર્થ-ડે સેલિબ્રેશન કરતાં પહેલાં ચેતી જજો! જાણો શું છે કારણ
જાહેર રસ્તા પર કેટલાંક લોકોનો બર્થ-ડે સેલિબ્રેટ કરીને તેના મોઢા પર કેક લગાવવાના કેટલાંક ઉદાહરણોને જોયા બાદ સુરત પોલીસ કમિશનર સતિષ શર્માએ આ આદેશ આપ્યા છે.
સુરતઃ સુરતમાં મુખ્ય માર્ગો તેમજ જાહેર સ્થળો પર હિંસક રીતે બર્થ-ડે સેલિબ્રેશન કરતાં પહેલા ચેતી જજો. સેલોટેપ લગાડી, કેમિકલ કે ફોમની સાથે ઉજવણી કરતાં લોકોની હવે ખેર નથી. જો તમે પણ આ રીતે ઉજવણી કરતાં ઝડપાયા તો સુરત પોલીસ તમને જેલમાં પુરી દેશે. જાહેર રસ્તા પર કેટલાંક લોકોનો બર્થ-ડે સેલિબ્રેટ કરીને તેના મોઢા પર કેક લગાવવાના કેટલાંક ઉદાહરણોને જોયા બાદ સુરત પોલીસ કમિશનર સતિષ શર્માએ આ આદેશ આપ્યા છે.
પોલીસ કમિશનરના આદેશો બાદ આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ, સ્પેશિયલ બ્રાંચ, પી.એલ. ચૌધરીએ આઈપીસી 188 અંતર્ગત આદેશોની અવગણના ન થાય તે માટે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે અંતર્ગત પોલીસ આ જાહેરનામાનો ભંગ કરતી કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરી શકશે.
સુરત પોલીસ કમિશનર સતિષ શર્માએ કહ્યું હતું કે, ‘અમને તે ઘટનાઓ વિશે જાણકારી મળી છે, જેમાં ઘણી વ્યક્તિઓને બર્થ-ડેની ઉજવણી દરમિયાન ઈજા પહોંચી હોય. ડુમસ રોડ તેમજ કેટલાંક બ્રિજ પર આવી ઘટના બનતી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને ધ્યાનમાં લઈને નિર્ણય લેવામાં આવ્યો છે.
સતિષ શર્માએ કહ્યું હતું કે, આ જાહેરનામું એક સ્પષ્ટ મેસેજ અને લોકોમાં જાગરુકતા ફેલાવવા માટે બહાર પાડવામાં આવ્યું છે કે, કેટલાક પ્રકારની ઉજવણી જીવન માટે ખતરારૂપ હોય છે અને તેનાથી બચીને રહેવું જોઈએ. પોલીસ માત્ર જાહેર માર્ગ પર કેક લગાવનારને નહીં, પરંતુ પીટાઈ કરનારને તેમજ અન્ય સંબંધિત ગુનાઓમાં પણ કેસ દાખલ કરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
સમાચાર
ગુજરાત
દેશ
Advertisement