શોધખોળ કરો

Surat News: સુરતના વેસુમાં લકઝુરિયસ ફ્લેટમાં લાગી ભીષણ આગ, આ જ કેમ્પસમાં રહે છે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી

Surat News: લોકોએ તાત્કાલિક ઘર બહાર દોડી જઈને ફાયર વિભાગને જાણ કરી હતી. જેના પગલે પાંચ ફાયર ફાયટરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને મહામહેનતે આગ પર કાબૂ મેળવ્યો હતો.

Surat News: રાજ્યમાં આકાશમાંથી આગ વરસી રહી છે. એવામાં ગુજરાતમાં આગની ઘટનામાં પણ વધારો થયો છે. આણંદમાં 3 જગ્યા પર રાત્રે આગનો બનાવ બન્યો હતો. જે બાદ આજે સુરતમાં આગની ઘટના સામે આવી છે. સુરતના વેસુમાં લકઝુરિયસ હેપ્પી એક્સલેન્સિયા બિલ્ડીંગના આઠમાં માળે ઓચિંતી આગ ભભૂકી ઉઠી હતી. આઠમાં માળે લાગેલી આગ પળવારમાં ત્રીજા માળ સુધી પ્રસરી ગઈ હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બિલ્ડીંગમાં વસવાટ કરતા પરિવારમાં ભયનો માહોલ છવાયો હતો.

લોકોએ તાત્કાલિક ઘર બહાર દોડી જઈને ફાયર વિભાગને જાણ કરી હતી. જેના પગલે પાંચ ફાયર ફાયટરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને મહામહેનતે આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર વિભાગની ટીમ હાલ કુલિંગની પ્રક્રિયા કરી રહી છે. જોકે, આગ બૂઝાવતી વખતે એક ફાયર કર્મચારી દાઝી ગયો હતો. સૌથી મહત્વની વાત એ છે કે ગૃહરાજ્યમંત્રી અને મજૂરા વિધાનસભાના ધારાસભ્ય પણ વેસુના લક્ઝુરિયસ હેપ્પી એક્સલેન્યિા બિલ્ડીંગમાં જ વસવાટ કરે છે.  જોકે જે વિંગમાં આગ લાગી હતી તે વિંગમાં ગૃહરાજ્યમંત્રી સંઘવીનું ઘર નથી. આગના પગલે ગૃહરાજ્યમંત્રી સંઘવી પણ દોડતા થઈ ગયા હતાં. આ દુર્ઘટનામાં કુલ 18 લોકોનું રેસ્કયુ કરાયું હતું.

15 લોકોને આગના સમયે ટેરેસ પર લઈ જવામાં આવ્યા હતા. ફાયરના જવાનો દ્વારા તમામ લોકોને કપડાથી ઢાંકીને નીચે લાવામાં આવ્યા હતા.ફાયરની  સિસ્ટમ હતી પણ કેમ્પસમાં મોટી ફાયરની ગાડીઓ અંદર આવવા માટે મુશ્કેલી ઉભી હતી હતી. ભીષણ આગના કારણે રહેવાસીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા.

આ આગની ઘટના અંગે સામે આવેલી વિગતો અનુસાર એક્સલેન્સિયા બિલ્ડીંગના આઠમાં માળે સ્ટીમ બાથ ડિવાઈઝમાં આગ લાગી હતી જે બાદ આગે વિકરાળ સ્વરુપ ધારણ કરતા અન્ય 3 માળને ઝપેટમાં લીધા. નવમો માળ ઝપેટમાં આવ્યો હતો. નવમા માળે ફર્નિચરનું કામ ચાલી રહ્યું હતું ત્યાં લાકડાં, પીઓપી,પ્લાયવૂડ અને ફાઇબર સામગ્રી મૂકવામાં આવી હતી. જેના કારણે આગે વિકરાળરૂપ ધારણ કરી લીધું હતું. એટલું જ નહીં  આગ નવમા માળેથી 10 અને 11માં માળ સુધી પહોંચી ગઈ હતી. ગૃહરાજ્યમંત્રી જે બિલ્ડીંગમાં રહે તેની સામેેની વિંગમાંથી આગની ઘટના બનતા તેઓ પણ દોડી આવ્યા હતા અને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા

વિડિઓઝ

Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા
India vs SA T-20: ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર, ટી-20 મેચ લઈ અમદાવાદ મેટ્રોનો મોટો નિર્ણય
Ahmedabad Crime: અમદાવાદના ભાટ વિસ્તારની હોટલમાં યુવક-યુવતીએ કર્યો જીવન ટૂંકાવાનો પ્રયાસ
Gujarat Bar Council Election: રાજ્યના 282 વકીલ મંડળની ચૂંટણીને લઈ વકીલ મંડળમાં ભારે ઉત્સાહ
Banaskantha Trible Protest : પાડલિયામાં આદિવાસી-પોલીસ વચ્ચે ઘર્ષણનો કેસ , શું ઉચ્ચારી ચીમકી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
Embed widget