શોધખોળ કરો
Advertisement
સુરતમાં DRIની રેડમાં મહિલાઓના આંતરવસ્ત્રો સહિતની વસ્તુઓ જપ્ત, કેટલાં કરોડનો માલ પકડાયો, આંકડો જાણીને ચોંકી જશો
સુરતઃ સચિન વિસ્તારમાં ઈનલેન્ડ કન્ટેનર ડેપોમાં ડીઆરઆઈ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતાં. વિદેશી ઘડિયાળ, બુટ, કોસ્મેટિક્સ, મહિલાઓના આંતરવસ્ત્રો વગેરે જપ્ત કરવામાં આવ્યા છે. હાલ ડીઆરઆઈ દ્વારા 618 કાર્ટૂન જપ્ત કરવામાં આવ્યા છે. જેની કિંમત અંદાજે 20 કરોડ રૂપિયા છે. જ્યારે આ સમગ્ર મામલે અત્યાર સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
સુત્રો દ્વારા, ડીઆરઆઈના અધિકારીઓ દ્વારા સચિન વિસ્તારમાં આવેલા ઇનલેન્ડ કન્ટેનર ડેપો પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં અંદાજે 618 કાર્ટુન જપ્ત કરવામાં આવ્યા છે અને તેમાંથી વિદેશથી આયાત કરવામાં આવેલા કોસ્મેટીક સર સામાન, મહિલાઓના આંતરવસ્ત્રો, શુઝ, કિંમતી ઘડિયાળો વગેરે મળીને અંદાજે રૂપિયા 20 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
હાલમાં ડીઆરઆઇ દ્વારા આ તમામ ચીજ વસ્તુઓ જપ્ત કરી અને તેને મંગાવનારા કોણ હતા તેની તપાસ કરી રહી છે તેમજ જો ડ્યૂટી ચોરીનો અથવા તો અન્ય કોઇ ગેરરીતીની વાત સામે આવશે તો ડીઆરઆઇ દ્વારા આ મામલે વધુ પગલાં ભરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ખેતીવાડી
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion