ગુજરાત GSRTCની માલેગાંવ-સુરત બસનો અકસ્માત, બાળકો સહિત 20 લોકો ઈજાગ્રસ્ત
ગુજરાતની GSRTC બસનો અકસ્માત થયો છે. માલેગાંવ-સુરત બસનો અકસ્માત થયો છે. આ અકસ્માતમાં બાળકો સહિત 20 લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે.
સુરત: ગુજરાતની GSRTC બસનો અકસ્માત થયો છે. માલેગાંવ-સુરત બસનો અકસ્માત થયો છે. આ અકસ્માતમાં બાળકો સહિત 20 લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે, જ્યારે 6 મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ બસ મહારાષ્ટ્રના માલેગાંવથી સુરત આવી રહી હતી.
આ અકસ્માતમાં બાળકો સહિત 20 લોકો ઘાયલ થયા છે. નવાપુરના ચરણમલ ઘાટ નજીક બસ પલટી જતાં 20 મુસાફરો ઘાયલ થયા છે. માલેગાંવ સુરત બસને આજે નવાપુર તાલુકાના ચરણમલ ઘાટમા અકસ્માત થયો છે. આ અકસ્માતમાં છ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ બસમાં કુલ 30 મુસાફરો સવાર હતા.
ચરણમાળ ઘાટના વળાંક પર બસની એક્સલ તુટી જતા બ્રેક ફેઈલ થઈ હતી. આ બસ ઘાટમાં અથડાઈ હતી. બ્રેક ફેઈલ થવાના કારણે અકસ્માત સર્જાયો હતો. કુલ 20 મહિલાઓ અને બાળકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોનો સારવાર માટે નવાપુર સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા છે. સ્થાનિક બોરઝર ગ્રામજનોએ ઈજાગ્રસ્તોને મદદ કરી હતી.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 155 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં ચોમાસું જામ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 31 જિલ્લાના 155 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધારે વરસાદ નવસારી તાલુકામાં નોંધાયો છે. અહીં 2.5 ઈચ વરસાદ પડ્યો છે.
ક્યાં કેટલો પડ્યો વરસાદ
મહેસાણાના સતલાસણામાં 2.5 ઈચ વરસાદ
સાબરકાંઠાના વડાલીમાં 2 ઈચ જેટલો વરસાદ
સુરતના માંગરોળમાં 1.5 ઈચ વરસાદ
સુરતના માડવીમાં 1.5 ઈચ વરસાદ
સાબરકાંઠાના વિજયનગરમાં 1.5 ઈચ વરસાદ
મહિસાગરના વિરપુરમાં 1.5 ઈચ વરસાદ
તાપીના સોનગઢમાં 1.5 ઈચ વરસાદ
અમરેલીના ખાંભામાં 1.5 ઈચ વરસાદ
વડોદરાના કરજણમાં 1.5 ઈચ વરસાદ
નવસારીના ગોધાવીમાં 1 ઈચથી વઘારે વરસાદ
અમદાવાદમાં વરસાદ ખેંચાયો
અમદાવાદમાં વરસાદ ખેંચાતાં લોકો ત્રસ્ત થયા છે. હજુ સુધી અમદાવાદ શહેરમાં 1.33 ઈંચ સાથે મોસમનો માત્ર 4.27 ટકા જ્યારે અમદાવાદ જિલ્લામાં બે ઈંચ સાથે મોસમનો માત્ર 7.39 ટકા વરસાદ નોંધાયો છે.
ગત વર્ષે 3 જુલાઇ સુધીમાં અમદાવાદ શહેરમાં 5.31 ઈંચ સાથે મોસમનો 16.98 ટકા અને અમદાવાદ જિલ્લામાં 4.૦1 ઈંચ સાથે મોસમનો 17.77 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો હતો. આમ, ગત વર્ષની સરખામણીએ હજુ સુધી વરસાદનું પ્રમાણ ત્રણ ગણાથી પણ ઓછું છે. અમદાવાદ જિલ્લામાંથી અન્યત્ર બાવળામાં 1.85 ઈંચ સાથે 6.84 ટકા, દસ્ક્રોઇમાં ૦.78 ઈંચ સાથે 3.11 ટકા, દેત્રોજમાં ૦.૦7 ઈંચ સાથે ૦.33 ટકા, ધંધુકામાં 5.90 ઈંચ સાથે 20.71 ટકા, ધોલેરામાં 2.79 ઈંચ સાથે 10.19 ટકા, ધોળકામાં 3.66 ઈંચ સાથે 12.53 ટકા, માંડલમાં ૦.86 ઈંચ સાથે 4.21 ટકા, સાણંદમાં ૦.35 ઈંચ સાથે 1.12 ટકા અને વિરમગામમાં 2.36 ઈંચ સાથે 9.52 ટકા વરસાદ નોંધાયો છે.