વિશ્વ આદિવાસી દિવસે રાજ્યના આદિવાસીઓને ગુજરાત સરકારે આપી મોટી ભેટ, જાણો શું છે વિગત?
મુખ્યમંત્રી રૂપાણી રાજ્યના આદિવાસીઓને મોટી ભેટ આપવા જઈ રહ્યા છે. દેશની પ્રથમ બિરસામુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીના ભવ્ય બિલ્ડીંગનું ખાતમુહુર્ત મુખ્યમંત્રી રૂપાણી કરી રહ્યા છે.સાથે ગણપત વસાવા પણ સાથે છે.
નર્મદાઃ રાજપીપલાના જીતનગર ખાતે આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આજે મુખ્યમંત્રી રૂપાણીએ આ દિવસે રાજ્યના આદિવાસીઓને મોટી ભેટ આપી હતી. દેશની પ્રથમ બિરસામુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીના ભવ્ય બિલ્ડીંગનું ખાતમુહુર્ત મુખ્યમંત્રી રૂપાણી દ્વારા કરવામાં આવ્યું હતું. તેમની સાથે મંત્રી ગણપત વસાવા પણ જોડાયા હતા.
આ સમયે મુખ્ય સચિવ અનિલ મુકિમ, વન મંત્રી ગણપત વસાવા સહિત આગેવાનો હાજર રહ્યા હતા. 341 કરોડ ના ખર્ચે જીતનગર ખાતે 39 એકરમાં ટ્રાઇબલ યુનિર્વસિટીનું ભવ્ય બિલ્ડીંગ બનશે. વિદ્વાન બ્રાહ્મણ દ્વારા પૂજા કરવામાં આવી હતી.
Gujarat Corona Cases: રાજ્યમાં આજે કોરોનાના નવા 25 કેસ નોંધાયા, સાજા થવાનો દર 98.75 ટકા
ગુજરાતમાં કોરોના વાયરસના (Gujarat Corona Cases) કેસમાં સામાન્ય વધારો થયો છે. શનિવારે 19 કેસ નોંધાયા હતા. રાજ્યના ઘણા જિલ્લામાં કોરોના વાયરસના કેસ શૂન્ય છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 25 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 14 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.75 ટકા થયો છે. કોરોના વાયરસના કારણે રાજ્યમાં આજે એક પણ દર્દીનું મોત નથી થયું. રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.75 ટકા થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના પ્રયાસોના લીધે 8,14,761 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં કુલ 3,85,461 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં કુલ 3,65,81,478 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
હાલમાં અત્યાર સુધી 207 કુલ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જે પૈકી 06 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 201 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 8,14,761 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 10077 લોકોનાં મોત થઇ ચુક્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 25 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 14 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.75 ટકા થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના પ્રયાસોના લીધે 8,14,761 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે રાજ્યનો રિકવરી રેટ 98.75 ટકા જેટલો છે.
આજે ક્યાં નોંધાયા કેસ
આજે સુરત કોર્પોરેશનમાં 5, અમદાવાદ કોર્પોરેશનમાં 4, અમરેલી 3, ખેડા 3, વડોદરા કોર્પોરેશનમાં 3, રાજકોટ 2, આણંદ 1, જામનગર કોર્પોરેશન 1, નવસારી 1, રાજકોટ કોર્પોરેશન 1, અને સુરતમાં 1 કેસ નોંધાયો હતો.
ક્યાં ન નોંધાયો એકપણ કેસ
આજે અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન,બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, જૂનાગઢ કોર્પોરેશન, કચ્છ, મહિસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, પોરબંદર, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, તાપી વડોદરા અને વલસાડમાં એક પણ કોરોનાનો કેસ નથી નોંધાયો.