(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Andolan : સરકાર સાથે બેઠક પછી કયા આંદોલનનો આવ્યો સુખદ અંત, કયા પ્રશ્નોનું થયું નિરાકરણ?
ગુજરાતમાં એસટી વિભાગ દ્વારા 22મી તારીખે હડતાળનું એલાન કરવામાં આવ્યું હતું. જોકે, એસટી બસોના પૈડા થંભી જાય તે પહેલા જ સરકાર એલર્ટ થઈ હતી અને આંદોલનકારીઓ સાથે વાટાઘાટો કરી હતી.
સુરતઃ ગુજરાતમાં એસટી વિભાગ દ્વારા 22મી તારીખે હડતાળનું એલાન કરવામાં આવ્યું હતું. જોકે, એસટી બસોના પૈડા થંભી જાય તે પહેલા જ સરકાર એલર્ટ થઈ હતી અને આંદોલનકારીઓ સાથે વાટાઘાટો કરી હતી. આ વાટાઘાટો સફળ થતાં આંદોલનનો અંત આવ્યો છે. ST કર્મચારીઓનું આંદોલન સમેટાયું છે. એસ.ટી. નિગમના કર્મચારીઓના વર્ષો જૂના પડતર પ્રશ્નોનું સુખદ સમાધાન થયુ.
મંત્રી પુર્ણેશ મોદી સાથે ગઈ કાલે ST યુનિયન ની બેઠક થઈ હતી. બેઠકમાં સમસ્યા ઉકેલવામાં આવી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વાહનવ્યવહાર કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. એસ.ટી.ના માન્ય કર્મચારી યુનિયનોના આગેવાનોની ૨૫ વર્ષ જેટલા જૂના વિવિધ પડતર પ્રશ્નોની માંગણી સાથે બેઠક મળી હતી.
સાત કલાકથી વધુ સમય સુધી ચાલેલી આ બેઠકમાં ફાયનાન્સ વિભાગના શ્રી મિલીંદ તોરવણે, એસ.ટી.ના એમ.ડી. શ્રી એમ.એ.ગાંધી સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. મેરેથોન ચર્ચાના અંતે વિવિધ પડતર પ્રશ્નોનું સુખદ નિરાકરણ થતાં કર્મચારીઓમાં હર્ષની લાગણી ફેલાઈ છે.
સરકારે કેટલો પગાર વધારો કર્યો? બીજી કઈ માંગણી સ્વીકારી.
હેલ્પરના 14,800થી વધારીને 15,800 કરાયા.
આરસીએમાં 15 હજાર 16 હજાર કરાયા
ડ્રાઇવરના 16 હજારથી વધારીને 18,500 કરાયા.
કંડક્ટરના 16 હજારથી વધારીને 18,500 કરાયા.
ક્લાર્કના 16 હજારથી વધારીને 18,500 કરાયા.
જૂનિયર આસિસ્ટન્ટના 16 હજારથી વધારીને 18,500 કરાયા.
વર્ગ-3ના સુપરવાઇઝરના 21માં વધારો કરી 23 હજાર કરાયા.
ડ્રાઇવર કમ કંડક્ટરની પોસ્ટ નાબૂદ
વર્ગ-4ના કર્મચારીઓનું બોનસ ચૂકવાશે
ઓનલાઇન બૂકિંગમાં ડ્રાઇવર-કંડક્ટરના નંબર નહીં અપાયા
2021-22ની હક્ક રજા અંગે પણ નિર્ણય લેવાયો
Gujarat Assembly : ગુજરાત વિધાનસભાનું આજથી બે દિવસનું ટુકું સત્ર શરૂ થશે. મોંઘવારી,ડ્ર્ગ્સ સહિતના મુદ્દા છવાશે. પ્રથમ બેઠકમાં પૂર્વ વિધાનસભા સભ્યોના અવસાન અંગે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે. રખડતા ઢોર નિયંત્રણ વિધેયક વિધાનસભા સત્ર માં પરત ખેંચવામાં આવશે.
વિધાનસભાના ટૂંકા સત્ર મામલે વિધાનસભામાં વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ જણાવ્યું હતું કે, સરકારે પ્રશ્નો રજુ કરવાનો અમારો અધિકાર છીનવ્યો છે. ગુજરાતના વિવિધ પ્રશ્નો રજૂ ન થાય તે માટે ટૂંકું સત્ર રાખ્યું છે. અમારા ધારાસભ્યો શુ કરશે તે અંગે ચર્ચા કરીશું. વિધાનસભા સત્ર પહેલા કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોની મળી બેઠક. પ્રભારી રઘુ શર્મા, નેતા વિપક્ષ, પ્રદેશ પ્રમુખ સહિત કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો રહ્યા હાજર. વિધાનસભામાં સરકારને ઘેરવાની ઘડાય રણનીતિ. બે દિવસીય સત્રમાં કોંગ્રેસ પક્ષ કરશે આક્રમક રીતે સરકારની નીતિઓનો વિરોધ.
Milk strike:રાજ્યમાં માલધારી સમાજે સરકાર સામે બાંયો ચડાવી છે. આજે માલધારી સમાજ ડેરીમાં અને ઘરે –ઘરે દૂધ નહી આપે. સરકારે ઢોર નિયંત્રણ બિલ પાછું ખેચી લીધું હોવા થતાં પણ કેટલાક પડતર મુદ્દાઓને લઇને માલધારી સમાજ સરકારની નિતી નારાજ છે.
રાજ્યમાં માલધારી સમાજે સરકાર સામે બાંયો ચડાવી છે. સરકારે ઢોર નિયંત્રણ બિલ પાછું ખેચી લીધું હોવા થતાં પણ કેટલાક પડતર મુદ્દાઓને લઇને માલધારી સમાજ સરકારની નિતી નારાજ છે.માલધારી સમાજ આક્રમક મૂડમાં છે. આજે ઘરે ઘરે અને ડેરીમાં દૂધ ન આપવાનો નિર્ણય કર્યો છે,. માલધારીની દૂઘ હડતાળની અસર શહેરોમાં અમૂલની ડેરીમાં પણ જોવા મળી રહી છે. મંગળવા સાંજથી અમૂલ ડેરીમાં દૂધનો સ્ટોક ખાલી થઇ ગયો હતો.
ઉલ્લેખનિય છે કે, ગાંધીનગરના શેરથામાં રવિવારે માલધારી સંમેલન યોજાયુ હતું જેમાં 21મી સપ્ટેમ્બરે દૂધ હડતાળ કરવાનો નિર્ણય લેવાયો હતો. જેના પગલે ગુજરાતમાં માલધારીઓ ડેરીઓમાં તેમજ ઘરે ઘરે દૂધ આપવા નહીં જાય અને ડેરીમાં પણ દૂધ નહીં આપે તેઓ નિર્ણય કરતાં દૂધ હડતાળ જાહેર કરી છે.ય . આ હડતાની અસર મંગળવાર સાંજથી ડેરીમાં વર્તાઇ હતી. રાતથી લોકોએ દૂધનો સ્ટોક કરતાં રાજયભરમાં ડેરીમાં દૂધનો સ્ટોક ખતમ થઇ ગયો હતો. ખાસ કરીને રાજ્યના મોટા શહેરો સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરામાં સ્થિતિ જોવા મળી હતી.