શોધખોળ કરો
નવરાત્રી હજી પૂર્ણ પણ નથી થઇ અને સુરતમાં નવરાત્રી આયોજકો બંધ કરવા લાગ્યા મહોત્સવ, જાણો કેમ

સુરતઃ નવરાત્રી પર્વને હજી 5 દિવસ બાકી છે છતાંપણ સુરતમાં કરોડો રૂપિયાના ખર્ચે ખુલ્લા પ્લોટમાં તૈયાર કરાયેલ નવરાત્રી આયોજનો એકબાદ એક બંધ થઇ રહ્યા છે, કારણ છે એકમાત્ર સતત વરસી રહેલો વરસાદ. સુરતના વેસુ વીઆઈપી રોડ પર આવેલ બોલિવુડ નવરાત્રીનું મૈદાનમાં જ્યા સાઉન્ડ સિસ્ટમ,મંડપ,લાઇટિંગ ડેકોરેટર્સ કોન્ટ્રાક્ટરો પોત પોતાનો સામાન નવરાત્રીના મૈદાનમાંથી સંકેલી રહયા છે, કારણ કે, સુરતમાં નવરાત્રી આયોજકોને વરસાદે ચોધાર આંસુએ રડાવ્યા છે. સુરતમાં કરોડો રૂપિયાના ખર્ચે ખુલ્લા પ્લોટમાં આયોજિત કરાયેલ નવરાત્રી પંડાલોને વરસાદે ધોઈ નાખ્યા છે. ત્યારે નવરાત્રી મહોત્સવ આખરે બંધ કરવાનો વારો આવ્યો છે. જોકે અન્ય 7 નવરાત્રી આયોજકોના પણ આજ પ્રમાણેના ખસતા હાલ થઇ ગયા છે. સુરતમાં કુલ 12 સ્થળો પૈકી 9 સ્થળો પર ખુલ્લા પ્લોટનાં નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતમાં રહી રહીને સતત વરસી રહેલા વરસાદે નવરાત્રી આયોજકોના કરોડો રૂપિયાનાં આયોજન પર પાણી ફેરવ્યું.ઉપરાંત વરસાદના કારણે લાઈટ સાઉન્ડ મંડપ ડેકોરેટરો ના પણ નાણાં સલવાયા છે. નવાઈની વાત તો એ છે કે, કેટલાક આયોજકોએ 5% વ્યાજે રૂપિયા લઇને નવરાત્રી મહોત્સવનું આયોજન કર્યું હતું. ત્યારે નવરાત્રી આયોજનમાં કોઈ કમાણી ન થતા આયોજકોને ઉલટા લેવાના દેવા થઇ ગયા છે
વધુ વાંચો
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
ગુજરાત
લાઇફસ્ટાઇલ





















