શોધખોળ કરો

સુરતઃ હીરાના વેપારીનો રંગરેલિયાં મનાવતો વીડિયો ઉતારી બ્લેકમેઈલ કરતો હતો હીરાદલાલ, વેપારીએ શું કર્યું ? જાણો વિગત

અશ્લીલ વીડિયો બતાવીને હીરા દલાલ કારખાનેદારને બ્લેકમેઈલ કરતો હતો, તેથી કારખાનેદારે તેની હત્યા કરી નાંખી હતી.

સુરતઃ કતારગામ વિસ્તારમાં ગુમ થયેલા હીરાદલાલની હત્યા કરવામાં આવી હોવાનો ધડાકો થયો છે. આ દલાલ પાસે એક હીરાના કારખાનેદારનો અન્ય સ્ત્રી સાથે શારીરિક સુખ માણતા હોય તેવો વીડિયો હતો. આ વીડિયો બતાવીને હીરા દલાલ કારખાનેદારને બ્લેકમેઈલ કરતો હતો તેથી કારખાનેદારે તેની હત્યા કરી નાંખી હતી. આ હત્યાના સાક્ષી યુવાને કતારગામ પોલીસ મથકમાં હાજર થઈને ગુનો કબૂલી લીધો હતો. પોલીસે દલાલની લાશ ગોટાલાવાડીના એક એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી કબજે કરી હતી. પોલીસે આપેલી માહિતી પ્રમાણે કતારગામ વિસ્તારમાં અંબિકા પાર્ક સોસાયટીમાં રહેતા અને મહીધરપુરા હીરા બજારમાં હીરા દલાલીનું કામ કરતા કાંતિભાઈ ગોરધનભાઈ રાખોલીયા ( ઉ.વ.42 ) મંગળવારે બપોર બાદ ગુમ થતાં પરિવારે કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તેમને શોધતી હતી ત્યારે મોડી રાત્રે આશિષ દેવરાજભાઇ ધામેલીયા ( રહે. ફલેટ નં.કે-304, આસ્થા રેસીડન્સી, કોસાડ રોડ, અમરોલી, સુરત ) નામના યુવાને પોલીસ સ્ટેશને હાજર થઈને ગુમ હીરાદલાલ કાંતિભાઈની હત્યા તેના મિત્ર અને હીરા કારખાનેદાર સંદીપભાઇ વસરામભાઇ પટેલ ( રહે. ફલેટ નં. ઇ-901, લક્ષ્મી રેસીડન્સી, ગજેરા સ્કુલ પાસે, કતારગામ, સુરત )એ કરી હોલાનો ધડાકો કર્યો હતો. તેણે લાશ કતારગામ ગોટાલાવાડી બારડોલીયા પ્લોટમાં આવેલા સી/૪ રધુનંદન એપાર્ટમેન્ટના ત્રીજા માળે સંતાડી હોવાનું પણ જણાવ્યું હતું. તેણે આપેલી વિગતો પ્રમાણે સંદીપને એક સ્ત્રી સાથે શારીરિક સંબંધો હતા ને તેનો વીડિયો કાંતિભાઈ પાસે હતો તેથી તેને બ્લેકમેઈલ કરતો હતો. બંને વચ્ચે રૂપિયા 5 લાખના હીરાની લેતીદેતી માટે ઝઘડો ચાલતો હતો. સંદીપે કાંતિભાઈને પૈસા લેવાના બહાને બોલાવી ગડદાપાટુનો માર મારીને પછી ગળે ટૂંપો આપી હત્યા કરી હતી. પછી તેણે આશિષને બોલાવી પોલીસને ગેરમાર્ગે દોરવા તેને કાંતિભાઈના કપડાં પહેરાવી તેમની જ બાઈક પર તેમના મોબાઈલ ફોન સાથે કામરેજ મોકલીલ્યો હતો. ત્યાંથી કાંતિભાઈના ઘરે તેમના મોબાઈલ ફોનથી ફોન કરવા પણ કહ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat News: સુરતમાં ટેન્ક ચેમ્બરમાં સફાઈ દરમિયાન ચાર કામદારના મોત, ગૂંગળામણથી મોત થયાની આશંકા
Surat News: સુરતમાં ટેન્ક ચેમ્બરમાં સફાઈ દરમિયાન ચાર કામદારના મોત, ગૂંગળામણથી મોત થયાની આશંકા
સુરતના ગોડાદરામાં થયેલી 8 લાખની લૂંટનો ઉકેલાયો ભેદ, સગીર સહિત ત્રણ આરોપી ઝડપાયા
સુરતના ગોડાદરામાં થયેલી 8 લાખની લૂંટનો ઉકેલાયો ભેદ, સગીર સહિત ત્રણ આરોપી ઝડપાયા
સુરતમાં રહસ્યમય ડિમોલિશન: 200 મકાનો તોડી પડાયા, મનપા કહે છે અમે નથી કર્યું, તપાસના આદેશ
સુરતમાં રહસ્યમય ડિમોલિશન: 200 મકાનો તોડી પડાયા, મનપા કહે છે અમે નથી કર્યું, તપાસના આદેશ
Surat: સુરતમાં ડિમોલિશનને લઈને વિવાદ, મનપાએ કહ્યું- 'અમે નથી કરી કોઈ કાર્યવાહી'
Surat: સુરતમાં ડિમોલિશનને લઈને વિવાદ, મનપાએ કહ્યું- 'અમે નથી કરી કોઈ કાર્યવાહી'

