Surat: DRIએ રેલવે સ્ટેશન પરથી 40 લાખની વિદેશી સિગારેટનો જથ્થો જપ્ત કર્યો
સુરત DRIએ રેલવે સ્ટેશન પરથી 40 લાખની વિદેશી સિગારેટનો જથ્થો જપ્ત કર્યો છે. DRIને માહિતી મળી હતી કે પાર્સલની આડમાં દાણચોરીનો વિદેશી સિગારેટનો જથ્થો રેલવે સ્ટેશન પર ઉતરવાનો છે.
સુરત DRIએ રેલવે સ્ટેશન પરથી 40 લાખની વિદેશી સિગારેટનો જથ્થો જપ્ત કર્યો છે. DRIને માહિતી મળી હતી કે પાર્સલની આડમાં દાણચોરીનો વિદેશી સિગારેટનો જથ્થો રેલવે સ્ટેશન પર ઉતરવાનો છે. જેના આધારે વૉચ ગોઠવી હતી. આ દરમિયાન પાર્સલ ચકાસતા અંદરથી 40 લાખની કિંમતની 1 લાખ 96 હજાર વિદેશી સિગારેટ મળી આવી હતી. DRIએ સિગારેટનો જથ્થો જપ્ત કરી કોણ- કોણ સંડોવાયેલું છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.
ચોક્કસ બાતમીના આધારે, ડીઆરઆઈના અધિકારીઓએ સુરત રેલ્વે સ્ટેશન પર ચેન્નાઈથી સુરત જવાના રેલ્વે પાર્સલને અટકાવ્યું હતું જેમાંથી દાણચોરી કરાયેલી વિદેશી મૂળની સિગારેટની 1,96,320 સ્ટીક્સ એસ્સ લાઈટ્સ (કોરિયન), ગુડાંગ ગરમ (ઇન્ડોનેશિયન) અને 555 (યુકે) બ્રાન્ડની હતી, જે જપ્ત કરવામાં આવી હતી. તેની બજાર કિંમત 40 લાખ રૂપિયા હોવાનો અંદાજ છે.
Surat: PM મોદી પર વિવાદ ટિપ્પણી કરનાર બિલાવલને પાટીલે આપ્યો સણસણતો જવાબ
પ્રધાનમંત્રી મોદી માટે પાકિસ્તાન વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો દ્વારા કરવામાં આવેલ નિવેદનને લઈ સમગ્ર ગુજરાતમાં વિરોધનો સુર જોવા મળી રહ્યો છે. આ મામલે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે પણ નિવેદન આપ્યું છે. સીઆર પાટીલે જણાવ્યું છે કે, પાકિસ્તાનની આર્થિક સ્થિતિ તદ્દન કથળી ગઈ છે. ભિખારી કરતા પણ ખરાબ સ્થિતિ તેની થઈ ગઈ છે.
પોતાના વિદેશ મંત્રાલયની બિલ્ડીંગો પણ તેઓ વેચી રહ્યું છે. પોતાના દેશના ગધેડાઓને વેચીને તે ગુજરાત ચલાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આજ બતાવી રહ્યું છે કે તેની આર્થિક સ્થિતિ કેટલી નબળી છે. તેનું કારણ છે કે આતંકવાદીઓને પ્રોત્સાહન કરવા આશરો આપવો અને એના જ કારણે જયશંકર એ જે કહ્યું કે, તમે સાપને ઘરે પાળશો તો તમને ચોક્કસ ડંખ મારશે. આ ડંખ પાકિસ્તાનને લાગ્યો છે. પાકિસ્તાનના નાગરિકો વગર કારણે તેનો ભોગ બની રહ્યા છે અને તેમને પણ નુકસાન થઈ રહ્યું છે.