શોધખોળ કરો

Surat: જેડી મસાલા નામની કંપનીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, મોટી માત્રમાં ભેળસેળ યુક્ત મસાલો મળ્યો

ફૂડ અને ડ્રગ વિભાગને ફેકટરીમાંથી મોટી માત્રમાં ભેળસેળ યુક્ત અને શંકાસ્પદ મસાલો અને મસાલો બનાવવા માટેની સામગ્રી મળી આવી છે.

સુરત:  સુરતના બારડોલીના તાતીથૈયા ગામમાં જે ડી મસાલા નામની કંપનીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા છે. ફૂડ અને ડ્રગ વિભાગને ફેકટરીમાંથી મોટી માત્રમાં ભેળસેળ યુક્ત અને શંકાસ્પદ મસાલો અને મસાલો બનાવવા માટેની સામગ્રી મળી આવી છે.  પોલીસને ચોખાની ફુસકી તેમજ વિવિધ જાતના કલર પણ મળી આવ્યા છે.   જો કે પોલીસે ઘટના સ્થળેથી ત્રણ લાખથી વધુની કિંમતનો 3 હજાર કિલોથી વધુનો જથ્થો કબજે કર્યો છે.   મસાલાના સેમ્પલ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલ્યા છે.   લેબોરેટરીનો રિપોર્ટ આવ્યા બાદ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.  જો કે હાલ તો મસાલા બનાવતી મિલ અને આઉટલેટ બંને જગ્યાએ તાળા લાગી ગયા છે. 

Surat: જેડી મસાલા નામની કંપનીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, મોટી માત્રમાં ભેળસેળ યુક્ત મસાલો મળ્યો

બે દિવસ પહેલા બારડોલી કડોદરા રોડ પાર આવેલા તાતીથૈયા ગામે GIDC વિસ્તારમાં આવેલ જે ડી મસાલા નામની મસાલા બનાવતી કંપની અને કંપનીના આઉટલેટ પર ગાંધીનગર ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા , દરોડા દરમ્યાન ફૂડ અને ડ્રગ્સ વિભાગને ફેકટરી માંથી મોટી માત્ર માં ભેળસેળ યુક્ત શંકાસ્પદ મસાલો તેમજ મસાલો બનાવવા માટેની સામગ્રી મળી આવી હતી. 

પોલીસે ઘટના સ્થળેથી 3 લાખથી વધુની કિંમતનો 3000 કિલોથી વધુ નો જથ્થો કબ્જે લઈ મસાલાના સેમ્પલ લઈ લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલી આપવામાં આવ્યા છે.  મસાલા બનાવતી આ કંપની લોકોના જીવ સાથે સીધા ચેડા કરી હોવાનું સામે આવ્યું છે. લેબોરેટરીનો રિપોર્ટ આવ્યા બાદ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.  હાલ તો મસાલા બનાવતી મિલ અને આઉટલેટ બંને જગ્યા એ તાળા લાગી ગયા છે.  

Banaskantha: જીવતા વ્યક્તિના નામે પાસ કરાવાયો 2 લાખ રૂપિયાનો વીમો, બેન્કમાંથી ટપાલ મૃતકના નામે તેના ઘરે પહોંચી ને........

Banaskantha: બનાસકાંઠામાં બે લાખનો નકલી ઇન્શ્યૉરન્સ પાસ કરાવવાની ઘટના સામે આવી છે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કસરા ગામે એક અભણ વ્યક્તિના ખોટા ડૉક્યૂમેન્ટ બનાવી તેને મૃત બતાવીને તેના નામે 2,00,000 રૂપિયાનો ઇન્સ્યોરન્સ પાસ કરાવીને પૈસા ચાઉં કરી ગયા હોવાની ઘટના ઘટી છે. જેમાં ફરિયાદી રમેશજી ઠાકોરે ફરિયાદ નોંધાવતા શિહોરી પોલીસે એક આરોપીની અટકાયત કરી, આ કેસ અંગે આગળની તપાસ હાથ ધરી છે. 

