શોધખોળ કરો

Gujarat Election : આપના કાર્યકરોએ જ કેમ લગાવ્યા 'ગોપાલ ઇટાલિયા હાય હાય!'ના નારા

નાંદોદ બેઠકના જાહેર થયેલ આપ ઉમેદવારનો વિરોધ કરતો વીડિયો વાયરલ થયો છે. રાજપીપળાના આપના કાર્યાલય પર પાર્ટીના કાર્યકરો દ્વારા જાહેર થયેલ ઉમેદવાર પ્રફુલ વસાવાનો વિરોધ કરી સૂત્રોચ્ચાર કરાયા હતા.

નર્મદાઃ નર્મદામાં નાંદોદની આમ આદમી પાર્ટી બેઠકના જાહેર થયેલ ઉમેદવારનો વિરોધ કરતો વીડિયો વાયરલ થયો છે. રાજપીપળાના આમ આદમી પાર્ટીના કાર્યાલય પર પાર્ટીના કાર્યકરો દ્વારા જાહેર થયેલ ઉમેદવાર પ્રફુલ વસાવાનો વિરોધ કરી સૂત્રોચ્ચાર કરાયા હતા. ગોપાલ ઇટાલિયા સહિત અન્ય આમ આદમીના કાર્યકરો વિશે પણ વિડિયોમાં વિરોધ કરતા દેખાયા. આપના કાર્યકરોએ ગોપાલ ઇટાલિયા હાય હાય, પ્રફુલ વસાવા હાય હાયના નારા લગાવ્યા હતા. 

Kejriwal Gujarat Visit : ફરી એકવાર કેજરીવાલ આવશે ગુજરાત, જાણો ક્યારે આવશે?
અમદાવાદઃ મિશન 2022 માટે અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાત આવશે. અરવિંદ કેજરીવાલ 2 દિવસના ગુજરાત પ્રવાસે આવશે.  અરવિંદ કેજરીવાલ 12 અને 13 સપ્ટેમ્બરે અમદાવાદ આવશે.

Surat: રેવડી કલ્ચર મુદ્દે સીઆર પાટીલના કેજરીવાલ પર પ્રહાર, ઇસુદાન ગઢવીએ શું આપ્યો વળતો જવાબ?

સુરતઃ રેવડી કલ્ચર મુદ્દે ગુજરાત રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કેજરીવાલ પર પ્રહાર કરતા કહ્યું હતું કે રેવડીવાળા વચન આપે છે પરંતુ પુરા કરશે કે નહી તે વિચારતા નથી. મફતની રેવડીના કારણે દેશનો વિકાસ થંભી જાય છે.

સીઆર પાટીલ પર આપ પાર્ટીએ વળતો પ્રહાર કર્યો હતો. ઇસુદાન ગઢવીએ કહ્યું હતું કે તમે બીન ગુજરાતી છો, એટલે તમારી માનસિકતા ગુજરાત વિરોધી છે. ફ્રી રેવડી ફ્રી રેવડી કરીને ગુજરાતની પ્રજાની મજાક કરો છો. ગુજરાતની પ્રજાને 300 યુનિટ ફ્રી વીજળી મળે તેમાં તમને કેમ પેટમાં દુઃખે છે. દિલ્હીમાં તમામ સેવા ફ્રીમાં હોવા છતાં દિલ્હી સરકાર પ્લસમાં છે. ગુજરાતમાં એક પણ સેવા ફ્રી નથી છતાં ગુજરાત સરકાર પર દેવું છે.

દરમિયાન કાર્યક્રમને સંબોધતા પાટીલે કહ્યું કે દરેક બેઠક 50 હજાર ની લીડ સાથે જીતવી છે. ગુજરાત દેશનું મોડલ છે. કોંગ્રેસ સરકાર બનાવવા તડજોડ કરે છે. પહેલા સરદાર પટેલના સ્થાને નહેરુને પ્રધાનમંત્રી બનાવ્યા હતા. કોરોનામાં વડાપ્રધાન મોદીએ કામ કર્યું. વેક્સિન મફતમાં આપવામાં આવી. તેઓએ રેવડી વેચી નથી પરંતુ વેક્સિન આપીને લોકોના જીવ બચાવ્યા છે.

આવા લોકો રાજ્યને ડિસ્ટર્બ કરવાનો પ્રયત્ન કરે છે. કચ્છ સુધી પાણી પહોંચાડવાનું હતુ ત્યારે મેધા પાટકર કામ રોકતા હતા. જે ગુજરાતને આગળ જતા રોકતા હતા તે મેધા પાટકરને આપ આગળ લાવે છે. આજે ઓલપાડ માં 1 લાખ લોકો છે અને પેલા ભાઈ ભીડવાળી જગ્યામાં જઈ સભા કરે છે.

દરમિયાન સુરતમાં આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કેમ્પસ ખાતે મેગા મેડીકલ કેમ્પ યોજાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી કાર્યક્રમમાં જોડાયા હતા. સરકારી યોજનાઓના લાભ અંગે લાભાર્થીઓ સાથે પ્રધાનમંત્રીએ વાત કરી હતી.

પ્રધાનમંત્રીએ ગુજરાત અને કેન્દ્રની સરકારને ગણાવી ડબલ એન્જીનની સરકાર ગણાવી હતી. તેમણે  આરોગ્ય કેમ્પને જનતા માટે આશિર્વાદ સમાન ગણાવ્યા હતા. સાથે જ સેવાભાવ શું હોય છે તે સુરતના લાકો સારી રીતે જાણતા હોવાની વાત કરી હતી. પ્રધાનમંત્રીએ સરકારી યોજનાઓથી અન્ય લોકોને જાગૃત કરવાનું લાભાર્થીઓને સૂચન કર્યું હતું. તેઓએ કહ્યું કે નરેન્દ્ર હોય કે ભૂપેન્દ્ર જનતા જ અમારા માટે ભગવાન છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Khyati Hospital Scam:વધુ એક કાંડનો પર્દાફાશ, 10 લોકોના કરી નાંખ્યા ઓપરેશન | Abp AsmitaDakor : દેવદિવાળી નીમિત્તે મંદિર પર ધજા ચઢાવવાને લઈને મંદિર ટ્રસ્ટે શું લીધો મોટો નિર્ણય?Maharashtra Vote Jehad:મહારાષ્ટ્રમાં વોટ જેહાદને લઈને ગુજરાતમાં મોટી કાર્યવાહીGujarat Weather Updates: રાજ્યના 9 શહેરનું તાપમાન 20 ડિગ્રી નીચે, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ અસર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
Smartphone Under Rs 30000: 30,000 રૂપિયાના બજેટમાં ઘરે લઇ જાવ આ સ્માર્ટફોન, જાણો તમામ ફીચર્સ?
Smartphone Under Rs 30000: 30,000 રૂપિયાના બજેટમાં ઘરે લઇ જાવ આ સ્માર્ટફોન, જાણો તમામ ફીચર્સ?
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ
The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ
Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું
Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું
Embed widget