DGVCL: વીજચોરી પડવા હવે ડ્રૉનનો ઉપયોગ કરાશે, ક્યાં વીજચોરી વધુ થયાની બૂમો ઉઠી ?
દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમીટેડે વીજચોરી પર અંકુશ લાવવા અને વીજચોરીને પકડી પાડવા માટે ડ્રૉનનો ઉપયોગ કરવાનો નક્કી કર્યો છે
DGVCL: ગુજરાતની સરકારી ઇલેક્ટ્રિસિટી કંપની DGVCL હવે વીજચોરોને પકડવા માટે નવો પ્રયોગ હાથ ધરશે, છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં વીજચોરીનું પ્રમાણમાં સતત વધારો આવી રહ્યો છે, ખાસ કરીને અંતરિયાળ વિસ્તાર, ગામડાંઓ અને ખેતરોમાં વીજચોરી માટાપાયે થઇ રહી છે. હવે આ વીજચોરીને પકડવા માટે DGVCL ડ્રૉન ઉડાડશે.
મળતી માહિતી પ્રમાણે, દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમીટેડે વીજચોરી પર અંકુશ લાવવા અને વીજચોરીને પકડી પાડવા માટે ડ્રૉનનો ઉપયોગ કરવાનો નક્કી કર્યો છે. DGVCL હવે ડ્રૉનની મદદથી વીજચોરી પકડશે, વીજ કંપની વીજ ફૉલ્ટ શોધવા પણ ડ્રૉનનો ઉપયોગ કરશે. સુરત શહેરમાં જિંગા તળાવમાં 400 મીટર વાયર ખેંચી ચોરી કરવામાં આવે તેવી ફરિયાદો પણ ઉઠી છે. વીજચોરોને પકડવા તથા ફૉલ્ટ શોધવા DGVCL ડ્રૉનનો ઉપયોગ કરશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2022ના એપ્રિલથી જૂલાઈ મહિના સુધીમાં 18 કરોડની વીજચોરી પકડાઇ હતી, તો વળી, 2023ના એપ્રિલથી જૂલાઈ મહિના સુધીમાં આ આંકડો 24 કરોડને પાર થઇ ગયો હતો, આ દરમિયાન 24 કરોડ રૂપિયાની વીજચોરી પકડી પાડવામાં આવી હતી. ખાસ કરીને અંતરિયાળ ગામો, ખેતરો, જિંગા તળાવમાં વીજચોરીનું પ્રમાણ વધારે છે, અને આને પકડવા માટે હવે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમીટેડ ડ્રૉનનો ઉપયોગ કરશે.
વરસાદ ખેંચાતા આ જિલ્લાઓમાં સિંચાઈ માટે 10 કલાક અપાશે વીજળી
વરસાદ ખેંચાતા ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. અનેક વિસ્તારમાંથી સિંચાઇ માટે વીજળી અને પાણી આપવાની માગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી. આ માગણીને ધ્યાને રાખી રાજ્ય સરકારે ખેડૂતો માટે મહત્વનો નિર્ણય કર્યો છે. સરકારના આ નિર્ણયથી 12 લાખ ખેડૂતોને ફાયદો થશે. 10 દિવસ બાદ અન્ય જીલ્લાઓ અને સ્થળ માટે નિર્ણય લેવાશે. આ નિર્ણયની જાહેરાત કરતા નાણાં અને ઊર્જા મંત્રીએ જણાવ્યું હતું કે વરસાદ ખેચાતા સરકારે ખેડૂતોને પાવર અને પાણી પૂરું પાડવાનું નક્કી કર્યું છે. રાજ્યના 14 જિલ્લામાં 8ના બદલે 10 કલાક વીજળી આપવામાં આવશે અને તેની અમલવારી આગામી 1લી તારીખ પહેલા થઈ જશે. સિંચાઇ મંત્રી કુંવરજી બાવળિયાએ ખેડૂતોને નર્મદા, સુજલામ સુફલામ્ અને ડેમ દ્વારા પાણી આપવાની જાહેરાત કરી છે. પાણી અને વીજળી આપવામાં કપાસ, ડાંગર અને મગફળી વાળા વિસ્તારને પ્રાથમિકતા આપવામાં આવી છે.
ક્યાં જિલ્લાને મળશે 10 કલાક વીજળી?
- કચ્છ
- બનાસકાંઠા
- સાબરકાંઠા
- મહેસાણા
- પાટણ
- ગાંધીનગર
- અમદાવાદ
- ખેડા
- અમરેલી
- સુરેન્દ્રનગર
- રાજકોટ
- જામનગર
- દ્વારકા
- જૂનાગઢ
કુંવરજી બાવળિયાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, નર્મદામાંથી આજથી પાણી છોડાશે. સુજલામ સુફલામ્ દ્વારા પાઇપ લાઈન નખાઈ છે ત્યાં પણ પાણી છોડશે, જે ડેમમાં 80 ટકા પાણી છે ત્યાં પાણી છોડવામાં આવશે. ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ્માં પાણી અપાશે તથા ખંભાત અને તારાપુર વિસ્તારમાં પણ કડાણા ડેમમાંથી પાણી છોડાશે.