માહિતી પ્રમાણે, બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના કસરા ગામે રહેતા રમેશજી ઠાકોર પોતે અભણ હોવાથી મજૂરી કામ કરી પોતાનુ ગુજરાત ચલાવે છે. એક વર્ષ અગાઉ તેઓ દેવપુરા ગામના જયંતિ ઠાકોર નામના વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા અને તે સમયે જયંતિ ઠાકોરે પાટણના રહેવાસી કરણસિંહ રબારી સાથે મળી રમેશજી ઠાકોરનું થરા ખાતે આવેલી બેન્ક ઓફ બરોડાની શાખામાં ખાતુ ખોલાવ્યું હતું. બેંકમાં ખાતું ખોલાવવા માટે પણ પૈસા જયતિજી ઠાકોરે આપ્યા હતા, તેમજ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના અંતર્ગત વીમો પણ લેવડાવ્યો હતો, અને વારસદાર તરીકે તેમના મોટાભાઈનું નામ લખાવ્યું હતું. બાદમાં અઠવાડિયા અગાઉ બેંકમાંથી એક ટપાલ આવી હતી જેમાં રમેશજી ઠાકોરનું મોત થતાં બે લાખ રૂપિયાની રકમ ચૂકવાઇ હોવાનું જાણવા મળતા તેઓ ડઘાઈ ગયા હતા. આ પછી સમગ્ર મામલે રમેશજી ઠાકોરે તપાસ કરતા જયંતિ ઠાકોરે રમેશજી ઠાકોરનું ઇન્ડિયા ફર્સ્ટ લાઈફ ઇન્સ્યોરન્સમાંથી વીમો લઈ રમેશજીના મૃત્યુના ખોટા સર્ટીફીકેટો બનાવી 2 લાખ રૂપિયાનો ઇન્સ્યોરન્સ પાસ કરાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું, જેથી રમેશજી ઠાકોરે સિહોરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી..

આ ઘટનામાં ફરિયાદના આધારે શિહોરી પોલીસે તાત્કાલિક ધોરણે તપાસ શરૂ કરી હતી અને ગણતરીના દિવસોમાં જ ખોટા ડૉક્યૂમેન્ટ બનાવીને રમેશજી ઠાકોર અને બેન્ક સાથે છેતરપિંડી આચરનાર જંયતિ ઠાકોરની અટકાયત કરી અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો
Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો
Telegram યુઝર્સ થઇ જાવ સાવધાન, તમારી એક ભૂલ ખાલી કરી દેશે બેન્ક એકાઉન્ટ, સરકારની ચેતવણી
Telegram યુઝર્સ થઇ જાવ સાવધાન, તમારી એક ભૂલ ખાલી કરી દેશે બેન્ક એકાઉન્ટ, સરકારની ચેતવણી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rajkot Highway Accident : 4 વાહનો વચ્ચે ભયંકર અકસ્માત, 2ના મોત ; 3 આઇસર બળીને ખાખHun To Bolish : હું તો બોલીશ : ખાખી,ખાદીનું દારૂ કનેકશનHun To Bolish : હું તો બોલીશ : સુશાસનની અગ્નિપરીક્ષાRajkot News: રાજકોટના જામકંડોરણામાં શ્વાનના હુમલામાં બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો
Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો
Telegram યુઝર્સ થઇ જાવ સાવધાન, તમારી એક ભૂલ ખાલી કરી દેશે બેન્ક એકાઉન્ટ, સરકારની ચેતવણી
Telegram યુઝર્સ થઇ જાવ સાવધાન, તમારી એક ભૂલ ખાલી કરી દેશે બેન્ક એકાઉન્ટ, સરકારની ચેતવણી
AUS vs IND: મેલબોર્ન ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર કોનસ્ટાસ અને વિરાટ કોહલી વચ્ચે 'ટક્કર', જુઓ વીડિયો
AUS vs IND: મેલબોર્ન ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર કોનસ્ટાસ અને વિરાટ કોહલી વચ્ચે 'ટક્કર', જુઓ વીડિયો
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Canada News: કેનેડાએ એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમમાં કર્યો ફેરફાર, જાણો ભારતીયો પર શું થશે અસર?
Canada News: કેનેડાએ એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમમાં કર્યો ફેરફાર, જાણો ભારતીયો પર શું થશે અસર?
Svamitva Sampatti Card: કેન્દ્ર સરકારની જાહેરાત, PM મોદી બે કરોડથી વધુ લોકોને આપશે સંપત્તિનો અધિકાર
Svamitva Sampatti Card: કેન્દ્ર સરકારની જાહેરાત, PM મોદી બે કરોડથી વધુ લોકોને આપશે સંપત્તિનો અધિકાર
Embed widget