શોધખોળ કરો
Advertisement
ભરુચઃ વિધર્મી યુવકે યુવતીનું અપહરણ કરી મહારાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાએ પરાણે માણ્યું શરીર સુખ ને પછી....
ફિરોઝે પરણીત યુવતીનું બાઇક પર અપહરણ કરી મહારાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાએ લઈ જઈ પરાણે શરીરસંબંધ બાંધ્યા હતા. યુવતીની અશ્લીલ તસ્વીરો બનાવી પતિને મોકલવાની ધમકીઓ આપી તે બળાત્કાર ગુજારતો હતો.
ભરુચઃ વાલિયા ખાતે રહેતી પરણીત યુવતીનું અપહરણ કરીને વિધર્મી યુવકે બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. વાલિયા ખાતે રહેતી પરિણિત મહિલા સાથે સુરતના(માંડવી) તડકેશ્વરના ફિરોઝ યુનુસ મન્સૂર નામના યુવાને બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ થતાં પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે ફિરોઝે પરણીત યુવતીનું બાઇક પર અપહરણ કરી મહારાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાએ લઈ જઈ પરાણે શરીરસંબંધ બાંધ્યા હતા. યુવતીની અશ્લીલ તસ્વીરો બનાવી પતિને મોકલવાની ધમકીઓ આપી તે બળાત્કાર ગુજારતો હતો. યુવતીનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી બંને સાથેના ફોટો પ્રોફાઇલમાં મુક્યા હતા.
આ અંગે ભોગ બનનાર યુવતીએ વાલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. વાલિયા પોલીસે આરોપી સામે ગુનો નોંધી ફરાર આરોપીને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ખેતીવાડી
ક્રિકેટ
Advertisement