Gujarat BJP: મિશન ગુજરાતને લઈને ભાજપ એક્શનમાં, ઈન્ટરનેશન કક્ષાની પ્રદેશ કારોબારી બેઠકનું કર્યું આયોજન
સુરત: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપે કાઉન્ટડાઉન શરૂ કરી દીધુ છે. ચૂંટણીની તૈયારીને અનુલક્ષીને ભાજપની કારોબારી બેઠક યોજાવાની છે. આ માટે ઇન્ટરનેશનલ કક્ષાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
સુરત: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપે કાઉન્ટડાઉન શરૂ કરી દીધુ છે. ચૂંટણીની તૈયારીને અનુલક્ષીને ભાજપની કારોબારી બેઠક યોજાવાની છે. આ માટે ઇન્ટરનેશનલ કક્ષાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ કારોબારીમાં પ્રધાનમંત્રી મોદી વીડિયો કોન્ફરન્સથી સંબોધન કરશે. બેઠક વ્યવસ્થામાં ટેબલ પર હળવા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ચણા, કાજુ, બદામ, દ્રાક્ષ અને ચોકલેટની વ્યવસ્થા રાખવામાં આવી છે. ગુજરાત ભાજપની આજે સુરતમાં પ્રદેશ કારોબારીની બેઠક યોજાશે. સરસાણા ડોમ ખાતે તૈયારી પૂર્ણ થઈ ગઈ છે.
સરસાણા કન્વેન્શન હોલમાં ભવ્ય મહેમાનગતી કરવામાં આવશે. સુરત ખાતે યોજાનારી ભાજપ પ્રદેશની કારોબારી બેઠક્માં આમંત્રિત મહેમાનો પૈકી ૭૦૦થી વધુ સભ્યોનું રજસ્ટ્રેશન થઇ ગયું છે. ૯મી જુલાઇના રોજ સરસાણા કન્વેન્શન સેન્ટરમાં યોજાનારી પ્રદેશ કારોબારી બેઠક વિશિષ્ટ બનાવવામાં આવશે. તે માટેની તૈયારીઓ સુરત શહેર ભાજપ દ્વારા કરવામાં આવી છે. બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ૨૬ સાસદો, ૧૧૦ ધારાસભ્યો, શહેર અને જિલ્લાના પ્રમુખ અને મેયર સહીતના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. એક હજારથી વધુ લોકોને બેઠકમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. તે પૈકી ૭૧૪ જેટલા સભ્યોનું રજસ્ટ્રેશન થઇ ગયું છે. સુરત શહેર ભાજપ દ્વારા અપેક્ષિત મહેમાનોની રહેવા સહીતની વ્યવસ્થા કરવામાં આવી છે. 9મી જુલાઇ એટલે કે આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનો અધ્યક્ષ સ્થાને બેઠક મળશે. આ દરમિયાન સાંસદ ધારાસભ્યો, શહેર જિલ્લા પ્રમુખ ને માર્ગદર્શન આપવામાં આવશે
વિપક્ષના રાષ્ટ્રપતિ ઉમેદવાર યશવંત સિંહાએ કોંગ્રેસના ધારાસભ્યો સાથે કરી બેઠક
રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા, વિરોધ પક્ષના ઉમેદવાર યશવંત સિંહાએ શુક્રવારે બપોરે ગાંધીનગર વિધાનસભામાં યોજાયેલી બેઠકમાં ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યોનું સમર્થન માંગ્યું હતું. બાદમાં મીડિયાને સંબોધતા સિંહાએ કહ્યું કે તેમની અને NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મુ વચ્ચેની લડાઈ વિચારધારાઓની મોટી લડાઈ છે. પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને નવા કાર્યકારી પ્રમુખ જિજ્ઞેશ મેવાણી સહિતના ટોચના કોંગ્રેસના નેતાઓએ બેઠકમાં હાજરી આપી હતી.
પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું યશવંત સિંહાએ?
યશવંત સિંહાએ કહ્યું કે આ રાષ્ટ્રપતિની ચૂંટણી અસાધારણ સંજોગોમાં લડવામાં આવી રહી છે. બંધારણે આપેલી અભિવ્યક્તિની સ્વતંત્રતા ખતમ કરવામાં આવી રહી છે. આજે સમાજ સાંપ્રદાયિક ધોરણે વિભાજિત થઈ રહ્યો છે અને આપણી ફરજ છે કે તેને ન થવા દઈએ કારણ કે જો આવું થશે તો બધું નાશ પામશે. જે બંધારણ બિનસાંપ્રદાયિક છે અને જેણે તમામને સ્વતંત્રતા અને તક આપી છે તે આજે ખતરામાં છે. તે ધીમે ધીમે સમાપ્ત થઈ રહ્યું છે. મીડિયા સહિત તમામ લોકશાહી સંસ્થાઓ પર દમન કરવામાં આવી રહ્યું છે.