શોધખોળ કરો
Advertisement
દક્ષિણ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, છેલ્લા 24 કલાકમાં કઈ જગ્યાએ કેટલા ઈંચ વરસાદ પડ્યો? જાણો લેટેસ્ટ આંકડા
ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે દક્ષિણ ગુજરાતનાં વલસાડ અને ડાંગ જિલ્લામાં ધમાકેદાર વરસાદ થઈ રહ્યો છે. આ સાથે મંગળવારે સૌરાષ્ટ્રનાં પણ અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળ્યો છે.
સુરત: ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે દક્ષિણ ગુજરાતનાં વલસાડ અને ડાંગ જિલ્લામાં ધમાકેદાર વરસાદ થઈ રહ્યો છે. આ સાથે મંગળવારે સૌરાષ્ટ્રનાં પણ અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળ્યો છે. જેના કારણે નદીઓમાં નવા નીરની આવક શરૂ થઈ ગઈ છે.
આ સાથે સુરતમાં અવિરત વરસી રહેલા વરસાદમાં છેલ્લા 24 કલાકમાં બારડોલીમાં 3 ઈંચ, ચોર્યાસીમાં 3 ઈંચ, કામરેજમાં 3.75 ઈંચ, માંડવીમાં 3 ઈંચ, મહુવામાં 1.25 ઈંચ, માંગરોળમાં 3.75 ઈંચ, ઓલપાડમાં 4.20 ઈંચ, પલસાણામાં 2 ઈંચ, ઉમરપાડામાં 3 ઈંચ, સુરતમાં 3.55 ઈંચ નોંધાયો છે.
ભારે વરસાદના કારણે વાંસદા તાલુકાનો જૂજ ડેમ ઓવરફ્લો થયો છે. સતત પાણીની આવક ચાલુ રેહતાં ડેમ છલોછલ ભરાઈને તેની હાલની સપાટી 167.55 મીટર થઈ ગઈ છે. ડેમ ઓવરો ફ્લો થતાં જિલ્લાનાં 24 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ડેમનાં હેઠવાસમાં તમામ ગામોને એલર્ટ કરી દેવાયા છે. વાંસદા તાલુકાનાં જૂજ, ખડકીયા, નવાનગર, વાંસિયા તળાવ, રાણી ફળિયા, નાની વાલઝર, મોટી વાલઝર, સિંગાડ, રૂપવેલ, ચાંપલધારા, રાજપુર અને પ્રતાપ નગર ગામોને એલર્ટ કરાયા છે.
ચીખલી તાલુકાનાં દોનજા, હરણગામ, ખૂંધ, ઘેકટી, ગામો એલર્ટ કરી દેવાયા છે જ્યારે ગણદેવી તાલુકાનાં ઊંડાચ, લુહાર ફળિયા, વાણિયા ફળિયા, ગોયંડી, ખાપરવાડા, દેસરા ગામોને પણ એલર્ટ કરાયા છે. લોકોને નદીનાં પટમાં ન જવા અને સતર્ક રેહવા સૂચના આપી દેવાઈ છે.
નવસારી જીલ્લાનાં વરસાદની વાત કરીએ તો ચીખલીમાં 29 મીમી, ગણદેવીમાં 31 મીમી, જલાલપોરમાં 43 મીમી, ખેરગામમાં 45 મીમી, નવસારીમાં 45 મીમી, વાંસદામાં 63 મીમી વરસાદ ખાબક્યો છે.
ડાંગ જિલ્લામાં ગઈકાલે રાતે પણ મેઘમહેર યથાવત રહ્યો હતો. આહવા, વઘઇ, સુબિર, સાપુતારામાં વરસાદી માહોલ સર્જાયો છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં આહવામાં 39 મીમી, વઘઈમાં 94 મીમી, સુબિરમાં 63 મીમી, સાપુતારામાં 40 મીમી વરસાદ નોંધાયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement