શોધખોળ કરો
Advertisement
Surat: ભાજપે પત્નિને ટિકિટ આપતાં પતિ કોંગ્રેસમાં જોડાઈ ગયો, કોંગ્રેસનો પ્રચાર કરીને શું કહ્યું?
સુરતમાં વોર્ડ નંબર-15નો કરંજ -મગોબ વિસ્તાર ચર્ચામાં આવ્યો છે. અહીં ભાજપના ઉમેદવાર મનીષા આહીર છે. જોકે, મનીષા આહીર સામે જ તેમના પતિ મહેશ આહીર કોંગ્રેસના ઉમેદવારના પ્રચારમાં ઉતર્યા છે.
સુરતઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. ત્યારે સુરતમાં વોર્ડ નંબર-15નો કરંજ -મગોબ વિસ્તાર ચર્ચામાં આવ્યો છે. અહીં ભાજપના ઉમેદવાર મનીષા આહીર છે. જોકે, મનીષા આહીર સામે જ તેમના પતિ મહેશ આહીર કોંગ્રેસના ઉમેદવારના પ્રચારમાં ઉતર્યા છે.
વ્યવસાયે શિક્ષક એવા મહેશ આહીર કોંગ્રેસમાં જોડાયા પછી કોંગ્રેસના ઉમેદવાર માટે મત માંગતા નજરે ચડ્યા હતા. પતિ-પત્ની અલગ અલગ પક્ષમાં હોવાના કારણે ભારે આશ્ચર્ય સર્જાયું છે. મહેશ આહીરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું સત્યની સાથે છું. અધર્મીની સાથે નથી. કોંગ્રેસના નેતા પ્રતાપ દૂધાતના હસ્તે ખેસ પહેરીને કોંગ્રેસમાં જોડાયા હતા.
જ્યારે ભાજપના ઉમેદવાર અને મહેશ આહીરના પત્ની મનીષા આહીરે જણાવ્યું હતું કે, લોકશાહીમાં આપણે કોઈને રોકી શકીએ નહીં, પરંતુ હું માનું છું કે કોંગ્રેસ ભ્રષ્ટાચારી પાર્ટી છે અને ભારતીય જનતા પાર્ટી વિકાસને વરેલી છે, તેથી હું ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવાર બનીને ભાજપની વિકાસયાત્રામાં યોગદાન આપવા માગું છું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement