Surat:અમરોલીમાં ડૉક્ટરની બેદરકારીથી મહિલાનું મોત થયું હોવાનો પરિવારનો આરોપ
સુરત શહેરમાં એક ચોંકવનારી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં ડૉક્ટરની બેદરકારીથી મહિલાનું મોત થયાના આરોપ લાગ્યો છે.
સુરત: સુરત શહેરમાં એક ચોંકવનારી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં ડૉક્ટરની બેદરકારીથી મહિલાનું મોત થયાના આરોપ લાગ્યો છે. શહેરના અમરોલીના છાપરભાઠા વિસ્તારમાં આવેલી પ્રાણનાથ હોસ્પિટલમાં એક મહિલાને ગર્ભાશયના ઑપરેશન માટે દાખલ કરવામાં આવી હતી. પરંતુ ઑપરેશન દરમિયાન મહિલાની તબિયત લથડતા ગણતરીના સમયમાં મોત નિપજ્યુ હતું. આ દરમિયાન પરિવારે આરોપ લગાવ્યો છે કે આ મોત ડૉક્ટરની બેદરકારીના કારણે થયું છે. જેથી ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ અને અને ત્રણ ડોક્ટરોની પેનલ બનાવી જવાબદાર ડૉક્ટર સામે કાર્યવાહી કરવામાં આવે.
દહેગામથી ઉમેદવાર બદલ્યા
આમ આદમી પાર્ટીએ દહેગામથી ઉમેદવાર બદલ્યા છે. યુવરાજસિંહ જાડેજાના બદલે સુહાગ પંચાલના નામની જાહેરાત કરાઈ છે. યુવરાજસિંહને સાત બેઠકોની જવાબદારી સોંપાઈ છે. થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીએ જાહેર કરેલી યાદીમાં દહેગામ બેઠક પરથી યુવરાજસિંહના નામની જાહેરાત થઈ હતી. યુવરાજસિંહના સ્થાને અન્ય ઉમેદવારના નામની જાહેરાત થતાં હાલ અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે.
આમ આદમી પાર્ટીએ જાહેર કર્યુ 12મું લિસ્ટ
જૂનાગઢમાં કેજરીવાલે કર્યો રોડ શો
આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જુનાગઢના પ્રવાસે આવ્યા હતા. આગામી વિધાનસભાની ચૂંટણી અંતર્ગત જૂનાગઢમાં આજે કેજરીવાલના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના કાળવા ચોકથી આઝાદ ચોક સુધી રોડ શોનું આયોજન કરાયું હતું. 500 મીટરના રોડ શોમાં અંદાજિત 2000થી વધુ લોકો ઉમટી પડ્યા હતા. કેજરીવાલે જણાવ્યું હતું કે જો આગામી ચૂંટણીમાં આપ પાર્ટીની સરકાર બનશે તો મફત વીજળી આપવામાં આવશે. આ ઉપરાંત સરકારી શાળાનું સ્તર પણ સુધારવામાં આવશે. સાથે-સાથે આરોગ્ય સેવા પણ વધુ સારી બનાવવાની કેજરીવાલે ખાતરી આપી હતી. જુનાગઢ વિધાનસભા બેઠક પર આપ પાર્ટીના ઉમેદવાર ચેતન ગજેરાને મત આપી વિજય બનાવવા પણ કેજરીવાલે જનતા સમક્ષ અપીલ કરી હતી.