શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સુરતમાં હીરા ઉદ્યોગ માટે આવી નવી ગાઇડ લાઇન, જાણો કયા કયા નિયમોનું કરવું પડશે પાલન?
1લી ઓગસ્ટથી કોરોનાની સારવાર લઈ સાજા થઈ ચૂકેલા રત્નકલાકારોને કામ કરવાની છૂટ આપી છે.
સુરતઃ શહેરમાં કોરોનાના કહેર વચ્ચે આજથી હીરા બજાર અને કારખાનાઓ હવે બપોરે 12થી સાંજે 6 વાગ્યા ધમધમતા થશે. કોર્પોરેશન દ્વારા 1લી ઓગસ્ટથી કોરોનાની સારવાર લઈ સાજા થઈ ચૂકેલા રત્નકલાકારોને કામ કરવાની છૂટ આપી છે. કોરોનામાં સાજા થયેલા 2 રત્નકલાકારોને એક ઘંટી પર બેસવાની અનુમતિ આપવામાં આવી છે. પાલિકા કમિશ્નર દ્વારા પરમિશન આપવામાં આવી છે.
એન્ટી બોડી ટેસ્ટ કરાવી એક ઘંટી પર 2 રત્નકલાકાર કામ કરી શકશે. સુરત બહારથી આવનાર કામદારોનો ફરજીયાત એન્ટી બોડી ટેસ્ટ કરવામાં આવશે. એન્ટી બોડી હશે તોજ કામ કરવા દેવાની પરમિશન આપવામાં આવશે. સિનિયર સીટીઝનમાં કોરોના ન ફેલાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે. રિવર્સ ક્વોરોન્ટાઇન પદ્ધતિથી વડીલોને રાખવામાં આવે.
અઠવા, રાંદેર, ઉધનામાં સૌથી વધારે કેસ છે, ત્યારે 95થી ઓછું ઓક્સિજન હોય તેવા લોકો ફરજીયાત હોસ્પિટલમાં દાખલ થાય. કોઈપણ ચૂક એ મોત નિપજાવી શકે છે. ટ્રેનમાં 4000થી વધુ કામદાર સુરતમાં આવે છે, તેમને 7 દિવસ કોરોન્ટાઇન કર્યા બાદ કામે રાખવામાં આવે, તેમ સુરત પાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ધર્મ-જ્યોતિષ
Advertisement
gujarati.abplive.com
Opinion