શોધખોળ કરો
Advertisement
સુરતના કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં ખૂલી ગઈ મોબાઇલની દુકાનો, પછી શું થયું?
લોકડાઉન-4નો આજથી અમલ શરૂ થઈ ગયો છે. જોકે, સુરતમાં કન્ટેઇન્મેન્ટ ઝોનમાં મોબાઇલની દુકાનો આજે ખુલ્લી ગઈ હતી.
સુરતઃ ગઈ કાલે મુખ્યમંત્રી રૂપાણીએ ગુજરાતમાં અનેક વેપાર-ધંધા શરૂ કરવાની છૂટછાટ આપવામાં આવી છે. જોકે, આ માટે કન્ટેઇન્મેન્ટ અને નોન કન્ટેઇન્મેન્ટ ઝોન એમ બે ભાગ પાડવામાં આવ્યા છે. કન્ટેઇન્મેન્ટ ઝોનમાં આવશ્યક સેવાઓ સિવાયની તમામ પ્રવૃત્તિ પર પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે. જ્યારે નોન કન્ટેઇન્મેન્ટ ઝોનમાં ધંધા-વેપારમાં છૂટછાટ આપવામાં આવી છે. આમ, લોકડાઉન-4નો આજથી અમલ શરૂ થઈ ગયો છે. જોકે, સુરતમાં કન્ટેઇન્મેન્ટ ઝોનમાં મોબાઇલની દુકાનો આજે ખુલ્લી ગઈ હતી.
મળતી વિગતો પ્રમાણે, સુરતના કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં સવારથી મોબાઇલની દુકાનો ખોલી દેવામાં આવી હતી. જોકે, આરોગ્ય વિભાગના ધ્યાને આ વાત આવતાં તેમણે તમામ દુકાનો બંધ કરાવી હતી. તેમ દુકાનદારોને દંડ પણ ફટકાર્યો હતો. માત્ર નોન કન્ટેઇન્મેન્ટ ઝોનમાં જ દુકાનો ખોલવાની છૂટ હોવાથી આ દુકાનો બંધ કરાવવામાં આવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion