શોધખોળ કરો
Advertisement
સુરતઃ યુવતીને કોલ્ડ્રીંક્સમાં નશીલો પદાર્થ પીવડાવી હોટલમાં બાંધ્યા શરીર સંબંધ ને પછી.....
બળાત્કાર પછી યુવતી ચૂપ રહેતા વ્યાજખોરની હિંમત વધી ગઈ હતી અને તેને વારંવાર ધમકી આપી અલગ અલગ જગ્યાએ તેની સાથે પરાણે શરીર સંબંધ બાંધતો હતો.
સુરતઃ શહેરના અમરોલીની યુવતી સાથે વ્યાજખોરે બળાત્કાર ગુજારતા ચકચાર મચી ગઈ છે. જરૂરિયાતમંદ યુવતીને બ્યુટીપાર્લર ખોલવા માટે વ્યાજે રૂપિયા આપ્યા પછી તેણે વ્યાજના રૂપિયા માટે બોલાવી કોલ્ડ્રિંગ્કસમાં ઘેની પદાર્થ પીવડાવી બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે યુવતીએ અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગતો એવી છે કે, અમરોલી સ્થિત મોટા વરાછા વિસ્તારમાં રહેતી 30 વર્ષીય યુવતીનો તેની બહેનાના ઘરે આવતા યુવક સાથે પરિચય થયો હતો. આ પછી યુવકે યુવતી સાથે મિત્રતા કેળવી હતી. તેમજ યુવતીને બ્યુટી પાર્લર ખોલવા પૈસાની જરૂર હોય, તેને વ્યાજે રૂપિયા આપી મદદ કરી હતી. યુવતી સમયસર વ્યાજ ચૂકવી દેતી હતી, પરંતુ યુવકની નજર યુવતી પર હતી. જેથી એક દિવસ વ્યાજ મુદ્દે વાત કરવાનું કહીને યુવતીને કતારગામ બોલાવી હતી. અહીં તેને કારમાં બેસાડી કોલ્ડ્રિંક્સ પીવડાવ્યું હતું. જેમાં તેણે પહેલાથી ઘેની પદાર્થ ભેળવી દીધું હતું.
પીણું પીવડાવ્યા પછી યુવક યુવતીને વરાછાની હોટલમાં લઈ ગયો હતો અને અહીં તેની સાથે મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ પછી તેને ધમકી આપી હતી કે, આ અંગે કોઈને વાત કરશે તો તે તેના પતિને કહી દેશે તેમજ તેને બદનામ કરી નાંખશે. એટલું જ હનીં, તેણે તેના પિતાને મારી નાંખવાની અને દીકરીને ઉપાડી જવાની ધમકી આપી હતી. જેથી યુવતી ડરી ગઈ હતી.
બળાત્કાર પછી યુવતી ચૂપ રહેતા વ્યાજખોરની હિંમત વધી ગઈ હતી અને તેને વારંવાર ધમકી આપી અલગ અલગ જગ્યાએ તેની સાથે પરાણે શરીર સંબંધ બાંધતો હતો. એટલું જ નહીં, તે બ્યુટી પાર્લર જઈને હંગામો પણ કરતો હતો અને તેને પરેશાન કરતો હતો. એક વર્ષ સુધી સહન કર્યા પછી યુવતીની ધીરજ ખૂટતા તેણે અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આરોપી ફરાર થઈ ગયો છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દુનિયા
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion