શોધખોળ કરો

Surat Scandal: સુરત નકલી ડિગ્રી કૌભાંડમાં મોટો પર્દાફાશ, 137 વિદ્યાર્થીઓના નામે ઈશ્યૂ થઈ હતી માર્કશીટ

સુરતમાં ફરી એકવાર નકલી ડિગ્રી કૌભાંડનો મોટો પર્દાફાશ થયો છે, પોલીસે અચાનક દરોડા પાડીને શહેરમાં ચાલતા નકલી ડિગ્રી કૌભાંડના આરોપીઓને ઝડપી પાડ્યા છે

Fake Degrees Scandal News: સુરતમાંથી એક મોટું નકલી ડિગ્રી કૌભાંડ સામે આવ્યું છે, વિદ્યાર્થીઓને નકલી ડિગ્રી પધરાવીને લાખો રૂપિયાનો વેપલો સુરતમાં ચાલી રહ્યો હતો, જેનો પોલીસે પર્દાફાશ કરી દીધો છે. 137 વિદ્યાર્થીઓને આ કૌભાંડ થકી નકલી માર્કશીટ ડિગ્રી ઇશ્યૂ કરવામાં આવી હતી. આ કેસ મામલે પોલીસે તપાસ કરી  જેમાં પોલીસને હિસાબની ડાયરી અને રસીદ બુક મળી આવી છે. 

Surat Scandal: સુરત નકલી ડિગ્રી કૌભાંડમાં મોટો પર્દાફાશ, 137 વિદ્યાર્થીઓના નામે ઈશ્યૂ થઈ હતી માર્કશીટ

સુરતમાં ફરી એકવાર નકલી ડિગ્રી કૌભાંડનો મોટો પર્દાફાશ થયો છે, પોલીસે અચાનક દરોડા પાડીને શહેરમાં ચાલતા નકલી ડિગ્રી કૌભાંડના આરોપીઓને ઝડપી પાડ્યા છે, અને સાથે કેટલોક મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. આજે સુરત નકલી ડિગ્રી કૌભાંડમાં મોટો પર્દાફાશ થયો છે. 137 વિદ્યાર્થીઓના નામે ઈશ્યૂ થઈ હતી આ નકલી માર્કશીટ અને સર્ટિફિકેટ. પોલીસ તપાસમાં નકલી ડિગ્રી કૌભાંડ ચલાવનારાઓના લાખોના વ્યવહાર પકડાયા છે. નિલેશ સાવલિયાના બેન્ક એકાઉન્ટમાં લાખોના વ્યવહાર થયા હોવાનુ પોલીસે પકડી પાડ્યુ છે. નિલેશ સાવલિયા એ યશ એજ્યુકેશન એકેડમી, ડિવાઈન એકેડમીના સંચાલક છે. યુપીના ફરિદાબાદના મનોજ કુમારની પણ આ કેસમાં સંડોવણી સામે આવી છે. નોઈડાના રાહુલ જૈન, EDU ઝૉન ગ્રુપ ઓફ એજ્યૂકેશનના કરણની પણ સંડોવણી છે. ખાસ વાત છે કે, આ કેસમાં પોલીસને હિસાબની ડાયરી અને રસીદ બુક મળી છે. ડાયરીમાં રોકડ રકમ, ઓનલાઈન અને ચેકથી પેમેન્ટ લીધાનો ઉલ્લેખ છે. 

સુરતની 29 શાળાની માન્યતા ગમે ત્યારે રદ્દ થઈ શકે છે, DEOએ કરી ભલામણ

સુરતમાં 29 શાળાની માન્યતા રદ્દ કરવા ભલામણ કરવામાં આવી છે. નીતિનિયમો નેવે મૂકી ગેરકાયદેસર રીતે સ્કૂલને મંજૂરી મળતા ફરિયાદ થઈ હતી. નાથા લાલ સુખડીયાએ 72 સ્કૂલોની યાદી માનવ અધિકાર આયોગને આપી હતી. આ યાદીના આધારે તપાસ કરવામાં આવી હતી. જે પૈકી 29 સ્કૂલોની માન્યતા રદ્દ કરવા સુરત DEO એ માનવ અધિકાર આયોગને ભલામણ કરી છે. આ સ્કૂલોમાં કોમર્શિયલ અને રેસિડન્સ વિસ્તારમાં ચલાવાતી હતી. કાયમી શિક્ષકોનો અભાવ અને ફોટોગ્રાફ સહિતના પુરાવા આપવામાં આવ્યા છે. ગમે તે સમયે આ સ્કૂલની માન્યતા રદ્દ થઈ શકે છે.

