શોધખોળ કરો
ગુજરાતમાં કઈ જગ્યાએ ખેલૈયાઓ ચાલુ વરસાદમાં રમ્યા ગરબા? જુઓ આ રહી તસવીરો
ખેલૈયાઓની સુવિધા માટે પાથરેલી લીલી કાર્પેટમાં પણ પાણીનાં ખાબોચિયા ભરાઈ ગયા હતાં. બારડોલીના લોકો કલાકો સુધી કાદવમાં ગરબા રમ્યાં હતાં.
![ગુજરાતમાં કઈ જગ્યાએ ખેલૈયાઓ ચાલુ વરસાદમાં રમ્યા ગરબા? જુઓ આ રહી તસવીરો In Bardoli people played Garba in the ongoing rain ગુજરાતમાં કઈ જગ્યાએ ખેલૈયાઓ ચાલુ વરસાદમાં રમ્યા ગરબા? જુઓ આ રહી તસવીરો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/10/01113036/Garba.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
સુરત: ગુજરાતમાં એકબાજુ આસો નવરાત્રી ચાલી રહી છે ત્યારે બીજી બાજુ સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. પરંતુ વરસાદ પણ ખેલૈયાઓનાં રંગમાં ભંગ પડતો હોય તેવું લાગતું નથી. બારડોલીમાં પણ ખેલૈયાઓ વરસાદને અવગણીને પારંપરિક વસ્ત્રો અને મસ્ત તૈયાર થઈને વરસાદમાં મજા માણી હતી.
બારડોલીમાં બીજા દિવસે જોરદાર વરસાદ ખાબક્યો હતો. જેના કારણે ખેલૈયાઓની સુવિધા માટે પાથરેલી લીલી કાર્પેટમાં પણ પાણીનાં ખાબોચિયા ભરાઈ ગયા હતાં. બારડોલીના લોકો કલાકો સુધી કાદવમાં ગરબા રમ્યાં હતાં.
સુરતમાં પણ ખુલ્લા ગ્રાઉન્ડમાં યોજાયેલી નવરાત્રીમાં કીચડ અને પાણી ભરાતાં અનેક નવરાત્રી આયોજનો રદ કરવાની ફરજ પડી હતી. જ્યારે શેરી ગરબાની જમાવટ પડી ગઈ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
બોલિવૂડ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)