શોધખોળ કરો

Surat: ભાજપ મહિલા કાર્યકરે તીર્થ યાત્રાના નામે વૃદ્ધો સાથે છેતરપિંડી આચર્યાનો આરોપ

સુરતની ભાજપ મહિલા કાર્યકર જયશ્રીબહેન લુણાગરિયા  જેની પોલીસ શોધખોળ કરી રહી છે. આ સાથે જ તેના પુત્ર અજયને પણ પોલીસ શોધી રહી છે.  માતા-પુત્ર પર આરોપ છે તીર્થ યાત્રાના નામે વૃદ્ધો સાથે છેતરપિંડી આચર્યાનો

સુરતની ભાજપ મહિલા કાર્યકર જયશ્રીબહેન લુણાગરિયા  જેની પોલીસ શોધખોળ કરી રહી છે. આ સાથે જ તેના પુત્ર અજયને પણ પોલીસ શોધી રહી છે.  માતા-પુત્ર પર આરોપ છે તીર્થ યાત્રાના નામે વૃદ્ધો સાથે છેતરપિંડી આચર્યાનો. અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશન બાદ હવે ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. 

શ્રવણ તીર્થ યાત્રાના નામે હરિદ્વાર,  ઋષિકેશ લઈ જવાનું કહી  માતા-પુત્રએ વૃદ્ધો પાસેથી 1 લાખ, 23 હજાર રૂપિયા લીધા હતા.  જો કે, ન તો તીર્થ યાત્રા પર લઈ ગયા અને ન તો પૈસા પરત કર્યા.  ભાજપની મહિલા કાર્યકર જયશ્રી લુણાગરિયા  તેના પુત્ર સાથે કામરેજના એક બંગલોમાં છેલ્લા એકાદ વર્ષથી ભાડે રહેતી હતી. પરંતુ 24 જાન્યુઆરીના માતા-પુત્ર રાતોરાત ઘર ખાલી કરી ગાયબ થઈ ગયા છે.

વેરાવળના નામાંકિત ડોક્ટરની આત્મહત્યા મામલે સૌથી મોટા સમાચાર

વેરાવળના નામાંકિત ડો. અતુલ ચગની આત્મહત્યા મામલે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જૂનાગઢના તબીબ ડો.જલ્પાન રુપાપરાની પોસ્ટ વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે.  પોસ્ટમાં અતુલ ચલ રુપિયાને લઈને ચિંતામાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આજથી 8 થી 10 મહિના પહેલા અતુલ ચગ સાથે વાત થઈ હતી તેમ ડોક્ટર જલ્પાને લખ્યું છે. ડોક્ટર રુપાપરાએ દાવો કર્યો છે કે, ડોક્ટર અતુલ ચગને નારણ ચુડાસમા પાસેથી 2થી 2.5 કરોડ રુપિયા લેવાના હતા. નારણ ચૂડાસમા અને રાજેશ ચૂડાસમા રુપિયા આપતા ન હોવાનો આરોપ પણ તેમણે લગાવ્યો છે. રાજકીય પીઠબળ હોવાથી બંને જવાબ આપતા ન હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ આપ્યું મોટું નિવેદન

 ડો. અતુલ ચગના આપઘાત મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવે આ મામલે રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ તટસ્થ તાપસની માંગ કરી છે.  તેમણે ટ્વિટર પર લખ્યું કે, જે સંજોગોમાં ડો. અતુલ ચગને આપઘાત કરવો પડ્યો તે અત્યંત દુઃખદ છે.  ડો. અતુલ ચગની સ્યુસાઇડ નોટ અને તેમની આત્મહત્યાને અનુલક્ષીને આ મામલે ગહન તપાસ થાય તેવી ઈચ્છા પરિમલ નથવાણીએ વ્યક્ત કરી છે. નોંધનીય કે,  ડો. અતુલ ચગએ આત્મહત્યા માટે રાજકીય આગેવાનનું નામ સુસાઈડ નોટમાં લખ્યું હોવાની વાત સામે આવી છે. જો કે, પોલીસે આ મામલે કોઈ ઓફિશયલ જાહેરાત કરી નથી.

શું કહ્યું પરિમલ નથવાણીએ?

પરિમલ નથવાણી ટ્વિટર પર લખ્યું કે, જે સંજોગોમાં ડો. અતુલ ચગને આપઘાત કરવો પડ્યો તે અત્યંત દુઃખદ છેઃ હું તેમના પરિવારને શોક સંવેદના પાઠવું છું.  ગિર સોમનાથ વિસ્તારમાં ખૂબ જ લોકપ્રિય એવા નિષ્ણાત અને અનુભવી ડો. અતુલ ચગની આત્મહત્યાના સમાચાર ખૂબ જ આઘાત જનક છે. જે સંજોગોમાં તેમણે આપઘાત કરવો પડ્યો તે અત્યંત દુઃખદ છે. તેઓ એક ખૂબ જ ઉમદા વ્યક્તિ હતા. કોવિડના સમયમાં પણ તેમણે માનવતાવાદી અભિગમ દર્શાવી ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી. લોહાણા સમાજમાં તો તેઓ અગ્રણી, સમાજોપયોગી અને લોકપ્રિય વ્યક્તિ હતા જ, પરંતુ ગિર સોમનાથ જિલ્લામાં પણ તેમણે વ્યાપક લોકચાહના ઊભી કરી હતી. આ દુઃખદ સમયમાં હું ડો. અતુલ ચગના પરિવારજનોને મારી શોક સંવેદના પાઠવું છું અને ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરું છું કે સદ્દગત આત્માને ચિર શાંતિ પ્રદાન કરે અને શોક સંતપ્ત પરિવારજનોને આ આઘાત સહન કરવાની શક્તિ અર્પે. સ્વ. ડો. અતુલ ચગની સ્યુસાઇડ નોટ અને તેમની આત્મહત્યાને અનુલક્ષીને આ મામલે ગહન તપાસ થાય તેવી લાગણી વ્યક્ત કરું છું અને માનનીય ગૃહ મંત્રીને આ અંગે ખાસ વિનંતી કરું છું. - પરિમલ નથવાણી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jaipur CNG Truck Blast: જયપુરમાં CNG ટ્રકમાં થયો બ્લાસ્ટ,5ના મોત,અનેક લોકો દાઝી ગયા
Jaipur CNG Truck Blast: જયપુરમાં CNG ટ્રકમાં થયો બ્લાસ્ટ,5ના મોત,અનેક લોકો દાઝી ગયા
ઇ-વૉલેટ્સ મારફતે ઉપયોગ કરી શકાશે પીએફ ક્લેમના રૂપિયા, જાણો ક્યારથી મળશે સુવિધા?
ઇ-વૉલેટ્સ મારફતે ઉપયોગ કરી શકાશે પીએફ ક્લેમના રૂપિયા, જાણો ક્યારથી મળશે સુવિધા?
અમદાવાદમાં ગુંડાતત્વોએ જાહેર રસ્તા પર હથિયાર લઈ મચાવ્યો આતંક, બે પોલીસકર્મી સસ્પેન્ડ
અમદાવાદમાં ગુંડાતત્વોએ જાહેર રસ્તા પર હથિયાર લઈ મચાવ્યો આતંક, બે પોલીસકર્મી સસ્પેન્ડ
Rahul Gandhi: રાહુલ ગાંધીની પૂછપરછ કરી શકે છે પોલીસ, કોંગ્રેસ આજે કરશે દેશભરમાં પ્રદર્શન
Rahul Gandhi: રાહુલ ગાંધીની પૂછપરછ કરી શકે છે પોલીસ, કોંગ્રેસ આજે કરશે દેશભરમાં પ્રદર્શન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Flight News: હવે બેંગકોકની ફ્લાઈટ આજથી શરૂ, પહેલા દિવસથી જ ફ્લાઈટ થઈ ગઈ ફુલJaipur Blast News: સ્કુલ પાસે જ કેમિકલ ટેન્કરમાં ભયાનક બ્લાસ્ટ, પાંચ લોકો બળીને ખાખ| Abp AsmitaGir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jaipur CNG Truck Blast: જયપુરમાં CNG ટ્રકમાં થયો બ્લાસ્ટ,5ના મોત,અનેક લોકો દાઝી ગયા
Jaipur CNG Truck Blast: જયપુરમાં CNG ટ્રકમાં થયો બ્લાસ્ટ,5ના મોત,અનેક લોકો દાઝી ગયા
ઇ-વૉલેટ્સ મારફતે ઉપયોગ કરી શકાશે પીએફ ક્લેમના રૂપિયા, જાણો ક્યારથી મળશે સુવિધા?
ઇ-વૉલેટ્સ મારફતે ઉપયોગ કરી શકાશે પીએફ ક્લેમના રૂપિયા, જાણો ક્યારથી મળશે સુવિધા?
અમદાવાદમાં ગુંડાતત્વોએ જાહેર રસ્તા પર હથિયાર લઈ મચાવ્યો આતંક, બે પોલીસકર્મી સસ્પેન્ડ
અમદાવાદમાં ગુંડાતત્વોએ જાહેર રસ્તા પર હથિયાર લઈ મચાવ્યો આતંક, બે પોલીસકર્મી સસ્પેન્ડ
Rahul Gandhi: રાહુલ ગાંધીની પૂછપરછ કરી શકે છે પોલીસ, કોંગ્રેસ આજે કરશે દેશભરમાં પ્રદર્શન
Rahul Gandhi: રાહુલ ગાંધીની પૂછપરછ કરી શકે છે પોલીસ, કોંગ્રેસ આજે કરશે દેશભરમાં પ્રદર્શન
'યુક્રેન સાથે યુદ્ધ ખત્મ કરવા કોઇ પણ શરત વિના તૈયાર ', ટ્રમ્પના શપથગ્રહણ અગાઉ પુતિનનું મોટું નિવેદન
'યુક્રેન સાથે યુદ્ધ ખત્મ કરવા કોઇ પણ શરત વિના તૈયાર ', ટ્રમ્પના શપથગ્રહણ અગાઉ પુતિનનું મોટું નિવેદન
'પતિના વધતા સ્ટેટસના આધારે ભરણપોષણ ના માંગી શકે મહિલા', જાણો સુપ્રીમ કોર્ટે કેમ આવું  કહ્યું?
'પતિના વધતા સ્ટેટસના આધારે ભરણપોષણ ના માંગી શકે મહિલા', જાણો સુપ્રીમ કોર્ટે કેમ આવું કહ્યું?
CAT Result 2024: CAT 2024ના પરિણામ જાહેર, 14 વિદ્યાર્થીઓને મળ્યા 100 પર્સેન્ટાઇલ
CAT Result 2024: CAT 2024ના પરિણામ જાહેર, 14 વિદ્યાર્થીઓને મળ્યા 100 પર્સેન્ટાઇલ
Christmas Gift Ideas 2024: ક્રિસમસ પર ગિફ્ટ આપવા બેસ્ટ રહેશે આ ચાર ગેજેટ્સ, કિંમત 2000 રૂપિયાથી પણ ઓછી
Christmas Gift Ideas 2024: ક્રિસમસ પર ગિફ્ટ આપવા બેસ્ટ રહેશે આ ચાર ગેજેટ્સ, કિંમત 2000 રૂપિયાથી પણ ઓછી
Embed widget