આ શાળાની માન્યતા રદ્દ થઈ શકે છે

  1. હરેકૃષ્ણ વિદ્યાલય, યોગીચોક
  2. શ્રી ક્રિષ્ના વિદ્યાલય, એલ.એચ રોડ
  3. જ્ઞાનદીપ વિદ્યાલય, પૂણાગામ
  4. સીરવી હિન્દી વિદ્યાલય, પુણાગામ
  5. ભગવતી વિદ્યાલય, પૂણાગામ
  6. રાયઝન મોર્ડન સ્કુલ, નાના વરાછા
  7. સરસ્વતી વાત્સલ્ય વિદ્યાલય, નાના વરાછા
  8. અર્ચના વિદ્યાનિકેતન, માતાવાડી
  9. વન્ડરફુલ એકેડેમી, માતાવાડી
  10. અર્પણ વિદ્યાલયસ, પુણા
  11. મણિબા હિન્દી વિદ્યાભવનસ, અમરોલી
  12. જ્ઞાનદીપ વિદ્યાલય, અમરોલી
  13. કલરવ ભુલકાભવન સ્કુલ,, પૂણાગામ
  14. નાલંદા વિદ્યાલય, કાપોદ્રા
  15. શ્રી રાજેશ્વરી વિદ્યાલય, પુણાગામ
  16. નચિકેતા વિદ્યાલય, પૂણાગામ
  17. શુભલક્ષી વિદ્યાલય, પૂણાગામ
  18. જય અંબે વિદ્યાભવન, એલ.એચ રોડ
  19. શીશકુંજ વિદ્યાસંકુલ, પૂણાગામ
  20. જીવનજ્યોત વિદ્યાલય, પૂણાગામ
  21. વશિષ્ટ વિદ્યાલય, પૂણાગામ
  22. સમ્રાટ ઈન્ટરનેશનલ સ્કુલ, પર્વત પાટિયા
  23. શ્રી નચિકેતા વિદ્યાનિકેતન, પૂણાગામ
  24. પુણા લીટલ ફલાવર સ્કુલ, વરાછા રોડ
  25. રામદેવ વિદ્યાલય, પૂણાગામ
  26. જમનાબા હિન્દી વિદ્યાલય, પૂણાગામ
  27. શારદા વિદ્યાલય, પુણા
  28. ગુરુકૃપા વિદ્યાલય, પુણા
  29. સરસ્વતી હિન્દી વિદ્યાલય, પુણાગામ

રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરે થોડા સમય પહેલા જણાવ્યું હતું કે, ભૂલકાઓને પ્રાથમિક શિક્ષણ ઘર આંગણે જ પુરૂ પાડવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્યમાં એક જ શિક્ષક વાળી ૧૬૦૬ પ્રાથમિક શાળાઓ છે, જેમાં સત્વરે શિક્ષકો મૂકવામાં આવશે. આજે વિધાનસભા ખાતે રાજ્યમાં એક જ શિક્ષક ધરાવતી પ્રાથમિક શાળાઓની વધુ શિક્ષકો મૂકવા અંગેના પ્રશ્નોના પ્રત્યુતરમાં મંત્રી ડિંડોરે ઉમેર્યું કે, પ્રાથમિક શાળાઓમાં ભૂલકાઓનું શિક્ષણ બગડે નહીં એ માટે આવી શાળાઓમાં યોગ્ય લાયકાત ધરાવતા જ્ઞાન સહાયક મુકવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સાથોસાથ શાળાઓમાં વધઘટ કેમ્પનું આયોજન કરાય છે. જેમાં જિલ્લા ફેર અને જિલ્લાઓની આંતરિક બદલી કેમ્પનું આયોજન કરીને શિક્ષકોને વતનનો લાભ આપવાનો પ્રયાસ કર્યો છે. જેના પરિણામે આ ઘટ જોવા મળી રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ખાલી પેટ લીંબુના પાણી સાથે ચિયા સીડ્સ મિક્સ કરીને પીઓ, અઠવાડિયામાં શરીરમાં દેખાવા લાગશે ફેરફાર
ખાલી પેટ લીંબુના પાણી સાથે ચિયા સીડ્સ મિક્સ કરીને પીઓ, અઠવાડિયામાં શરીરમાં દેખાવા લાગશે ફેરફાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાંBanasakantha Rain | પાલનપુરમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ કેવા ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ખાલી પેટ લીંબુના પાણી સાથે ચિયા સીડ્સ મિક્સ કરીને પીઓ, અઠવાડિયામાં શરીરમાં દેખાવા લાગશે ફેરફાર
ખાલી પેટ લીંબુના પાણી સાથે ચિયા સીડ્સ મિક્સ કરીને પીઓ, અઠવાડિયામાં શરીરમાં દેખાવા લાગશે ફેરફાર
24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?
24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?
હાથરસના બાબાની કાળી કરતૂતઃ ઢોંગી, દારૂની લત અને આશ્રમમાં 16-17 વર્ષની છોકરીઓ બોલાવીને.....
હાથરસના બાબાની કાળી કરતૂતઃ ઢોંગી, દારૂની લત અને આશ્રમમાં 16-17 વર્ષની છોકરીઓ બોલાવીને.....
Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક
Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક
Rain: પ્રથમ વરસાદમાં જ ધરોઇ ડેમની જળસપાટી વધી, પાણીની આવક 600.67 ફૂટ સુધી પહોંચી, તસવીર
Rain: પ્રથમ વરસાદમાં જ ધરોઇ ડેમની જળસપાટી વધી, પાણીની આવક 600.67 ફૂટ સુધી પહોંચી, તસવીર
Embed widget