વિડિઓઝ

Dhirendra Krishna Shastri : બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ જેહાદને લઈ શું આપ્યું મોટું નિવેદન?
Surat News : સુરતમાં મોટી દુર્ઘટના , 4 કામદારોના મોતથી ખળભળાટ
Harsh Sanghavi : DYCM હર્ષ સંઘવીનો સામે આવ્યો અદ્દલ સુરતી અંદાજ
LPG Cylinder Price Hike : હવે રાંધણ ગેસના ભાવમાં મોટો વધારો, કેટલા વધ્યા ભાવ?
Gujarat Rain Forecast : ગુજરાત પર 3 વરસાદી સિસ્ટમ સક્રીય, 7 દિવસ વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી, ચોમાસું ક્યાં પહોંચ્યું? જુઓ વિગત
ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી, ચોમાસું ક્યાં પહોંચ્યું? જુઓ વિગત
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
Surat News: સુરતમાં ટેન્ક ચેમ્બરમાં સફાઈ દરમિયાન ચાર કામદારના મોત, ગૂંગળામણથી મોત થયાની આશંકા
Surat News: સુરતમાં ટેન્ક ચેમ્બરમાં સફાઈ દરમિયાન ચાર કામદારના મોત, ગૂંગળામણથી મોત થયાની આશંકા
હવે Chat લીક થવાનો ડર ખતમ? WhatsApp ટેક્સ્ટ મેસેજ માટે લાવી શકે છે 'View Once' ફીચર
હવે Chat લીક થવાનો ડર ખતમ? WhatsApp ટેક્સ્ટ મેસેજ માટે લાવી શકે છે 'View Once' ફીચર
Rain updates: સાત દિવસ રહેશે વરસાદી માહોલ, રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી 
Rain updates: સાત દિવસ રહેશે વરસાદી માહોલ, રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી 
LPG Price Hike: ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં થયો વધારો, ત્રણ મહિનામાં બીજી વખત વધ્યા ભાવ
LPG Price Hike: ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં થયો વધારો, ત્રણ મહિનામાં બીજી વખત વધ્યા ભાવ
રાજકોટમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન, કહ્યું-'દક્ષિણ ગુજરાત ધર્માંતરણ, લવ જેહાદથી દૂષિત'
રાજકોટમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન, કહ્યું-'દક્ષિણ ગુજરાત ધર્માંતરણ, લવ જેહાદથી દૂષિત'
1,000 રૂપિયાથી કરો રોકાણની શરૂઆત, પોસ્ટ ઓફિસની આ સ્કીમ આપી રહી છે શાનદાર રિટર્ન
1,000 રૂપિયાથી કરો રોકાણની શરૂઆત, પોસ્ટ ઓફિસની આ સ્કીમ આપી રહી છે શાનદાર રિટર્ન
Embed widget