શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Surat:  સુરત જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે આ નેતાની નિમણૂક, સીઆર પાટીલે ટ્વિટ કરી જાણો શું કહ્યું ?

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અત્યારથી જ પક્ષ દ્વારા કામગીરી શરુ કરી દેવામાં આવી છે.

સુરત :  ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અત્યારથી જ પક્ષ દ્વારા કામગીરી શરુ કરી દેવામાં આવી છે. ત્યારે   ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા સુરત જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ભરતભાઇ રાઠોડની નિયુકિત કરવામાં આવી છે. આમ ફરી એક વખત ગુજરાતમાં ભાજપ સંગઠનમાં નવી નિયુકિતનો દૌર શરૂ થયો છે.

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે ટ્વિટ કરીને કહ્યું કે,  નવનિયુક્ત સુરત જીલ્લા પ્રમુખ શ્રી ભરતભાઇ રમણભાઇ રાઠોડને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું. મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીનાં સંગઠનને વધુ ને વધુ મજબૂત બનાવવા આપશ્રી સદાય સેવારત રહેશો.

PM Awas yojana: પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 7113 આવાસોનું લોકાર્પણ કરશે પીએમ મોદી, લાભાર્થીઓ સાથે સંવાદ પણ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 મી મે 2023 ના રોજ ગાંધીનગર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી અને ગ્રામીણ) ના લાભાર્થીઓ માટે રૂ.1946 કરોડના ખર્ચે આવાસોનું લોકાર્પણ, ખાતમુહુર્ત અને ગૃહપ્રવેશ કરાવશે. મહાત્મા મંદિર ખાતે બપોરે 12.00 વાગે યોજાનાર આ ‘અમૃત આવાસોત્સવ’ કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કૃષિ અને ગ્રામીણ આવાસ મંત્રી રાઘવજી પટેલ સહિત અન્ય મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે.

7113 આવાસોનું લોકાર્પણ, 4331 આવાસોનું ખાતમુહુર્ત અને 18,997 આવાસોમાં ગૃહપ્રવેશ કરાવવામાં આવશે

આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ 7113 આવાસોનું લોકાર્પણ, 4331 આવાસોનું ખાતમુહુર્ત અને 18,997 આવાસોમાં ગૃહપ્રવેશ કરાવવામાં આવશે, જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ 232 તાલુકાઓના 3740 ગામોમાં 12,000 આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ રૂ.1946 કરોડના ખર્ચે 42,441 આવાસોનું લોકાર્પણ, ખાતમુહુર્ત અને ગૃહપ્રવેશ કરવામાં આવશે.

કાર્યક્રમમાં શહેરી અને ગ્રામીણ યોજનાના સાત લાભાર્થીઓને તેમના ઘરની ચાવીનું વિતરણ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો લિંક દ્વારા લાભાર્થીઓ સાથે સંવાદ કરશે અને ત્યારબાદ કાર્યક્રમને અનુરૂપ સંબોધન કરશે. કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી અને ગ્રામીણ) પર એક ટુંકી ફિલ્મ પણ પ્રદર્શિત કરવામાં આવશે.

તમામ લાભાર્થીઓ પસંદ કરાયેલા સ્થાન પરથી વર્ચ્યુઅલી કાર્યક્રમમાં જોડાશે

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાનાર મુખ્ય કાર્યક્રમમાં શહેરી વિસ્તારના 4000 લાભાર્થીઓ અને ગ્રામીણ વિસ્તારના 3000 મળીને કુલ 7000 લાભાર્થીઓ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત, મહાનગરો, નગરપાલિકાઓ તેમજ ગામોના તમામ લાભાર્થીઓ પસંદ કરાયેલા સ્થાન પરથી વર્ચ્યુઅલી કાર્યક્રમમાં જોડાશે. લગભગ 3900 પ્રોજેક્ટ સ્થળો (શહેરી અને ગ્રામીણ) પર BISAG દ્વારા કનેક્ટિવિટીની કાર્યવાહી કરવામાં આવશે. દરેક સ્થળો પર તોરણ-રંગોળી, ફૂલોનું સુશોભન, વૃક્ષારોપણ, મહિલાઓ દ્વારા કળશવિધિ અને પૂજા, સ્થાનિક લોકગીતો અને લોકનૃત્યો વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ, આ કાર્યક્રમમાં નાગરિકો દ્વારા પર્યાવરણ માટે જીવનશૈલી (LiFE) માટે નિર્ધારિત ફોર્મેટમાં પ્રતિજ્ઞા પણ લેવામાં આવશે. દરેક સ્થળો પર મેયર, ભૂતપૂર્વ ટીપી/ડીપી સભ્યો, પ્રમુખો, ધારાસભ્યો, સાંસદો તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GT squad for IPL 2025: સુંદર અને કોએત્જેને કરોડોમાં ખરીદ્યા, હવે આવી છે ગુજરાત ટાઈટન્સની ટીમ
GT squad for IPL 2025: સુંદર અને કોએત્જેને કરોડોમાં ખરીદ્યા, હવે આવી છે ગુજરાત ટાઈટન્સની ટીમ
IPL 2025 Auction Unsold Players: અજિંક્ય રહાણે-પૃથ્વી શો સહિત આ ધુરંધરોને ન મળ્યા કોઈ ખરીદદાર, મેગા ઓક્શનમાં રહ્યા અનસોલ્ડ
IPL 2025માં અજિંક્ય રહાણે-પૃથ્વી શો સહિત આ ધુરંધરોને ન મળ્યા કોઈ ખરીદદાર, મેગા ઓક્શનમાં રહ્યા અનસોલ્ડ
IND vs AUS: પર્થમાં ભારતની જીત, ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને પ્રથમ ટેસ્ટમાં 295 રનથી હરાવી સીરીઝ પર 1-0 લીડ મેળવી
IND vs AUS: પર્થમાં ભારતની જીત, ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને પ્રથમ ટેસ્ટમાં 295 રનથી હરાવી સીરીઝ પર 1-0 લીડ મેળવી
IPL Auction 2025 Live: માત્ર 2 કરોડમાં ફાફ ડુ પ્લેસિસને દિલ્હીએ ખરીદ્યો, વિલિયમસન અને રહાણે અનસોલ્ડ
IPL Auction 2025 Live: માત્ર 2 કરોડમાં ફાફ ડુ પ્લેસિસને દિલ્હીએ ખરીદ્યો, વિલિયમસન અને રહાણે અનસોલ્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Share Market News | મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામો બાદ શેર માર્કેટમાં જોરદાર ઉછાળો, જુઓ અહેવાલPM Modi Speech : શિયાળુ સત્ર પહેલા PM મોદીનું સંબોધન, જનતાએ જેને નકર્યા તે ચર્ચા નથી થવા દેતાRajkot Heart Attack : રાજકોટમાં 11 વર્ષીય બાળકનું હાર્ટ અટેકથી મોત, પરિવારમાં માતમPatan Fake Doctor Scam : બાળ તસ્કરીમાં સંડોવાયેલા પાટણના નકલી ડોક્ટરનું રાજકીય કનેક્શન, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GT squad for IPL 2025: સુંદર અને કોએત્જેને કરોડોમાં ખરીદ્યા, હવે આવી છે ગુજરાત ટાઈટન્સની ટીમ
GT squad for IPL 2025: સુંદર અને કોએત્જેને કરોડોમાં ખરીદ્યા, હવે આવી છે ગુજરાત ટાઈટન્સની ટીમ
IPL 2025 Auction Unsold Players: અજિંક્ય રહાણે-પૃથ્વી શો સહિત આ ધુરંધરોને ન મળ્યા કોઈ ખરીદદાર, મેગા ઓક્શનમાં રહ્યા અનસોલ્ડ
IPL 2025માં અજિંક્ય રહાણે-પૃથ્વી શો સહિત આ ધુરંધરોને ન મળ્યા કોઈ ખરીદદાર, મેગા ઓક્શનમાં રહ્યા અનસોલ્ડ
IND vs AUS: પર્થમાં ભારતની જીત, ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને પ્રથમ ટેસ્ટમાં 295 રનથી હરાવી સીરીઝ પર 1-0 લીડ મેળવી
IND vs AUS: પર્થમાં ભારતની જીત, ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને પ્રથમ ટેસ્ટમાં 295 રનથી હરાવી સીરીઝ પર 1-0 લીડ મેળવી
IPL Auction 2025 Live: માત્ર 2 કરોડમાં ફાફ ડુ પ્લેસિસને દિલ્હીએ ખરીદ્યો, વિલિયમસન અને રહાણે અનસોલ્ડ
IPL Auction 2025 Live: માત્ર 2 કરોડમાં ફાફ ડુ પ્લેસિસને દિલ્હીએ ખરીદ્યો, વિલિયમસન અને રહાણે અનસોલ્ડ
મહારાષ્ટ્રમાં મહાયુતિ કોને CM બનાવશે? સંજય રાઉતના આ દાવાથી ખળભળાટ મચ્યો
મહારાષ્ટ્રમાં મહાયુતિ કોને CM બનાવશે? સંજય રાઉતના આ દાવાથી ખળભળાટ મચ્યો
IPLમાં એક મેચ હારવાથી માલિકોને કેટલા રૂપિયાનું નુકસાન થાય છે? જાણો જવાબ
IPLમાં એક મેચ હારવાથી માલિકોને કેટલા રૂપિયાનું નુકસાન થાય છે? જાણો જવાબ
EPFO: PF ખાતામાં વ્યાજની રકમ જમા થઈ ગઈ, આ 4 રીતે ચેક કરો બેલેન્સ
EPFO: PF ખાતામાં વ્યાજની રકમ જમા થઈ ગઈ, આ 4 રીતે ચેક કરો બેલેન્સ
Delhi: ચૂંટણી પહેલા કેજરીવાલનો મોટો દાવ, દિલ્હીના વૃદ્ધો માટે મોટી જાહેરાત કરી
Delhi: ચૂંટણી પહેલા કેજરીવાલનો મોટો દાવ, દિલ્હીના વૃદ્ધો માટે મોટી જાહેરાત કરી
Embed widget