ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના પિતાનું નિધન, છેલ્લા ઘણા સમયથી હતા બીમાર
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના પિતાનું નિધન થયું છે. હર્ષભાઈના પિતા રમેશભાઈ સંઘવીનું નિધન થયું છે. છેલ્લા ત્રણ દિવસથી સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.
સુરત: ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના પિતાનું નિધન થયું છે. હર્ષભાઈના પિતા રમેશભાઈ સંઘવીનું નિધન થયું છે. છેલ્લા ત્રણ દિવસથી સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. છેલ્લા ત્રણ દિવસથી તબિયત લથડતા ખાનગી હોસ્પિટલમાં આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે બપોરે રમેશભાઈ સંધવીનું નિધન થયું હતુ.
છેલ્લા ઘણા મહિનાઓથી તેમની તબિયત ખરાબ રહેતી હતી. કોરોનાકાળ પછી તેમને સારવાર માટે હૈદરાબાદ પણ ખસેડવામાં આવ્યા હતા. છેલ્લા ત્રણ દિવસથી હર્ષ સંઘવીએ પોતાના તમામ કાર્યક્રમો રદ કરી દીધા હતા. યુનિક હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. તમામ સગા સંબંધીઓ હોસ્પિટલ પહોંચી રહ્યા છે.
કેંદ્રીય મંત્રી સીઆર પાટીલે પણ એક્સ પર પોસ્ટ કરી ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના પિતાના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી છે. સીઆર પાટીલે એક્સ પર પોસ્ટ કરતા લખ્યું, ગૃહરાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના પિતાશ્રી રમેશભાઇ સંઘવીનાં નિધનનાં સમાચાર અત્યંત દુખદ છે ! ઇશ્વર એમનાં પિતાનાં દિવંગત આત્માને શાંતિ પ્રદાન કરે અને પરિવારને આ દુખ સહન કરવાની શક્તિ અર્પે એવી પ્રાર્થના કરું છું ! મારી સંવેદનાઓ હર્ષભાઇ અને એમનાં પરિવાર સાથે છે !
ગૃહરાજ્ય મંત્રી શ્રી @sanghaviharsh જીનાં પિતાશ્રી રમેશભાઇ સંઘવીનાં નિધનનાં સમાચાર અત્યંત દુખદ છે ! ઇશ્વર એમનાં પિતાનાં દિવંગત આત્માને શાંતિ પ્રદાન કરે અને પરિવારને આ દુખ સહન કરવાની શક્તિ અર્પે એવી પ્રાર્થના કરું છું ! મારી સંવેદનાઓ હર્ષભાઇ અને એમનાં પરિવાર સાથે છે !
ઓમ શાંતિ… — C R Paatil (@CRPaatil) August 17, 2024
રમેશ સંઘવી હીરાના વ્યવસાય સાથે અને અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલા હતા. જૈન સમાજનમાં સેવાભાવી વ્યક્તિ તરીકે તેમની ઓળખ હતી. ઉમરામાં સાંજે 5 વાગ્યે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.