દક્ષિણ ગુજરાતના કયા શહેરમાં પ્રતિબંધ છતાં ખુલી દુકાનો? પોલીસે શું ભર્યા પગલા?
દુકાનના શટર ઉંચા થતા વિવાદ થયો અને જાહેરનામાનો ભંગ થયો હતા. ટાઉન પોલીસ મથકના કર્મીઓ દ્વારા તમામને અપીલ કરીને દુકાનો બંધ કરાવી હતી. તમામ વેપારીઓ ટાઉન પોલીસ મથકમાં પી.આઈ.ને રજુઆત કરવા પહોંચ્યા હતા.
નવસારીઃ ગુજરાતમાં કોરોનાના કહેરને પગલે 36 શહેરોમાં રાજ્ય સરકાર દ્વારા મિનિ લોકડાઉન આપવામાં આવ્યું છે. તેમજ કેટલાય શહેર-ગામોએ સ્વયંભૂ લોકડાઉન લગાવી દીધું છે. નવસારી શહેરમાં પણ આંશિક લોકડાઉન લગાવવામાં આવ્યું છે. વેપારીઓમાં અસમંજસ ઊભું થતા ટાવર વિસ્તાર સહિત અનેક વિસ્તારમાં દુકાનો ખુલી હતી.
દુકાનના શટર ઉંચા થતા વિવાદ થયો અને જાહેરનામાનો ભંગ થયો હતા. ટાઉન પોલીસ મથકના કર્મીઓ દ્વારા તમામને અપીલ કરીને દુકાનો બંધ કરાવી હતી. તમામ વેપારીઓ ટાઉન પોલીસ મથકમાં પી.આઈ.ને રજુઆત કરવા પહોંચ્યા હતા. કલેક્ટર દ્વારા જાહેરનામામાં 19 વ્યવસાય સિવાય કોઈ અન્ય વ્યવસાયને પરવાનગી આપી નથી.
નવસારી શહેરમાં લગાવવામાં આવેલા આંશિક લોકડાઉનના કારણે વેપારીઓ અટવાયા છે. નવસારી શહેરમાં દૂધ, કરીયાણુ, ફેક્ટરીઓ, દવાની દુકાન સહિત ઔદ્યોગિક એકમો ચાલુ રાખવાની મજૂરી મળતા અન્ય વેપારીઓમાં નારાજગી છે. આજે વિવિધ વેપારી એસોસિયેશનના સભ્યો કલેકટરને આવેદન આપવા પહોંચ્યા હતા. શહેરમાં રેડીમેડ ગારમેન્ટ, જ્વેલરી, સ્ટેશનરી વગેરે જેવા ઉદ્યોગો સાથે જોડાયેલા વેપારીઓને અડધો દિવસ વેપાર કરવા માટેની છૂટ મળે એવી માંગ કરી હતી.
દુકાનનું ભાડું અને કારીગરનો પગાર શરૂ રહેતા મુશ્કેલી વધી હોવાની વેપારીઓએ કલેક્ટરને રજૂઆત કરી હતી. વેપાર કરવાની મંજુરી ન મળે તો આર્થિક સંકળામણ વધવાની વેપારીઓમાં ભીતિ છે.
રાજ્યમાં કોરોના વાયરસના (Coronavirus) નવા કેસમાં આંશિક ઘટાડો આવ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 12545 નવા કેસ નોંધાયા છે. રાહતના સમાચાર એ છે કે થોડા દિવસથી નવા કેસની સંખ્યા સ્થિર થઈ છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણથી વધુ 123 લોકોનાં મૃત્યુ થયા છે. તેની સાથે કોરોના(Coronavirus)થી કુલ મૃત્યુઆંક 8035 પર પહોંચી ગયો છે.
રાજ્યમાં આજે 13021 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 4,90,412 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ 47 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,47,525 પર પહોંચ્યો છે. જેમાંથી 786 લોકો વેન્ટિલેટર પર અને 146739 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 75.92 ટકા છે.
ક્યાં કેટલા મોત થયા ?
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 16, સુરત કોર્પોરેશન-9, વડોદરા કોર્પોરેશન 7, રાજકોટ કોર્પોરેશમાં 8, મહેસાણા 5, જામનગર કોર્પોરેશન 8, સુરત 4, વડોદરા 6, જામનગર 5, ભાવનગર કોર્પોરેશમાં 4, જૂનાગઢ કોર્પોરેશન 3, મહીસાગર 1, દાહોદ 0, ગીર સોમનાથ 2, જૂનાગઢ 5, પંચમહાલ 0, આણંદ 0, બનાસકાંઠા 3, અમરેલી 0, ભરુચ 4, કચ્છ 5, રાજકોટ 7, ગાંધીનગર 1, અરવલ્લી 2, ખેડા 0, ગાંધીનગર કોર્પોરેશન 1, પાટણ 2, સાબરકાંઠા 2, વલસાડ 0, તાપી 0, મોરબી 1, નવસારી 1, સુરેન્દ્રનગર 1, ભાવનગર 5, અમદાવાદ 1, નર્મદા 0, બોટાદ 0, છોટાઉદેપુર 1, પોરબંદર 1, દેવભૂમિ દ્વારકા 2 અને ડાંગ 0 મોત સાથે કુલ 123 લોકોના મૃત્યુ થયા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3884, સુરત કોર્પોરેશન-1039, વડોદરા કોર્પોરેશન 638, રાજકોટ કોર્પોરેશમાં 526, મહેસાણા 482, જામનગર કોર્પોરેશન 397, સુરત 388, વડોદરા 380, જામનગર 332, ભાવનગર કોર્પોરેશમાં 242, જૂનાગઢ કોર્પોરેશન 232, મહીસાગર 224, દાહોદ 220, ગીર સોમનાથ 218, જૂનાગઢ 213, પંચમહાલ 207, આણંદ 205, બનાસકાંઠા 193, અમરેલી 189, ભરુચ 187, કચ્છ 187, રાજકોટ 169, ગાંધીનગર 159, અરવલ્લી 150, ખેડા 144, ગાંધીનગર કોર્પોરેશન 143, પાટણ 139, સાબરકાંઠા 121, વલસાડ 108, તાપી 107, મોરબી 87, નવસારી 87, સુરેન્દ્રનગર 85, ભાવનગર 80, અમદાવાદ 73, નર્મદા 71, બોટાદ 64, છોટાઉદેપુર 60, પોરબંદર 58, દેવભૂમિ દ્વારકા 49 અને ડાંગ 8 કેસ સાથે કુલ 12545 કેસ નોંધાયા છે.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેશન (vaccinations)કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 1,01,60,781 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 28,69,476 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 1,30,30,257 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. આજે 18થી 44 વર્ષ સુધીના 27,776 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45થી 60 વર્ષના કુલ 37,609 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 1,09,367 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું.