(Source: ECI/ABP News/ABP Majha)
Surat: કામરેજમાં કારે બાઈકને અડફેટે લેતા એકનું ઘટના સ્થળે જ મોત, બેની હાલત ગંભીર
સુરત: કામરેજના ગાયપગલા ગામ પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો છે. બાઇક પર સવાર ત્રણ પેકી એકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. જ્યારે અન્ય 2 ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
સુરત: કામરેજના ગાયપગલા ગામ પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો છે. બાઇક પર સવાર ત્રણ પેકી એકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. જ્યારે અન્ય 2 ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. હાલમાં બંને ઇજાગ્રસ્ત લોકોને 108 વડે સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે.
અકસ્માત બાદ કાર રોડ બાજુ ગટરમાં ઉતરી ગઈ હતી. આ અકસ્માતની જાણ પોલીસને કરવામાં આવકા કામરેજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક તેમજ ઇજાગ્રસ્ત નજીકના માંડવીના ગોદાવળી ગામના હોવાનું બહાર આવ્યું છે. અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.
ચાલુ TVમાં અચાનક થયો બ્લાસ્ટ
સુરત શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરત શહેરમાં ચાલુ ટીવીમાં બ્લાસ્ટ થયો હતો. શહેરના લીંબાયત વિસ્તારમાં ઘટના બની હતી. લીંબાયત વિસ્તારમાં આવેલા ગોવિંદનગરમાં એક ઘરમાં ટીવીમાં અચાનક બ્લાસ્ટ થતાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ચાલુ ટીવીમાં અચાનક બ્લાસ્ટ થતાં ઘરમાંથી કાળા ધુમાડા નીકળવા લાગ્યા હતા, સ્થાનિકોએ તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ ફેલાવા દીધી નહોતી. સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી.
તાજેતરમાં જામનગર નજીક દરેડમાં આવેલી એક બ્રાસની ભઠ્ઠીમાં બ્લાસ્ટ થવાથી બે શ્રમિક દાઝી ગયા હતા. જેમને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં એક શ્રમિકે હોસ્પિટલના બીછાને એક દર્દીએ દમ તોડ્યો હતો. આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક દરેડ જીઆઇડીસી વિસ્તારમાં આવેલા રાજહંસ ઇમ્પેક્સ પ્રાઇવેટ લિમિટેડ નામના કારખાનામાં ઈલેક્ટ્રીક ભઠ્ઠીમાં બે દિવસ પહેલા સાંજે બ્લાસ્ટ થયો હતો. જેમાં મધ્યપ્રદેશનો વતની શુભલાયકસિંહ બહાદુરસિંહ અને રાજસ્થાનનો વતની હુકમસિંગ દાજી ગયા હોવાથી બંને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જે પૈકી શુભલાયકસિંહ બહાદુરસિંહ 75 ટકા થી વધુ દાઝી ગયો હોવાથી સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે હુકમસિંહ સારવાર હેઠળ છે. આ બનાવની જાણ થવાથી પંચકોશી બી ડિવિઝનના એએસઆઈ ડી.સી.ગોહિલ જીજી હોસ્પિટલમાં દોડી ગયા હતા અને મૃતદેહનો કબ્જો સંભાળી લીધા પછી તેનું પોસ્ટમોર્ટમ કરાવાયું હતું.
સુરત શહેર પોલીસની કામગીરી પર વધુ એક ધારાસભ્યએ સવાલ ઉઠાવ્યા છે. અરવિંદ રાણાએ સુરત પોલીસની કામગીરી સવાલ ઉઠાવ્યા છે. જે મુજબ ચેકિંગના નામે પોલીસ વાહનચાલકોને હેરાન કરે છે, શનિ-રવિવારે ભાટિયા ચેક પોસ્ટ પર પોલીસ હેરાન કરે છે, શહેરમાં બેફામ ઓવરલોડ વાહનો દોડે છે, સ્કૂલવાનમાં પણ ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થી બેસાડાય છે તેને લઈ રજૂઆત કરી હતી. સુરત પોલીસ કમિશ્નર કચેરી ખાતે મળેલી સંકલનની બેઠકમાં ધારસભ્ય અરવિંદ રાણાએ ટ્રાફિકજામ, સચિન પોલીસ સ્ટેશન દ્વારા રોકવામાં આવતા વાહન ચાલકો ઉપરાંત રીક્ષા, બસ અને સ્કુલવાનમાં બાળકોને નિયત સંખ્યા કરતા વધારે લઇ જવાતા હોવાની બાબતે રજૂઆત કરી હતી. તેમજ શહેરમાં પ્રવેશતા ઓવરલોડ વાહનો સામે કાર્યવાહી કરવાની રજૂઆત કરવામાં આવી હતી. તેમની રજૂઆત સાંભળી પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર દ્વારા ઉચ્ચ અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી.